સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નિસ્ડન મંદિરે ભારતીય ડાયસ્પોરા સાથે દીપોત્સવી પર્વ ઉજવતાં જયશંકર દંપતી

    ભારતના વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે રવિવાર 12 નવેમ્બરે નિસ્ડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત લંડનસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને બ્રિટિશ હિન્દુઓ તથા ભારતીય ડાયસ્પોરાના સભ્યો સાથે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. મંદિરના વરિષ્ઠ સ્વામીઓ અને ટ્રસ્ટીઓએ ડો. જયશંકરનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. ડો. જયશંકરે પત્ની ક્યોકો સાથે મંદિરનો ટુંકો પ્રવાસ કર્યો હતો તેમજ શાંતિથી મંદિરના સ્થાપત્યને નિહાળ્યું હતું અને મંદિર તથા અનુયાયીઓ દ્વારા સમગ્ર બ્રિટિશ સમાજને કરાયેલા યોગદાન વિશે જાણકારી મેળવી હતી.

    હનુમાન હિન્દુ ટેમ્પલ-લંડનનું સંચાલન અને કામગીરી રજિસ્ટર્ડ ચેરિટી 1003856 શ્રી દત્ત યોગ સેન્ટર (યુકે) દ્વારા કરવામાં આવે છે. વેસ્ટર્ન ગોળાર્ધમાં હનુમાન હિન્દુ મંદિર સમગ્રતયા લાકડામાંથી નિર્માણ કરાયેલું અને સ્થાપત્યની અજાયબી સમાન એકમાત્ર મંદિર છે. ભગવાન હનુમાનજીને સમર્પિત યુકેનું પ્રથમ મંદિર છે જેની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન અને પ્રેરણા થકી 9 સપ્ટેમ્બર 2016ના દિવસે કરાઈ હતી.

    શાંતિ ભવનના ભવ્ય ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનો સંગમ

    શાંતિ ભવન યુકે ચેપ્ટરના 2023ના ભવ્ય ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાનનો સંગમ જોવા મળ્યો હતો. 9 નવેમ્બર 2023ના દિવસે નં.11 કેવેન્ડિશ સ્ક્વેર ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમમાં શાંતિ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાપિથા રવિ અને અમૃતા હરિશે તેમની યાત્રા નઅને સિદ્ધિઓની અકલ્પનીય કથા સંભળાવી હતી. શાંતિ ભવન યુકે ચેપ્ટરના અધ્યક્ષ જય સિંગાડિઆ અને ઉપાધ્યક્ષ એલેક્સિસ ગોલ્ડને સ્વાગત સંબોધનમાં યુકે ચેપ્ટરની વ્યવસ્થા તેમજ શાંતિ ભવનના કેમ્પસમાં વોલન્ટીઅર્સ તરીકે તેમના અનુભવો વિશે વાત કરી હતી.

    યુવાવર્ગમાં સંસ્કારવૃદ્ધિના HSS (UK)ના કાર્યને બિરદાવતા અમીત જોગીઆ

     હિન્દુ સ્વયંસેવક સંઘ (યુકે) ક્વીન્સબરી ચેપ્ટર દ્વારા 4 નવેમ્બર 2023ના દિવસે વિજયાદશમીના પવિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી અગ્રણીઓ, સ્થાનિક કાઉન્સિલર્સ અને HSS (UK)ના વરિષ્ઠ નેતાઓ આશરે 270 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલ દ્વારા સેલિબ્રેટિંગ ચેન્જમેકર્સ, રેઈઝિંગ વોઈસીસ ઈવેન્ટ યોજાયો

    લાઈફલાઈન્સ ઈન્ટરનેશનલ ટીમ દ્વારા 17 નવેમ્બર 2023ના રોજ સેન્ટ જ્હોન્સ વોટર્લુ ખાતે સેલિબ્રેટિંગ ચેન્જમેકર્સ, રેઈઝિંગ વોઈસીસ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ વિશિષ્ટ ઈવેન્ટ દ્વારા વિશ્વમાં રચનાત્મક અને અસરકારક પરિવર્તન લાવનારી ફ્યુચર લીડર્સ, સત્ય સ્પેશિયલ સ્કૂલ, ક્વેસ્ટ ફોર લર્નિંગ અને  CORD સહિતની સંસ્થાઓ અને વ્યક્તિત્વોને સાંકળી લેવામાં આવ્યા હતા. બાલુજી શ્રીવાસ્તવ  OBEના વડપણ હેઠળ ઈનર વિઝન ઓરકેસ્ટ્રાના સંગીતકારોએ મંત્રમુગ્ધ કરી દેનારું પરફોર્મન્સ આપ્યું હતું.

    સંસ્થા સમાચાર (અંક 25 નવેમ્બર 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ‘દીકરા ભણીગણીને તૈયાર થયા અને...

    તીર્થધામ બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામીના હસ્તે 20 સુશિક્ષિત નવયુવકોની પાર્ષદ દીક્ષા ગ્રહણ વિધિ નિમિત્તે મહાપૂજા સંપન્ન થઈ હતી. જેમાં દીક્ષા લેનારા યુવકોની સાથે એમનો પરિવાર પણ જોડાયો હતો. દીક્ષા વિધિનો લાભ અનેક મુમુક્ષુઓએ પણ લીધો હતો. લાડકવાયા દીકરાને ભગવાન ભજવાના પંથે પ્રયાણ કરવાના વિદાય પ્રસંગે દીક્ષાર્થી યુવકોનાં માતા-પિતા ખૂબ આનંદિત હતાં. દીકરાનો લગ્નપ્રસંગ હોય એમ વરરાજાના માતા-પિતા નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરીને આ પ્રસંગને માણી રહ્યાં હતાં. દીક્ષા ઉત્સવમાં ત્યાગની દીક્ષા ગ્રહણ કરનાર પુત્રને પગે લાગતા પિતા કે પૌત્રના ચરણમાં મસ્તક નમાવતા દાદાના દર્શનથી સૌને આનંદ થયો હતો.

    ભગવાન કર્તાહર્તા છે, એમની મરજી...

    ગાદીસ્થાન બોચાસણમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજનાં સાન્નિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવદિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવદિવાળી નિમિત્તે મંદિરમાં ભગવાન સમક્ષ વિવિધ વાનગીઓનો ક્લાત્મક અન્નકૂટ ધરાવાયો હતો.