સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 4 નવેમ્બર 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મેયરની દીવાળી ઉજવણીઃ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત ઐતિહાસિક ‘સિંદૂર ખેલા’

    જાહેર જનતા માટે લંડનના મેયરની સત્તાવાર દીવાળી ઉજવણીમાં યુકેના ઈતિહાસમાં રવિવાર 29 ઓક્ટોબરે સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત શ્વેત અને લાલ રંગોની સાડી ધારણ કરેલી સ્ત્રીઓએ ‘સિંદૂર ખેલા’ નું આયોજન કર્યું હતું. બંગાળમાં હિન્દુ પરંપરા સિંદૂર ખેલા અનુસાર દુર્ગા પૂજાના આખરી દિવસ વિજયા દશમીએ સ્ત્રીઓ એકબીજાને સિંદૂર લગાવે છે. આ સાથે મા દુર્ગાના પરંપરાગત સ્વાગતના ઉપયોગમાં લેવાતી પાન, હાથપંખા, મીઠાઈઓ સહિતની વસ્તુઓનું આદાનપ્રદાન કરવામાં આવે છે.

    HBG આયોજિત દ્વિતીય થેમ્સ દુર્ગા પરેડમાં બંગાળના ભાટિયાલી લોકગીતો છવાયાં

    2022માં પ્રારંભિક થેમ્સ દુર્ગા પરેડની અભૂતપૂર્વ સફળતા પછી યુકેસ્થિત બિનનફાકારી સંસ્થા હેરિટેજ બંગાળ ગ્લોબલ (HBG) દ્વારા 28 ઓક્ટોબર શનિવારે બે માળના વહાણ સાથે દ્વિતીય થેમ્સ દુર્ગા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના બંગાળમાં મુખ્યત્વે મૂળિયાં ધરાવતા બંગાળી ડાયસ્પોરાની બનેલી આ સંસ્થાના કાર્યક્રમમાં ગત વર્ષ કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દુર્ગા માતાની પ્રતિમાને ‘દુર્ગા માતા કી જય’ના જોરદાર બૂમરાણ તેમજ ઢાક (નગારા) અને કાન્સોર ઘોન્ટા (મંજીરા-કરતાલ)ના નાદ સાથે બ્લેકફ્રીઆર્સથી કેનારી વ્હાર્ફથી વોટર્લુ થઈને ખુલ્લા ટાવર બ્રિજ તરફ વહાણમાં લઈ જવાયાં પછી પરત લાવવામાં આવી હતી. આ સમયે મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા આયોજિત કોલકાતાના રેડ રોડ કાર્નિવલની લાગણીઓ પુનઃ તાજી થઈ હતી.

    શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ યોજાશે

    શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા 2023નો ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ ગુરુવાર 9 નવેમ્બરે લંડનમાં યોજાનાર છે. શાંતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘લંડનમાં No.11, કેવેન્ડિશ સ્ક્વેરના સુંદર વાતાવરણમાં સંગીતની સાથે આ ફંડરેઈઝિંગ ઈવેન્ટમાં નેટવર્કિંગ સાંજ માટે આપને અમારા ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અજિત જ્યોર્જ, બોર્ડ મેમ્બર્સ અને અમારા સમર્થકોને મળવા આમંત્રિત કરીએ છીએ.

    ગોંડલમાં ગુણાતીતાનંદ સ્વામીન...

    અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ શરદપૂર્ણિમાને દિવસે થયો હતો. આ વર્ષે તેમના 239મા અક્ષર જન્મોત્સવની ઉજવણી ગોંડલ ખાતે અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંજે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં શરદોત્સવની સભાનું આયોજન થયું હતું. આ સભામાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંતો-મહંતો અને હજારો હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

    કુમકુમ મંદિર દ્વારા શરદપૂર્ણ

    શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 102મી પ્રાગટ્ય જયંતી પ્રસંગે શરદપૂર્ણિમા અને ચંદ્રગ્રહણની થીમ ઉપર 14 ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

    20મા વાર્ષિક અહિંસા દિનની હાઉસ ઓફ કોમન્સમાં ઉજવણી

    હાઉસ ઓફ કોમન્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન-ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા 24 ઓક્ટોબર, મંગળવારે 20મા વાર્ષિક અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના હાઉસ ઓફ કોમન્સ ખાતે વાર્ષિક અહિંસા દિન ઉજવાય છે જ્યારે પાર્લામેન્ટ, જૈન અને અન્ય ધાર્મિક કોમ્યુનિટીઓ અને વિદ્વાનો સહિત ખ્યાતનામ વ્યક્તિત્વો અને મહાનુભાવો એક સાથે આવે છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્...

    પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના સભ્યો માટે તાજેતરમાં રંગેચંગે દિવાળી સેલિબ્રેશન યોજાયું હતું. 5LPના નામે જાણીતી આ સંસ્થા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લામાં આવેલા બાલિસણા, સંડેર, મણુંદ, વાલમ અને ભાન્ડુના મૂળ વતની અને બ્રિટનમાં વસતાં પાટીદારોને એકતાંતણે બાંધે છે.