નારાયણ સેવા સંસ્થાને (NSS) નોંધપાત્ર માનવતાવાદી પ્રયાસમાં કેન્યાના વિવિધ શહેરોમાં 20થી 30 જાન્યુઆરી 2024ના ગાળામાં ફ્રી કેમ્પ્સનું આયોજન કર્યું હતું અને 602થી વધુ જરૂરિયાતમંદ વિકલાંગોને નારાયણ મોડ્યુલર લિમ્બ્સનું વિતરણ કર્યું હતું. નાઈરોબી, કિસુમુ, કિસ્સી, મેરુ અને મોમ્બાસામાં આયોજિત કેમ્પ્સમાં સંખ્યાબંધ વ્યક્તિને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવનારા પ્રોસ્થેટિક અવયવોની ભેટ અપાઈ હતી. કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર રાઈલા ઓડિંગાના પત્ની ડો. ઈડા ઓડિંગાએ કિસુમુ શિબિરમાં ખાસ હાજરી આપી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટિશ એશિયન ટ્રસ્ટે આગામી પાંચ વર્ષના ગાળામાં ભારતના ચાર મિલિયન બાળકોને શૈક્ષણિક સપોર્ટ પૂરો પાડવા પ્રાઈવેટ કંપનીઓ, ચેરિટીઝ અને એજ્યુકેશનલ સંસ્થાઓના શક્તિશાળી કોન્સોર્ટિયમ થકી LiftEd ઈનિશિયેટિવ લોન્ચ કર્યું છે. આ પહેલ બાળકોમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી (FLN) એટલે કે અક્ષરજ્ઞાન અને ગણિતના પાયાના જ્ઞાનને શીખવામાં મદદ કરશે.
ધ ભારતીય વિદ્યાભવન, લંડન દ્વારા 27 અને 28 જાન્યુઆરી, 2024ના વીકએન્ડના ગાળામાં વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણીઓ કરવામાં આવી હતી. ભવન્સ ખાતે ફાઉન્ડર્સ ડેની ઉજવણી પરફોર્મર્સ અને ઓડિયન્સ માટે વિશિષ્ટ અનુભવ બની રહે છે. બંગાળી મ્યુઝિક, સિતાર અને તબલા ટેબ્લો, વાંસળીના સૂર, મૃદંગમ, વાયોલીનની મધુરતા, ઓડિસ્સી, કથક, કુચિપુડી અને ભરતનાટ્યમના તાલ સહિત વિવિધ કળા સ્વરૂપને ઓડિયન્સ સમક્ષ રજૂ કરતા વિદ્યાર્થીઓની ગુણવત્તા અને આત્મવિશ્વાસ તેમજ સંસ્કૃત, હિન્દી અને બંગાળી ભાષા અને કવિતાની સુંદરતા દર્શનીય બની રહ્યા હતા.
નવનાત વડીલ મંડળ દ્વારા માદરે વતન ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગીતસંગીત સાથે યોજાયેલા આ કાર્યક્રમની લોકોએ મનભરીને મજા માણી હતી. વ્હેલી સવારથી, મન મોહી લ્યે તેવી ઠંડીમાં, સૂર્યનારાયણ પ્રકાશિત થયા હોવાથી વાતાવરણ મનમોહક હતું. સભ્યો અને મહેમાનો અનેરા ઉત્સાહથી થનગનતા હતા.
લંડનના બ્રેન્ટફર્ડમાં આવેલા હનુમાન હિન્દુ ટેમ્પલ ખાતે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી પ્રસંગે તાજેતરમાં લાગલગાટ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની સોમવારે અબુ ધાબીમાં પધરામણી સાથે જ મિડલ ઇસ્ટનો ભારતીય સમુદાય હિન્દુ ધર્મના રંગે રંગાયો છે. મહંત સ્વામીના ત્રણ સપ્તાહના યુએઇ વિચરણ દરમિયાન મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તા. 10થી 21 ફેબ્રુઆરી ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ યોજાશે.
યુએઇના આ શહેરમાં બીએપીએસ દ્વારા નિર્માણ પામેલા આ ભવ્ય મંદિરનું લોકાર્પણ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે એક ઐતિહાસિક પ્રસંગને યાદ કરવો રહ્યો. ગયા મે મહિનામાં 42થી વધુ દેશોના રાજદૂતોએ એક સાથે આ મંદિરની મુલાકાત લઇને ઇતિહાસ રચ્યો હતો. મુલાકાત લીધી હતી. કોઇ ધાર્મિક સ્થળની 42થી વધુ દેશોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હોય એવી વિશ્વની આ પ્રથમ ઘટના હતી. આ અપવાદરૂપ ઘટના ભારત અને યુએઇના એકસમાન દૃષ્ટિકોણનું પ્રતિક બની ગઇ હતી. આ ઘટનાએ સહિષ્ણુતા, કોમી સૌહાર્દ અને રાજદ્વારી સંબંધોને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
ધ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ, શિકાગો (FIA CHICAGO)એ ભારતનો 75મો પ્રજાસત્તાક દિન ધામધૂમથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં આપણા સમૃદ્ધ વારસા, જે સંઘર્ષ પછી આઝાદી હાંસલ કરાઈ તેમજ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાદાયી બની રહે તેવા ઉત્સાહનો સમાવેશ થયો હતો.
ધ ભવન દ્વારા ગુરુવાર 8 ફેબ્રુઆરી 2024ના રોજ ભારતના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ એન નંદકુમારા MBE દ્વારા પરંપરાગત વેદિક પ્રાર્થનાગાન સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો.
વર્લ્ડ સ્પિરિચ્યુઆલિટી મહોત્સવ 2024 માર્ચ મહિનાઓમાં યોજાઈ રહ્યો છે ત્યારે 12 ફેબ્રુઆરી સોમવારે ઝૂમ બેઠકમાં ગ્લોબલ ગાઈડ ઓફ હાર્ટફૂલનેસ દાજી અને ડાયરેક્ટર ઓફ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર શ્રી રાજીવ કુમારે વિવિધ ધર્મો, આસ્થા, યોગ અને આધ્યાત્મિક સંસ્થાઓના 75થી વધુ મહાનુભાવોને સંબોધન કર્યું હતું. હાર્ટફૂલનેસના વૈશ્વિક વડા મથક કાન્હા શાંતિ વનમ ખાતે 14થી 17 માર્ચ દરમિયાન યોજાનારા મહોત્સવનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીના હસ્તે કરાનાર છે.
