વિવિધા

No

Block: Site: Subtree Block

    તસવીર-કથા...

    એમને બધા ‘ભાઈજી’થી ઓળખે. સાચું નામ રમેશભાઈ ઓઝા. ૩૧મી ઓગસ્ટે તેમનો જન્મદિવસ હતો એટલે એમની સાથે ગાળેલી કેટલીક વિસરાય નહીં એવી ક્ષણો અહીં મૂકવાની ઈચ્છા થઈ આવી. નવેમ્બર, ૨૦૦૨ના સમયની આ વાત છે. ‘ભાઈજી’ આમ તો ભાગવત કથા માટે વિખ્યાત છે, પણ નવેમ્બર, ૨૦૦૨માં કોલકત્તામાં તેઓની રામકથા હતી.

    આ વર્ષે શ્રાદ્વ-નવરાત્રિ વચ્ચ

    આ વર્ષે શ્રાદ્ધ પૂરા થતાં જ અધિક માસનો પ્રારંભ થશે. તેના કારણે નવરાત્રિ સહિત બધા તહેવાર પણ એક મહિનો મોડા શરૂ થશે. આ વખતે ૧૯ વર્ષના લાંબા અરસા બાદ આસોનો અધિક માસ રહેશે. સાથે સાથે એક સંયોગ એ પણ છે કે અંગ્રેજીનું લીપ યર અને અધિક માસ ૧૬૦ વર્ષ બાદ સાથે આવી રહ્યા છે.

    આજીવન શિક્ષક, ભગવદ્ ગીતાના પ્ર...

    ‘છોકરા, ઊઘાડા શરીરે આમ પુસ્તકાલયમાં બેસાતું હશે? અક્કલ છે કે નહીં?’ ઉનાળાની ગરમીમાં એક કિશોર ખમીસ કાઢીને લાઈબ્રેરીમાં બેઠો હતો એને પ્યુને કહ્યું. વાત પહોંચી વ્યવસ્થાપક પાસે, એ પણ કોટ કાઢીને કોલર ખુલ્લા રાખીને બેઠા હતા, અંગ્રેજ હતા. એમણે પણ ઠપકો આપ્યો ‘છોકરા તને સભ્યતાની કાંઈ ખબર પડે છે કે નહીં?’ તો કિશોરે જવાબ આપ્યો કે ‘મને મારા દેશની સભ્યતાની ખબર છે. ખુરશીમાં બેઠેલો માણસ, સામે ઊભેલા માણસને પહેલા બેસાડે છે ને પછી વાત કરે છે.’ આ કિશોરની નીડરતા જોઈને વ્યવસ્થાપક ખુશ થયો. ખુરશી આપીને લાઈબ્રેરીમાં વાંચવાની સુવિધાઓ પણ આપી.

    શિક્ષકોને વંદન કરીએ અને આપણા જ...

    ભારતમાં ટીચર્સ ડે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિનો જન્મદિવસ એટલે ૫ સપ્ટેમ્બર ૧૮૮૮. તેઓએ શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડી. તેના સન્માનમાં ભારતમાં અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં પણ (કદાચ) ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે અને તે દિવસે આપણે શિક્ષકોને વંદન કરીએ છીએ અને તેમનો આપણા જીવનવિકાસમાં જે ફાળો છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

    વિશ્વમાં ખેડૂતોની આત્મહત્યાન...

    • કૃષિ મંત્રાલયના સલાહકાર પી.સી. બોધની ચિંતાજનક ભવિષ્યવાણી સાચી પડતી લાગે છે • વર્ષ ૧૯૯૫થી દેશમાં ચાર લાખ ખેડૂતોએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું • ભારત સરકારે જાહેર કરેલા રાજ્યવાર તાજા આંકડાઓ સર્વપક્ષી સરકારો માટે શરમજનક • સપ્ટેમ્બર ૨૦૨૦માં જાહેર થયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં દર વર્ષે ૧,૩૦,૦૦૦ આત્મહત્યા થઈ!

    લંડન અને ભારતમાં એક ક્રાંતિકા

    એમનું નામ સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી. વડોદરાવાસીઓને તેમનો આત્મીય પરિચય હતો. વિશ્વ જ્યોતિ આશ્રમમાં તેમનો - ભારતમાં આવે ત્યારે - નિવાસ રહેતો, બાકી વિશ્વભરમાં તેમની અદ્ભૂત ખ્યાતિ રહી. વિચાર અને કર્મનાં સાયુજ્યને તેમણે જનતા-જનાર્દનની વચ્ચે વહેતું કર્યું એ તેમની વિશેષતા!

    તસવીર કથાઃ આશા ભોસલે...

    પાર્શ્વગાયિકા આશા ભોંસલે. ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના દિવસે સંગીતકાર હૃદયનાથ મંગેશકરના ઘરે તેમનો જન્મ થયો. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરનાં નાના બહેન. 

    ચારે તરફ સમસ્યાગ્રસ્ત ઘટનાઓન

    અત્યારે અધિક (પુરુષોત્તમ) માસ ચાલે છે. દોઢસો વર્ષે આ પ્રકારનો અધિક મહિનો આવ્યો તે બીજા અધિક માસથી અલગ છે. શ્રાદ્ધ પક્ષ શરૂ થયો, તેની અંતિમ તિથિ - સર્વ પિતૃ અમાસે સૌ પોતાના વિદાય લઇ ચુકેલા સ્વજનોનું શ્રાદ્ધ કરશે. આમ તો સિદ્ધપુરની નદીનો કિનારો તેના માટે જાણીતો છે, પણ શ્રાદ્ધ કરાવનારા ભૂદેવો વધુ લોકોને એકસાથે કર્મકાંડ કરાવે તેવું બનશે નહીં. કારણ છે કોરોના.

    હૃદયસ્પર્શી સૂરિલી રચનાઓના સ

    ‘યાદ કરો, ક્યારનો ફોટો છે આ?’ રિલાયન્સ જામનગરના કોર્પોરેટ અધિકારી અને દાયકાઓ જુના મિત્ર આશીષ ખારોડે એક ફોટો મોકલીને પૂછ્યું? અને આપણે તો રાજી રાજી... એ સમયે ભાવનગર યુનિવર્સિટીમાં હું જર્નાલીઝમનો અભ્યાસ કરતો હતો. અમારા જેવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવેલા જાણીતા લેખક-કવિ-તંત્રી શ્રી હરીન્દ્રર દવેની એ ૧૯૮૦ના દાયકાના અંતિમ વર્ષોની તસવીર અને ૧૯ સપ્ટેમ્બરે એમની જયંતિ... અને આ લેખ સહજપણે લખાઈ ગયો.
    સર્જક તરીકે એમનું વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. નવલકથા, નાટક, ટૂંકી વાર્તા તો લખી જ, ઉપરાંત અખબારના તંત્રી અને લેખક તરીકે સતત તેમને શબ્દ જોડે કામ કરવાનો અવસર મળ્યો.

    નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન (NCGO) દ્વારા એક વર્ચ્યુઅલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં સંસ્થાના હોદેદારો ઉપરાંત લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ નવનીત ધોળકિયા, લોર્ડ રામી રેન્જર વગેરે પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મંત્રી મહોદય શ્રી પરષોત્તમ રૂપાલા સાહેબ પધારેલા. ભારતીય ઉચ્ચાયોગમાંથી મિનિસ્ટર કો-ઓર્ડિનેશન શ્રી મનમીત સીંગ નારંગ અને આ લેખકને પણ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવેલા.