વિવિધા

No

Block: Site: Subtree Block

    પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે શ્ર

    પ્રેમ - મૈત્રી - પ્રસન્નતા - વિશ્વાસ - સત - ચિત - આનંદ છે ને બદ્ધું જ એની માનવલીલામાં છે. હા, વાત થઈ રહી છે જગતગુરૂ શ્રીકૃષ્ણની, જેમણે કહ્યું છે, મામેકં શરણં વ્રજ... એની વાંસળીના સૂરથી જાણે પ્રેમના સૂર વહે છે. શ્રાવણ આવે ને ચિત્તમાં વિશેષરૂપે છવાતા જાય શ્રીકૃષ્ણ. એના પ્રાગટ્ય ઉત્સવની તૈયારીઓનો આરંભ થાય.

    લાહોર છાવણીમાં હાડપિંજર ઉતાર

    “ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના સ્વરૂપમાં માનવ કંકાલોને ઊતરતાં જોતાં મારું સમસ્ત શરીર ધ્રૂજી ઊઠયું અને પાસે પડેલી એક પાટલી પર હું બેસી ગઈ. એક પછી એક ટ્રકો આવતી ગઈ અને એવાં જ હાડપિંજરો ઊતરતાં ગયાં. શરીર પર ચાંદાં, ગંધ મારતાં કપડાં, માથામાં કેટલીયે જુઓ. છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું.”

    શાણા અને શીલવંતા દીવાનઃ ઝવેરભ

    પૈસાને પરમેશ્વર માનનારા લોકો પૈસા મેળવવા ન્યાય, સંબંધ, નીતિ, જવાબદારી કે પ્રામાણિકતા નેવે મૂકે છે. આઝાદી પછીના ભારતમાં ઝડપથી પૈસાદાર થવાનો રસ્તો રાજકારણ છે એમ માનનાર ઘણા છે ત્યારે યાદ આવે છે ૧૯મી સદીના કેટલાક નીતિમાન રાજકારભારીઓ. વીરસદના ઝવેરભાઈ અમીન આવી વિરલ વ્યક્તિ હતા.

    ભારતઃ શીખરેથી તળિયે અને તળિયે

    ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય પર્વે તમામ ભારતીયોને મારા હાર્દિક અભિનંદન અને ભારતના ઉજળા ભવિષ્ય માટેની શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક વર્ષોથી લોકોમાં આપણા દેશની પ્રગતિ બાબત નકારાત્મક માનસિકતા પ્રવર્તે છે કે ભારતે છેલ્લા સાત દાયકામાં કંઈ જ પ્રગતિ કરી નથી. લોકોના આ અભિગમથી નિરાશા સાંપડતાં, ભારતને ૧૯૪૭માં સ્વતંત્રતા મળી ત્યારે કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેનું - જગ્યાની મર્યાદાને કારણે - થોડાક શબ્દોમાં ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કરું છું. 

    થોડા કલાકો ભારતની આઝાદીના આરં

    ૧૬મા શતકમાં એક પ્રચંડ શક્તિશાળી, સાંસ્કૃતિક રીતે સુગ્રથિત અને વિશાળ વિકસિત દેશ હતો કે જેનું એ વખતે વિશ્વના વિશાળ વિસ્તાર પર પ્રભુત્વ હતું. આ અરસામાં એક અન્ય અવિકસિત દેશ પણ હતો, જે સામંતશાહી અને ધાર્મિક વાડાઓમાં કેદ થઈને પોતાની અશિક્ષિત અને પ્રમાણમાં દરિદ્ર જનતાને પૂરતું ખાવાનું પણ પૂરું પાડી શકતો નહોતો. આ વિકસિત દેશ એશિયા ખંડમાં આવેલો ભારત હતો અને અવિકસિત દેશ યુરોપ ખંડમાં આવેલ ઇંગ્લેન્ડ હતો. કાળક્રમે આ ક્રમ બદલાયો. બે સૈકા બાદ ઈંગ્લેન્ડ એક શક્તિશાળી રાષ્ટ્ર બનીને વિશ્વનું એક વિશાળ સામ્રાજય બન્યું અને ભારત તેના સામ્રાજ્યનું એક તાબેદાર રાષ્ટ્ર બન્યું હતું.

    આપણે અગાઉની માફક જ કાર્યરત થઈએ તે માટે કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવવો આપણા તમામ માટે શ્રેષ્ઠ ઉપાય છે. નવા કેમ્પેઈન ‘Let’s Get Back’ અંતર્ગત કોરોના વાઈરસનું ટેસ્ટીંગ કરીને લાખો લોકોને શક્ય તેટલા સામાન્ય જીવન નજીક પહોંચવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમાં સલામત ટેસ્ટીંગ અને આપણી NHSનું રક્ષણ થાય તેના પર ખાસ ભાર મૂકાયો છે. 

