વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘ભલે મારા જેવા અનેકોનો ક્ષય થા...

    ‘મેં આ પ્રયત્નને સત્યના પ્રયોગો એવું પહેલું નામ આપેલું છે. આમાં સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જશે, પણ મારે મન સત્ય જ સર્વોપરી છે. આ સત્ય તે સ્થૂલ - વાચાનું સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તો આપણે કલ્પેલું સત્ય જ નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય, એટલે કે પરમેશ્વર જ.’

    બિહારમાં સત્તા કબજે કરવા આસમા

    • વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં ખેલ ખાલી ગયો એટલે ‘પલટૂ ચાચા’ નીતીશ સાથે ઘર માંડ્યું હતું • નીતીશકુમારને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને જીત્યા પછી ત્રાગું કરવાની કવાયત • જેલવાસી લાલુ પ્રસાદના રાજકીય વારસ તેજસ્વી યાદવ કંઈ સાવ ગાંજયા જાય તેવા નથી • જનહિતના મુદ્દાઓને બદલે અભિનેતા સુશાંતસિંહ અને બોલિવુડના વિવાદથી મત અંકે કરાશે

    ધર્મનો અર્થ અને જીવન જીવવાની કળા શીખવી હોય તો મહાત્મા ગાંધી પાસેથી શીખવી જોઈએ. સાબરમતીના આ સંતે તલવાર અને ઢાલ વગર દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ તો અપાવી પણ સાથે સાથે લોકોને જીવન જીવવાની કળા પણ શીખવી. એક રાજનેતા હોવા છતાં ગાંધીજી સાચા અર્થમાં સંત હતા.

    પ્રતિકૂળ સંજોગોમાં ટકવા માટે

    બીજી ઓક્ટોબર ૨૦૨૦ એટલે ગાંધીજીની ૧૫૧મી જન્મ શતાબ્દી. ગાંધીજી લંડનની ઇનર ટેમ્પલ કોલેજમાં કાયદો ભણવા આવેલા. નવેમ્બર ૧૯૮૮માં તેમણે કોલેજ જોઈન કરી અને તેના એક સપ્તાહ બાદ તેમના ભાઈ લક્ષ્મીદાસ ગાંધીને પત્ર લખેલો ત્યારે લંડનની ઠંડી અંગે લખતા જણાવેલું કે વાતાવરણ ખરાબ છે પરંતુ સારી વાત એ છે કે તે લાંબો સમય ટકતું નથી. વળી તેઓ લખે છે કે આવી ઠંડી છતાં મને માંસ કે દારૂની આવશ્યકતા જણાતી નથી. આ વાતની ખુશી પણ તેઓ પત્રમાં જાહેર કરે છે.

    વ્હાલા ગાંધીબાપુને શત શત વંદન....

    પૂ. મહાત્મા ગાંધી બાપુજીને કોટી કોટી વંદન. બીજી ઓક્ટોબર એટલે બાપુનો જન્મદિવસ. તેમનો જન્મ પોરબંદરમાં બીજી ઓકટોબર ૧૮૬૯માં મોઢ વણિક પરિવારમાં થયો હતો. બાપુના જન્મદિને વંદન.

    આધુનિક ફિલ્મોમાં આપણા ગીતકાર

    આજકાલ આપણું જગવિખ્યાત બોલીવુડ બહુ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. ટી.વી સિરીયલમાંથી બોલીવુડ ફિલ્મોમાં એન્ટ્રી લઇ ખૂબ ઝડપથી એ સફળતાના શિખરો સર કરતો જતો હતો એ સુશાંત સિંહ રાજપૂત "કાઇપો છે, ધોની, કેદારનાથ અને છિછોરે" જેવી ફિલ્મો દ્વારા ફિલ્મજગતના કહેવાતા દિગ્ગજોને પાછળ પાડી અવ્વલ નંબરે પહોંચવાની તૈયારીમાં હતો ત્યાં જ એના રહસ્યમય મૃત્યુએ મોટો પ્રશ્નાર્થ મૂકી દીધો!! 

    સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકર ૯૧ વ

    સૂર કોકિલા લતા મંગેશકરે ૬ દાયકાઓથી પણ વધારે સમય સુધી સંગીતની દુનિયાને પોતાના મધુર સૂરોથી સજાવી છે. લતા મંગેશકરે લગભગ ૨૦ ભાષાઓમાં ૩૦ હજારથી પણ વધારે ગીતો ગાયાં છે. ભારત રત્નનો ખિતાબ ધરાવનાર ભારતના સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરનો ૨૮મી સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. ભારતનાં સૌથી ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકરનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ મધ્ય પ્રદેશનાં ઇન્દોરમાં થયો હતો. તેમના પિતાનું નામ દીનાનાથ મંગેશકર હતું અને માતાનું નામ સેવંતી મંગેશકર. લતાજીનાં પિતા મરાઠી હતા અને માતા ગુજરાતી.

    અંબાણીબંધુ મુકેશ અને અનિલઃ એક...

    રોડપતિમાંથી અબજોપતિ બનેલાઓની સંઘર્ષ કથાઓ વાંચવાથી વ્યક્તિને મોટિવેશન મળી શકે છે, પરંતુ અબજોપતિમાંથી રોડપતિ બનનારાઓનો અનુભવ વાંચીએ તો ચોક્કસ એમ જ લાગે કે નસીબ જેવું પણ કંઇક તો કામ કરતું જ હશે. જેમની પાસે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા નાણાંકીય સલાહકારો હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની આખી ફોજ હોય, સત્તાધારી પક્ષથી માંડીને વિરોધ પક્ષને સંભાળી લેવાની આવડત હોય, પૈતૃક સંપત્તિનો દલ્લો હોય એવા લોકોના નામ જ્યારે દેવાળિયાઓની યાદીમાં જોવા મળે એક વખત તો એમ થઇ જ જાય કે આ લક્ષ્મીજીને સાચવવામાં નિષ્ફળ ગયા છે.

    જ્યાં ભય હોય ત્યાં ધર્મ સંભવતો...

    • મહાત્મા ગાંધીના વિચારનું છડેચોક વિકૃતીકરણ થઇ રહ્યાના મૂકપ્રેક્ષક ગાંધીવાદીઓ • રાષ્ટ્રપિતાની રામરાજ્યની વિભાવનાને બધા સત્તાધીશો થકી પહેરાવાતા અનુકૂળ વાઘા • સાબરમતીના સંતનો હિંદુધર્મ એકાંતિક કે સાંપ્રદાયિક સંકુચિતતાવાળો તો નથી જ નથી

    બળાત્કાર સમસ્યા... કોનો દોષ અને...

    બળાત્કાર આપણા શારીરિક અને માનસિક ભોગવટાનો સૌથી ખરાબ પ્રકાર છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી કે જ્યાં બળાત્કારો ન થયા હોય. પશ્ચિમમાં તો આવો અનુભવ કરી ચૂકેલી મહિલાઓની આપવીતી પુસ્તક સ્વરૂપે આવી છે. માનસશાસ્ત્રીઓનાં વિશ્લેષણ કરતાં પુસ્તકોનો પાર નથી. એક વાર કોઈકે કહ્યું હતું કે દરેક સરકારે માત્ર બળાત્કાર નિવારણનો એક વિભાગ કે ખાતું ઊભા કરવાં જોઈએ. મહિલા ઉત્પીડન પર દરેક સભ્ય સરકાર પગલાં લેતી જ હોય છે અને તેનો અલગ વિભાગ પણ હોય છે.