વિવિધા

No

Block: Site: Subtree Block

    અધિક માસના અધિષ્ઠાતા ભગવાન પુ

    પિતૃ પક્ષના સમાપન સાથે જ ૧૮ સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિક માસ શરૂ થઇ રહ્યો છે. આમ આ વર્ષે અધિક માસના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે નહીં. અધિક માસને અધિ માસ ઉપરાંત મળ માસ, પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. દર ત્રણ વર્ષમાં એક વાર અધિક માસ આવે છે.

    અધિક આસો માસમાં ૧૯ વર્ષ પછી  લક

    આગામી શુક્રવાર - ૧૮ સપ્ટેમ્બરથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. અધિક માસ દર ત્રણ વર્ષે એક વાર આવે છે, પણ ૧૯ વર્ષ પછી અધિક આસો મહિનો આવ્યો છે એટલે કે આ વર્ષે બે આસો મહિના થશે. અગાઉ ૨૦૦૧માં આવો સંયોગ થયો હતો. આ અધિક માસમાં અનેક દુર્લભ યોગ બની રહ્યા છે જે વૈભવ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારા છે. આમ તો અધિક માસ ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની આરાધનાના મહિના છે પણ આ વખતે આસો મહિનો હોવાને કારણે તે લક્ષ્મીની કૃપા મેળવવાનો પણ મહિનો છે. આ રીતે આ મહિનો લક્ષ્મી અને વિષ્ણુ બંનેની આરાધનાનો છે.

    યોગ અને કરૂણાનો યોગ કલ્પના પટે...

    કોરોનાના કપરા કાળમાં કરૂણા ભાવ અને યોગ એ બેય ખૂબ મહત્વનાં છે. આ બેયનો સરસ સંયોગ જેમણે કરી માનવતાના દીપ પ્રગટાવવાનો યજ્ઞ પોતાની રીતે આદર્યો છે એવા બહેન કલ્પના પટેલની વાત આજે કરવી છે. એમણે "ભૂખ્યાને રોટલો અને બિમારને સેવા"નો જીવન મંત્ર આપનાવી પોતાની પ્રવૃત્તિઓની પરબ માંડેલ છે. એમાં પતિ અને પરિવારનો સહયોગ આશીર્વાદરૂપ છે. 

    પંજાબ–હરિયાણાના ખેડૂતોમાં આક...

    • પાંચમી જૂનના ત્રણ કેન્દ્રીય અધ્યાદેશો સામે પંજાબના મુખ્ય પ્રધાનનો વડા પ્રધાન સમક્ષ વિરોધ • વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ ભૂમિકાવાળા અકાલી દળને પાછળથી જ્ઞાન લાધ્યું • ખેડૂતો આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાનાં એલાનો છતાં કિસાન સંઘ ઝાઝો સક્રિય જણાતો નથી • ખેડૂતોને ખુલ્લા બજાર અને મોટાં ઉદ્યોગ ગૃહોના ઓશિયાળા બનાવવાને બદલે સમગ્રપણે વિચારાય

    સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરઃ સ

    એમનું બાળપણનું નામ હેમા હતું, કુંદનલાલ સાયગલ માટે એમને અપાર આદર હતો, હિન્દી સિનેમામાં પાર્શ્વગાયિકા, સંગીત નિર્દેશક (આનંદ ધન નામે) અને ફિલ્મ નિર્માતા તરીકે સાત દાયકથી વધુ સમય એમણે કાર્ય કર્યું છે... સમગ્ર વિશ્વમાં એમના સ્વરના ચાહકો છે, રાષ્ટ્ર કી આવાઝ અને સ્વર સામાજ્ઞી જેવા અનેક વિશેષણોથી તેઓ ઓળખાય છે. ભારતરત્ન સહિતના અનેક એવોર્ડ્ઝ તેમને મળ્યા છે. તારીખ ૧૮ સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે ને તેઓ ૯૦ વર્ષના થશે. વાચકોને હવે સમજાઈ જ ગયું હશે કે વાત સ્વરકિન્નરી, સ્વરસમાજ્ઞી લતા મંગેશકરની થઈ રહી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની...

    ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વારંવાર જુદાં જુદાં શબ્દોમાં કહેતા કે ‘Whatever I have achieved in my political field is the direct result of my experiments in the spiritual field.’ (મેં જે કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તેની પાછળ મારા આધ્યાત્મિક પ્રયોગો રહેલા છે). એવી જ રીતે ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીએ પણ જે કોઈ રાજકીય, સામાજિક કે વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એની પાછળ આધ્યાત્મિક શક્તિ છૂપાયેલી છે.

    લંડનમાં અમે ૭૦ના દાયકામાં સીધા જ ગુજરાતથી લંડન આવેલા. પતિશ્રી તબીબ એટલે સ્કોટલેન્ડની હોસ્પિટલના ડોકટર કવોટરમાં ધામા નાખવા પડેલા. એબરડીન નજીક સ્ટ્રાકાથ્રો હોસ્પિટલની ચારેયકોર ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ને જવના ખેતરો દેખાય. ગુજરાતના આણંદ શહેરના મેળાવડાને મેલી આવેલા આ જીવાત્માને ઇંગ્લેન્ડનું ઘોંઘાટ વગરનું તદ્ન શાંત, ચરકલુય ના ફરકે એવી એકાંત જગ્યામાં મહિના સુધી મનડું મૂંઝાવા લાગ્યું, કયારેક આકાશ સામે જોઇ નિ:શાસા નંખાય અરેરે ..હું કયાં અહીં આવી ગઇ!!

    વ્હાલું વ્હાલું... લાગે મારૂં વ

    મિત્રો, વતનની વાત આવે તો આપણે સ્મૃતિઓની દુનિયામાં ખોવાઇ જઇએ. તમને થશે આજે અચાનક વતનની યાદ આવવાનું કાંઇ કારણ? જી...હા...વતનની યાદોં તો દિલના એક ખૂણામાં ભરાઇ પડી હોય જ પરંતુ તાજા સમાચાર મળ્યા કે અમારા ગામનું ઐતિહાસિક રેલ્વે સ્ટેશન ૧૫૦ વર્ષ જૂનું અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના હસ્તે જેનું અનાવરણ થયું હતું એને નવા સ્ટેશનના બાંધકામ બાદ હવે ધરાશયી કરી દેવાયું. ડભોઇ નેરોગેજ રેલ્વે સ્ટેશન એક સમયે એશિયાનું સૌથી મોટું નેરોગેજ રેલ્વે જંકશન હતું. ડભોઇથી વડોદરા, મીયાંગામ-કરજણ, ચાણોદ, નસવાડી-તણખલા, વાઘોડિયા, ટીંબા, છોટાઉદેપુર વગેરે સ્થળોએ દિવસમાં ૧૮ ગાડીઓ ચાલતી હોવાથી ચોવીસે કલાક એ ધમધમતું હતું. 

    પ્રાદેશિક અસ્મિતાની આગનું રા

    સુશાંતસિંહ રાજપૂત નામે મુંબઈ વસવાટ કરનારા બિહારના યુવક અભિનેતાએ આપઘાત કર્યો કે પછી તેને મારી નાખવામાં આવ્યો તેની રોજેરોજની ચર્ચા હજુ અટકી નથી. પણ તેની પાછળ માત્ર પોલીસ તપાસ જ નહીં, દેશના ત્રણ રાજ્યો અને તેનું રાજકારણ આટલી હદે ઉત્પાતમાં સામસામે આવી જશે તેનો અંદાજ બિચારા સુશાંતને ય નહી હોય.

    સમાજનું ગૌરવ : ભાષા અને સંસ્કા

    આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુની બીજી ઓક્ટોબરે જન્મ જયંતિ છે ત્યારે ગાંધી ભક્ત માંધાતા સમાજના સેવાભાવી અને માતૃભાષા પ્રેમી ચંદ્રકલાબહેન નારણભાઇ પટેલના અનુદાનને યાદ કરી એમની અનુમોદના કરીએ. ગાંધીજીના મીઠા સત્યાગ્રહનો આરંભ મૂળ દક્ષિણ ગુજરાતના નવસારી નજીક આવેલ તવડી ગામની નજીકથી થયો હતો. ત્યા કોળી કોમની વસ્તી વધુ છે. એમનામાં દેશપ્રેમ અને દેશ દાઝ વધુ.