લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો માટે તા. ૨૨ અોગસ્ટ ૨૦૧૫ શનિવાર અને તા. ૨૩ અોગસ્ટ રવિવારના રોજ સાંજે ૬ વાગ્યાથી BAPSશ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે પ્રેરણાદાયી મહાઉત્સવની ઉજવણીઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અંતર્ગત બન્ને દિવસે ભવ્ય ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સન્માનીય યોગીજી મહારાજ અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અલૌકિક કલ્પના, સ્વયંસેવકોના પરિશ્રમ તેમ જ વ્યક્તિઓ, પરિવારો અને સ્થાનિક સમુદાયના જીવનમાં મંદિરના પ્રદાનનું બહુમાન કરવામાં આવશે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
નિસ્ડન ટેમ્પલના નામથી લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનને તેમના વાર્ષિક ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD)ની ઉજવણીઓ થકી મહિલાઓને સપોર્ટ અને સશક્તિકરણ તરફ પ્રતિબદ્ધતા બદલ ધ લંડન ફેઈથ એન્ડ બિલીફ કોમ્યુનિટી એવોર્ડ્સ દ્વારા બિરદાવવામાં આવ્યું છે.
દીવ કડિયા જ્ઞાતિ સમાજ-યુકે (DKNS-UK) 25 નવેમ્બર, 2023ના રોજ દિવાળી અને 10મી વર્ષગાંઠની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધામધૂમ, બલૂન્સની કમાનો, તેજસ્વી રંગો અને ઝળહળતા પ્રકાશને સંગ સુંદર સજાવટ સાથેનો આ અતિ ભવ્ય સમારંભ હતો. લાઈવ બેન્ડ, અદ્ભૂત પરફોર્મન્સીસ અને સ્વાદિષ્ટ ભોજને તેને વધુ માણવાલાયક બનાવ્યો હતો.
લોહાણા સમાજ દ્વારા યુગાન્ડા પછી ગુજરાતના ગાંધીનગરમાં 18થી 24 જાન્યુઆરી દરમિયાન લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) 2024નું આયોજન કરાનાર છે. આ બિઝનેસ પ્રદર્શન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.
પીપલગ નજીક સાકાર થયેલા નૂતન સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ મહોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હિન્દુ આધ્યાત્મિકતા અને સ્થાપત્યના સંગમસમા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા કરાઇ હતી. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન પર્વે સાતમી ડિસેમ્બર - ગુરુવારે યોજાયેલા ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સત કેવલ જ્ઞાન સંપ્રદાય - સારસાના અનંત વિભૂષિત જગદગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ તેમજ હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે આ સ્થાને મોટું મંદિર રચવા સંકલ્પ કર્યો હતો, જે મહંતસ્વામી મહારાજ દ્વારા પૂર્ણ થયો છે.
યુએઈના અબુધાબીમાં બની રહેલાં પહેલા હિન્દુ મંદિરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં જ અહીં મંદિરના સાત શિખરમાંથી પ્રત્યેક શિખર પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ અમૃત કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મવિહારી સ્વામી, સંતો સહિત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
અયોધ્યા રામમંદિર પહેલાં ઓડિશાની નવીન પટનાયક સરકારે પુરીમાં શ્રી મંદિર પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. હવે પુરીમાં રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના 7 દિવસ પહેલા ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. જગન્નાથ મંદિર કોરિડોર ઉદ્ઘાટન કાર્યક્રમ 15થી 17 જાન્યુઆરી વચ્ચે નિર્ધારિત છે. આ માટે ચાર ધામ સહિત 1000થી વધુ મંદિરોમાં આમંત્રણ મોકલાયા છે.
નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિખ્યાત ગાયક મુકેશની જન્મ શતાબ્દીની સૂરિલી ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર અને Asian Voice દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 73મી પૂણ્યતિથિએ સંગત સેન્ટર - હેરો ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું.
સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર - મણિનગર ખાતે શનિવારે પૂર્ણ પુરષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના ગ્રંથ વચનામૃતની 204મી જયંતીની ઉજવણી કરાઈ હતી.
