કોરોના મહામારીના આ કપરા કાળમાં ચોમેર નકારાત્મક્તાનો માહોલ છવાયેલો છે. બહુમતી વર્ગ ભય - નિરાશાના માહોલમાં દિવસો વીતાવી રહ્યો છે ત્યારે કલાકારોનો એક નાનકડો વર્ગ એવો પણ છે કે પોતાની સર્જનાત્મક્તાના માધ્યમ થકી આ અંધકારભર્યા માહોલમાં હકારાત્મક્તાનો ઉજાસ ફેલાવવા પ્રયત્નશીલ છે. કલાકારોના આ નાનકડા વર્ગમાં જાણીતાં ગાયિકા માયાદિપકનો પણ સમાવેશ થાય છે. બ્રિટનવાસીઓ માટે ગાયિકા માયાબહેનનું નામ લગારેય અજાણ્યું નથી.
વિવિધા
Block: Site: Subtree Block
મંદિર એક એવું સુંદર મનોહર સ્થાન છે જેમાં આપણે પ્રભુના દિવ્ય સ્વરૂપનાં દર્શનાર્થે જઇએ છીએ. એમાં સ્થાપિત મનોહારી મૂર્તિનાં સુંદર મુખારવિંદનાં દર્શન કરી આપણના મનને ઘણી જ શાંતિ મળે છે, સાથે સાથે દિવ્ય આનંદ અનુભવીએ છીએ. મંદિરે ભગવાનનાં દર્શને આવતાં આપણે આપણું ઘર ભૂલી જઇએ છીએ અને મનની બધી જ વ્યથા દૂર થાય છે.
કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરતું હોય છે. યુવલ નોઆ હરારીનું એવું જ એક ક્રાંતિકારી પુસ્તક છે ‘સેપિયન્સ’.
આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો અધિક માસ રહેશે. સાથે સાથે એક સંયોગ એ પણ છે કે અંગ્રેજીનું લીપ યર અને અધિક માસ ૧૬૦ વર્ષ બાદ સાથે આવી રહ્યા છે. આમ તો દર વર્ષે શ્રાદ્ધ પૂરા થાય તેના બીજા દિવસથી નવરાત્રિ શરૂ થાય છે પણ આ વખતે આસો અધિકમાસ હોવાથી શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિ વચ્ચે એક મહિનાનું અંતર આવી જશે.
આ લેખનું શીર્ષક પરસેવાની કમાઈ એવું આપ્યું છે. અને આજે વાત પણ એની જ કરવી છે.
• અખિલેશ યાદવ શ્રીકૃષ્ણની ભવ્ય પ્રતિમા અને લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવા મેદાને • ક્યારેક બ્રાહ્મણોને જૂતાં મારવાની હાકલ કરનારાં માયાવતી હવે પ્રદેશની ૯ % બ્રાહ્મણ વોટબેંકને મનાવવા મેદાને • માયાવતી તો ક્યારેક ભાજપના ટેકે તો ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકે અને છેલ્લે આપબળે મુખ્ય પ્રધાન થયાં હતાં • પરશુરામને વરદાન હતું કે જ્યાં તેમનું પરશુ (ફરશી) સમુદ્રમાં પડશે ત્યાં સમુદ્રનું જળ સૂકાઈ પૃથ્વી (કેરળ) બનશે
‘તમારામાંના કેટલાને યાદ છે કે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે ક્યારે અને કયા ફોર્મેટમાં જીત્યું?’ ‘ચંદ્ર પર માણસે પહેલી વાર પગ ક્યારે મુક્યો?’ ‘વિશ્વની સૌથી લાંબી નદી કઈ?’ ‘વિશ્વ સુંદરીનો તાજ ભારતમાં કોણે કોણે મેળવ્યો?’ આ અને આવા પ્રશ્નો પાંચ-પચ્ચીસ કે પાંચસોના ઓડિયન્સને પુછીએ તો સાચા-ખોટા જવાબ મળે તો મળે, નહીં તો ના મળે! સામાન્ય રીતે આવું થતું હોય છે, પરંતુ જો એમ પુછીએ કે ‘તમારા જીવનમાં મૂલ્યોનું ઘડતર કરનારા શિક્ષકોના નામ આપો...’ તો મોટા ભાગે લોકો તુરંત પાંચ-સાત નામો ઉત્તરમાં આપી દે છે.
આપણા નગર - મહાનગરો વિશે કવિઓએ કલમ ચલાવી છે. ‘આ તે શા હાલ, સુરત સોનાની મુરત’ અને ‘ચલ મન, મુંબઈ નગરી...’ હોઠ પર આવે. નર્મદા કિનારે વસેલાં ભરૂચ માટે કહેવાયુંઃ ‘ભાંગ્યું તો યે ભરૂચ!’ આમ તો તેમાં ભરૂચનાં ખમીરને બિરદાવાયું છે, પણ એક લક્ષણ ઉમેરીને પૂછી શકાયઃ ‘ભરૂચ ક્યાં ભાંગ્યું છે, ભલા?’
ફરજ પ્રત્યે કર્મચારીઓની પ્રતિબદ્ધતા કેટલી છે તે સંગઠનની સફળતા નિર્ધારિત કરે છે. કર્મચારીઓની પ્રતિબદ્ધતા માપવાનો અને જાણવાનો સમય વર્ક ફ્રોમ હોમથી વધારે સારો બીજો કયો હોઈ શકે? જો કર્મચારીઓ સેલ્ફ-મોટીવેટેડ હોય અને પોતાનું કામ પોતાની જાતે સમયસર પૂરું કરવામાં માનતા હોય તો સુપરવાઈઝર અને મેનેજરને વર્ક ફ્રોમ હોમ સરળ થાય. પરંતુ જો તેમના કામ પર સતત દેખરેખ રાખવી પડતી હોય, લોકો પોતાના કામ કરવાના સમયે બહાર ફરતા હોય, ફોન ન ઉપાડે અને ઇમેઇલના જવાબ ન આપે તો વર્ક ફ્રોમ હોમ કેવી રીતે થઇ શકે? આ પ્રશ્ન ઘણા સંગઠનોમાં મેનેજરોને ભોગવવો પડ્યો છે.
કહેવાય છે કે ઈતિહાસ એ આવતીકાલના ઘડતરનો પાયો હોય છે. આપ જાણો છો તેમ, દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે, વાચકોના વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવીને એક નવી જ ક્રાંતિની શરૂઆત કરતું હોય છે.
