સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ભારતની પહેલાં અમેરિકામાં દિવ

    ભારતમાં હજુ તો દિવાળીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે ત્યારે અમેરિકામાં તેની ઉજવણીની શરૂઆત પણ થઇ ગઇ છે.

    માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એ

    માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન-વેમ્બલીની ગુજરાતી શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 31 ઓક્ટોબરે નવરાત્રિના ગરબાની મજા માણી હતી.

    વસો નાગરિક મંડળ - એનએપીએસ - કરમસ...

    વસો નાગરિક મંડળ, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજના સંયુક્ત ઉપક્રમે પાંચમી નવેમ્બરે ટૂટિંગ બ્રોડવેમાં આવેલા નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલમાં સરદાર પટેલ જન્મ જયંતી અને દિવાળી પર્વની ઉજવણી માટે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો.

    ભારતના ગુજરાતના ધરમપુરમાં વડું મથક ધરાવતી વૈશ્વિક માન્યતાપ્રાપ્ત બિનનફાકારી સંસ્થા શ્રીમદ રાજચંદ્ર લવ અન્ડ કેર (SRLC–USA) દ્વારા 21 ઓક્ટોબરની સાંજે કેલિફોર્નિયાના એનાહૈમ હિલ્સ ગોલ્ફ કોર્સ ખાતે આયોજિત ભવ્ય ઈવેન્ટમાં 2.1 મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટના સ્થાપક અને એમ એસ ઈન્ટરનેશનલ ઈન્ક.ના નિવૃત્ત સ્થાપક મનુભાઈ શાહે 1 મિલિયન ડોલરનું દાન આપવાની જાહેરાત કરી હતી. માત્ર 30 મિનિટના ગાળામાં ઘણા લોકોએ દાનની જાહેરાતો કરીને SRLCના મિશન ‘જીવમૈત્રીધામ’ પ્રોજેક્ટ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

    આપણે ભારતમાં અકલ્પનીય પરિવર્તન નિહાળી રહ્યા છીએ, યુકે ભારતને અવગણી શકે નહિઃ લોર્ડ પોપટ

     મૂર કિંગ્સ્ટન સ્મિથનું વાર્ષિક દીવાળી રિસેપ્શન ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિની કદર કરવાનો મહામૂલો પ્રસંગ બની રહ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય સાથે મૂળિયાંને યાદ કરવા ભારતીય ડાયસ્પોરાએ 2 નવેમ્બર ગુરુવારના આ રિસેપ્શનમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

    સટનમાં ભવ્ય રામલીલાનું આયોજન

    ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની અભૂતપૂર્વ ઉજવણીમાં સટનમાં ભવ્ય રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સટનમાં પ્રસિદ્ધ થોમસ વોલ થીએટરમાં 20 ઓક્ટોબર 2023ના દિવસે રામલીલા યોજાઈ હતી અને યુટ્યૂબ પર લાઈવ લિન્ક્સ મારફત વિશ્વભરના ઓડિયન્સ સમક્ષ તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

    નવનાત વણિક એસોસિએશનની સુવર્ણ

    લંડનમાં વસતાં ભારતીય સમુદાયના હિતાર્થે અનેક સંસ્થાન-સંગઠન કાર્યરત છે, પરંતુ આમાં નવનાત વણિક એસોસિએશન (યુકે) મોખરાનું સ્થાન ધરાવે છે. જૈન સમુદાયના હિતોના જતન-સંવર્ધન માટે પ્રતિબદ્ધ આ સંગઠન તેની સ્થાપનાના પાંચ દસકા પૂરી કર્યા છે ત્યારે સુવર્ણ જયંતીની શાનદાર ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સ્મરણિકાના વિમોચન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.

    IDUK ગ્રૂપ દ્વારા સ્લોઉ હાઇ સ્ટ્

    ધ ઇંડિયન ડાયસ્પોરા ઇન ધ યુકે (IDUK) ગ્રૂપ દ્વારા લવ સ્લોઉ (સ્લોઉ BID)ના સહયોગમાં સ્લોઉ હાઇ સ્ટ્રીટ ખાતે શાનદાર દિવાળી પરેડનું આયોજન થયું હતું, જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ-ઉલ્લાસભેર દિવાળી પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે રજૂ થયેલી નૃત્યોની મનમોહક રજૂઆતે ઉજવણીને ચાર ચાંદ લગાવ્યા હતા.

    ગ્રાન્ટ થોર્નટન સાઉથ એશિયા બિઝનેસ ગ્રૂપની દિવાળી ઉજવણીએ લંડનમાં ઝગમગાટ

    ગ્રાન્ટ થોર્નટનની લંડનસ્થિત ફિન્સબરી સ્કવેર ખાતે મંગળવાર 7 નવેમ્બરે દિવાળીની ઉજવણીનો ઝગમગાટ રેલાયો હતો જ્યાં વિશાળ સંખ્યામાં લોકોએ ઉત્સવને દિલથી માણ્યો હતો. યુગાન્ડાના યુકેસ્થિત હાઈ કમિશનર નિમિષા માધવાણીની ઉપસ્થિતિએ ઉજવણીની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. ભારતીય સ્વાદિષ્ટ વાનગીઓની સુંદર પશ્ચાદભૂમાં અનુજ ચંદે OBE અને લોર્ડ કરણ બિલિમોરિયાના પ્રેરણાદાયી સંબોધનો નોંધપાત્ર બની રહ્યા હતા. સુંદર રંગોળી અને ઝગમગ થતાં દીવડા થકી ચમત્કારી વાતાવરણ સર્જાયું હતું.

    નિસ્ડન મંદિરના વોલન્ટીઅર્સના સેવાકાર્યોથી પ્રભાવિત છુંઃ મેયર ખાન

    હિન્દુઓના પ્રકાશપર્વ દિવાળી નિમિત્તે લંડનના મેયર સાદિક ખાન રવિવાર 12 નવેમ્બરે સ્થાનિક કોમ્યુનિટીના હજારો લોકોની સાથે નિસ્ડન મંદિરમાં તહેવારને ઉજવવા સામેલ થયા હતા. વર્તમાન મુશ્કેલ સમયમાં મંદિરની ઉજવણીઓમાં પારિવારિક મૂલ્યો, વ્યક્તિગત આધ્યાત્મિકતા અને કોમ્યુનિટીના દાનની ઉત્કટ ભાવના અને આશાના કિરણનું દર્શન થાય છે. મેયરની ઉપસ્થિતિએ લંડનના સાંસ્કૃતિક વૈવિધ્ય અને સાંપ્રદાયિક સુમેળના મહત્ત્વનું પ્રતિબિંબ દર્શાવ્યું હતું.