અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા (504 ફૂટ) જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયા ધામ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓનું શનિવારે ભવ્ય સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. વિશ્વ ઉમિયા ધામ મંદિર પરિસરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ તેમજ દેશવિદેશમાંથી સંસ્થાના દાતાઓ અને ટ્રસ્ટીઓ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન સમારોહમાં અંદાજિત 1 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો પધાર્યા હતા.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
પાલી જૈનાચાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય લેખેન્દ્ર સૂરીશ્વર મહારાજના દૃઢ નિશ્ચયને કારણે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાન મંદિરનું નિર્માણ સાકાર થયું છે. ગુજરાતના શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થથી 12 કિમી દૂર પાનવા ગામે 8 વીઘામાં આ ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે.
પ્રમુખસ્વામી મહારાજના 102મા જન્મદિવસની સુરત ખાતે થયેલી ઉજવણી દરમિયાન બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં વિદ્વાન સંત, મહામહોપાધ્યાય ભદ્રેશદાસજી સ્વામીને સંસ્કૃત સાહિત્ય અને વૈદિક જ્ઞાનમાં તેમના યોગદાનને બિરદાવવા માટે ‘ડોક્ટર ઓફ સાયન્સ’ (ડીએસસી) અને ‘ડોક્ટર ઓફ લિટરેચર’ (ડી.લિટ.)ની પ્રતિષ્ઠિત માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
માગશર સુદ પૂનમ - 26 ડિસેમ્બરના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સાધુતાની મૂર્તિસમાન સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધાન થયા તેને બે વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સત્સંગ સભા યોજાઈ હતી.
‘પ્રમુખ સ્વામીના પ્રિય પુત્ર...’ મોદીને અબુધાબી મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપતા મહંત સ્વામી મહારાજ
યુએઇના અબુધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય BAPS મંદિરના 14 ફેબ્રુઆરીના રોજ યોજાનારા ઉદ્ઘાટન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પૂ. મહંત સ્વામી મહારાજે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. 28 ડિસેમ્બરે પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસ મંદિરના આગેવાનો સાથે વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને આ આમંત્રણ સુપ્રત કર્યું હતું.
પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં શનિવારે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે SGVP ગુરુકુળ એટલે રાષ્ટ્રભક્તિ, આધ્યાત્મિક્તા અને આધુનિક શિક્ષાનો સમન્વય. સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) દ્વારા છારોડી કેમ્પસ ખાતે આયોજિત મહોત્સવને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, 2024ની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને વડાપ્રધાન તરીકે નરન્દ્ર મોદી ફરીથી બિરાજમાન થશે.
દાઉદી વોહરા સમાજના 53મા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત્રણ દિવસના અમદાવાદ પ્રવાસ દરમિયાન આસ્ટોડિયા વિસ્તારની કુત્બી મસ્જિદમાં 32મા દાઈ સૈયદના કુતુબખાન કુતુબુદ્દીનની પુણ્યતિથિ નિમિત્તે ઉપદેશ આપ્યો હતો. રસેયદના કુત્બુદ્દીનને સરસપુરમાં મઝાર-એ-કૃત્બીમાં દફનાવવામાં આવ્યા છે, જેમનો ગુજરાત જ નહીં સમગ્ર વિશ્વમાં વસતાં સમાજ દ્વારા ખૂબ જ આદર કરાય છે.
અમદાવાદ નજીક જાસપુર ગામે વિશ્વ ઉમિયા ધામ ખાતે રવિવારે NRI પરિવારોનું સ્નેહમિલન યોજાયું હતું.
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે લંડન ‘નીસડન મંદિર’ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઇને નિલકંઠવર્ણીને અભિષેક કર્યો હતો.
વિશ્વ હિન્દી દિવસની ઉજવણી પ્રસંગે ઇંડિયા હાઉસમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના હસ્તે વરિષ્ઠ લેખક શૈલ અગ્રવાલ, પત્રકાર શિવકાંત શર્મા, હિન્દી શિક્ષક શશી વાલિયા અને ધ ભવન - યુકેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. એમ. એન. નંદકુમારા - એમબીઇને હિન્દી સન્માન એનાયત થયું હતું.