    માત્ર લેપટોપની જ નહીં, તમારા જ

    હવે જયારે લોકડાઉન ખુલવા માંડ્યું છે અને લોકો ભીડમાં બહાર ઉમટ્યા છે ત્યારે વિચાર કરતા લાગે છે કે ખરેખર તો લોકડાઉન દરમિયાન પણ લોકો શાંતિથી બેઠા જ નથી. બધા લોકોએ વાતો કરી કે આપણે થોડા ધીમા પડવાની જરૂર છે, પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે અને અંતરાત્માની ખોજ કરવા તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે. પરંતુ આ પૈકી એકેય દિશામાં ભાગ્યે જ કોઈએ નોંધપાત્ર પગલું ભર્યું હશે. કોરોના જેવી મહામારી કે જેમાં કરોડો લોકો બીમાર થયા અને લાખો લોકોના મૃત્યુ થયા છે - તેનાથી પણ માનવજાતની વિચારસરણીમાં કઈ ખાસ પરિવર્તન આવ્યું હોય તેવું લાગતું નથી.

    સ્વામિનારાયણ સંપ્રદાયની સેવા...

    'ગણતરીના દિવસોમાં લંડનના નીસડનસ્થિત બોચાસણવાસી શ્રી અક્ષરપુરષોત્તમ સ્વામિનારાયણ (BAPS) મંદિર ૨૫ વર્ષ પરિપૂર્ણ કરશે. દેશદેશાવરના સંતો, સત્સંગીઓ, હરિભક્તો આ અપૂર્વ સિધ્ધિને વધાવી રંગેચંગે ઉજવશે. પશ્ચિમી જગતના આ નીસડન મંદિરની જ્યારે પ્રાણપ્રતિષ્ઠા થઇ ત્યારે તે સમયે બે કરોડ નકલનો ફેલાવો ધરાવનાર રીડર્સ ડાયજેસ્ટે (વિશ્વવિખ્યાત અંગ્રેજી મેગેઝીન) તેને આ મંદિરને દુનિયાની આઠમી અજાયબી તરીકે વર્ણવ્યું હતું. BAPSસંસ્થા આ નીસડન મંદિરની સ્થાપના બાદ શ્રીજી મહારાજની અસીમકૃપા અને સંતોના આશીર્વાદથી વિશ્વવ્યાપી ભવ્ય મંદિરો નિર્માણ કરીને ખૂબ વિકસિત બની. આ મંદિર માત્ર સ્વામિનારાયણી સત્સંગીઓ માટે કે હિન્દુ ધર્મીઓ માટે જ નથી, આ મંદિર સર્વધર્મના લોકો માટે આકર્ષણ બની રહ્યું છે, અહીં શાહીપરિવારજનોથી માંડી દેશવિદેશના રાજકારણીઓ માટે પણ કેન્દ્રસ્થાને રહ્યું છે.’

    આત્માની નજીક રહેવાનો અપૂર્વ અ

    ‘પર્યુષણ પર્વ નિમિત્તે આપને અમારી સંસ્થામાં પ્રવચન માટે આવવાનું છે, વિષય કયો હશે?’ ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળા સંદર્ભે પુછાયું અને અનાયાસ કહ્યું ‘અપૂર્વ અવસર-પર્યુષણ...’ પાંચેક વર્ષ થયા પર્યુષણ પર્વના એ વ્યાખ્યાનને આજે અનાયાસ સ્મરણ થયું કારણ કે પર્યુષણ પર્વ આવ્યું. આપણને માનવ તરીકે નાગરિક ધર્મ - માનવ ધર્મ - રાષ્ટ્ર ધર્મની સાચી સમજ આપતી આવી વ્યાખ્યાનમાળાઓ ઉત્તમ માનવના સર્જનમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. 

    લાલ કિલ્લા પરના સ્વાતંત્ર્ય દ

    કોરોનાના ભયજનક વાદળા સાથેનો આ પહેલો સ્વાતંત્ર્ય દિવસ હતો. ૧૯૪૭થી ૨૦૨૦ આટલાં વર્ષોમાં પહેલી વાર લાલ કિલ્લાની ઉદાસી જોવા મળી. સીમિત સંખ્યામાં આમંત્રિતો અને ભીડભાડ વિનાનો ઉત્સવ. લાલ કિલ્લાએ કેવી - કેટલી પંદરમી ઓગસ્ટ જોઈ છે!