સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    માંચેસ્ટરમાં શ્રીમદ્ રાજચંદ્...

    જૈન સમાજ-માંચેસ્ટરના ઈતિહાસમાં પહેલી ઓક્ટોબરનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો હતો. જૈન કોમ્યુનિટી સેન્ટર ખાતે જૈન–જૈનેતર ભાઈ–બહેનો રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ સેંકડોની સંખ્યામાં એકત્ર થયા હતા.

    યુકે લેવા પટેલ કોમ્યુનિટીના રવિવારે યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સંસ્થાનું 18 એકરનું વિશાળ સંકુલ નાનું પડ્યું હતું.

    નવનાત વડિલ મંડળ યોજીત સુમધુર ‘...

    શુક્રવાર તા.૧૩ ઓક્ટોબર’૨૩ના રોજ નવનાત વડિલ મંડળે શ્રાધ્ધ પર્વમાં સ્વજનોને અંજલિ આપવા ‘સ્મરણાંજલિ’ના સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
    સૌ પ્રથમ ભોજન બાદ ભજન અને અંજલિના આ કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ વડિલોની હાજરી હતી.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    LCNL દ્વારા નવરાત્રિ પર્વની ધર્મ...

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 15થી 23 ઓક્ટોબર દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર (બ્રેમ્બર રોડ, સાઉથ હેરો) ખાતે નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. LCNLદ્વારા ભારતીય ઉત્સવની ઉજવણીનું આ સૌથી મોટું અને શાનદાર આયોજન હોય છે. નવરાત્રિ ઉપરાંત શરદપૂર્ણિમા પર્વે પણ 28 ઓક્ટોબર - શનિવારે રાસગરબાનું આયોજન થયું છે.

    નાગ્રેચા હોલમાં રચાયો આદ્યશક

    નવલા નવરાત્રિ પર્વે ઇસ્ટ લંડનમાં આવેલા નાગ્રેચા હોલમાં રાસ-ગરબાની રમઝટ જામી હતી. દરરોજ 2,000થી વધુ લોકો અહીં ઉમટતા હતા, જેમાં યુવાધનની સંખ્યા સવિશેષ નજરે પડતી હતી. નાગ્રેચા હોલમાં નવરાત્રિ ઉજવણીની વિશેષતા એ હતી કે અહીં આદ્યશક્તિની આરાધના, રાસગરબા અને રાષ્ટ્રભક્તિનો સંગમ રચાયો હતો.

    લેસ્ટરમાં રાસગરબાની રમઝટ તો પ

    પોરબંદરના મહેર સમાજના લોકો આમ તો દુનિયાના અનેક દેશોમાં જઇ વસ્યા છે, પરંતુ બ્રિટનમાં તેમની વસ્તી નોંધપાત્ર કહી શકાય. મહેર સમાજ તેના શૌર્ય - ખમીર માટે જેટલો જાણીતો છે એટલો જ જાણીતો તેમનો મણિયારો રાસ છે. નવરાત્રિ મહેર સમાજની વિશાળ વસ્તી ધરાવતા પોરબંદરમાં મણિયારો રાસ યોજાયો હતો તો અહીં લેસ્ટરમાં મહેર પરિવારોએ પણ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કુમકુમ - આનંદધામ ખાતે ‘સત્સંગ

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ આનંદધામ - હીરાપુર ખાતે સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત આઠમા પુસ્તક ‘સત્સંગ સુધારસ - 4’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ, લેખક રવિ ભટ્ટ અને ડો. તેજસભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

    શિક્ષણ પાયાનો પથ્થર, તેના પર જ

    તાજેતરની મુંબઈની મુલાકાત દરમિયાન વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)ના પ્રમુખ સલમાન ઈકબાલનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશન અને ડબલ્યુએમઓ નોર્થ ઈન્ડિયા ચેપ્ટર દ્વારા ફખ્ર-એ-ઈન્સાનિયત (માનવતાનું ગૌરવ) અને રેહનુમા-એ-કોમ (સમાજના માર્ગદર્શક) એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સલમાન ઇકબાલે શિક્ષણનો પાયો ગણાવતાં કહ્યું હતું કે તેના પર જ સમાજ અને રાષ્ટ્ર વિકસતા હોય છે. તેમણે ભારતીય મેમણ સમાજનું ભાવિ ઉજ્જવળ હોવાનું જણાવ્યું હતું.