યુકેમાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરિને રાજધાની નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનું સૌભાગ્ય સાંપડ્યું હતું. આ મુલાકાત ભારત અને બાકીના વિશ્વ વચ્ચે મજબૂત સંબંધો ઘડવાની ભારતીય ડાયસ્પોરાની પ્રતિબદ્ધતાના પુરાવા સ્વરૂપ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સાત અમિરાતના દેશ યુએઇ (યુનાઇટેડ આરબ અમિરાત)ના પાટનગર અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસંત પંચમી પર્વે આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. બીએપીએસ દ્વારા નિર્મિત આ મંદિરમાં હિન્દુ ધર્મના દેવી-દેવતાઓના દર્શન, મહાત્મ્યને જાણી શકાય છે. એક સમય હતો જ્યારે આ દેશમાં પર્સમાં જો ભગવાનનો ફોટો રાખ્યો હોય અને તપાસ દરમિયાન તે મળી આવે તો ફોટો ફાડી નાખવાની ફરજ પાડવામાં આવતી હતી. તો પછી આ હિન્દુ મંદિર માટે જમીન કેમ આપી? ત્યારે અબુ ધાબીના શાસકે કહ્યું હતું, ‘મહંતસ્વામી લોકોને સારા બનાવે છે.’
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) દ્વારા અબુ ધાબીની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌથી મોટા હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહનો રવિવારે - 11 ફેબ્રુઆરીથી વિશ્વ સંવાદિતા યજ્ઞ સાથે પ્રારંભ થઇ ગયો છે. પ.પૂ. મહંત સ્વામી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વસંત પંચમી પર્વે ખુલ્લા મૂકાનારા આ હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત પ્રેરણાદાયી કાર્યક્રમોની હારમાળા યોજાઇ છે, જે 21 ફેબ્રુઆરી સુધી ચાલશે.
મિડલ ઇસ્ટની ધરતી પર સાકાર થયેલા પશ્ચિમ એશિયાના સૌપ્રથમ અને સૌથી મોટા શિખરબદ્ધ હિન્દુ મંદિરના લોકાર્પણ સાથે જ માનવ ઇતિહાસનો સ્વર્ણિમ અધ્યાય લખાયો છે. વસંત પંચમી પર્વે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આ ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક એકતા અને સૌહાર્દનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.
અબુ ધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. જોકે હાલમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અબુ ધાબીના આ બીએપીએસ હિંદુ મંદિરમાં અનેક સભ્યતાઓ અને સંસ્કૃતિઓનો સંગમ કરાયો છે. અહીં ભારતની પવિત્ર નદીઓના જળથી સરોવર તૈયાર કરવાની સાથે ભારત તેમજ અરબ દેશોમાં જોવા મળતા વૃક્ષોનો પણ ઉછેર કરાયો છે. આ વૃક્ષોની સાથે આ મંદિર પરિસરમાં વિશ્વમાં ઐતિહાસિક સ્થાન ધરાવતા ‘સબફોસિલ ઓક’ વૃક્ષો પણ રાખવામાં આવ્યા છે.
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમ દેશની ધરતી પર ઇતિહાસ રચાયો છે. સનાતન હિન્દુ ધર્મની આધ્યાત્મિકતા, સ્થાપત્ય અને વૈશ્વિક સંવાદિતાના અભૂતપૂર્વ પ્રતીક સમાન બીએપીએસ હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ મંદિર આધ્યાત્મિક્તા અને વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક બની રહેશે. પશ્ચિમ એશિયાના સૌથી મોટા અને ભવ્યાતિભવ્ય શીખરબદ્ધ મંદિરનું 14 ફેબ્રુઆરી - વસંતપંચમી પર્વે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લુ મૂકાયું હતું.
વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન, વિશ્વ હિંદુ પરિષદ અને અખિત ભારતીય સંત સમિતિના સંયુક્ત ઉપક્રમે શનિવારે વિશ્વ ઉમિયાધામ ખાતે 30 ઓક્ટોબર 1990 તથા 6 ડિસેમ્બર 1992માં અયોધ્યા રામજન્મભૂમિ મુક્તિ અભિયાનમાં જોડાયેલા કારસેવકોનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) - પ્રેસ્ટન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ સાંજે 6.30 વાગ્યે GHS મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો.
ગુજરાત સમાચાર - Asian Voice દ્વારા ચેટ શો ‘એશિયન બિઝનેસ લાઇવ’નો પ્રારંભ કરાયો છે, જેના પહેલા મણકામાં જાણીતા વક્તા અને મોટીવેટર પીકફોર્ડ્સ મૂવ મેનેજમેન્ટ લિમિટેડના ચેરમેન યોગેશ મહેતા હાજર રહ્યા હતા.
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રદ્ધાળુઓનું પૂર ઊમટી પડયું છે. છેલ્લા 21 દિવસમાં દરરોજ બેથી અઢી લાખ ભક્તો રામલલાનાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મંદિર સવારે સાડા છ વાગ્યાથી રાતના દશ વાગ્યા સુધી નિરંતર ખુલ્લું રખાય છે. રામલલાને વિશ્રામ નથી મળતો. રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અયોધ્યામાં ઊમટી રહેલા ભક્તોને જોતાં કહ્યું કે, રામલલાએ 15 કલાક જાગવું ઉચિત નથી. પાંચ વર્ષના બાળકને આરામ પણ મળવો જોઈએ. લોકોનો મત છે કે પાંચ વર્ષના બાળકના રૂપમાં પૂજાતા ભગવાન રામને વચ્ચે વચ્ચે સારી રીતે વિશ્રામની જરૂર છે.
