ઓસ્ટ્રોલિયાના ગેટનમાં આવેલા બીએપીએસના નવા મંદિરના ઉદ્ઘાટન નિમિત્તે બે દિવસીય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉદઘાટન પહેલાં ગેટનમાં તમામ મૂર્તિઓની સાથે નગરયાત્રા કાઢવામાં આવી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ઉમિયાભક્તો ઊમટી પડયા હતા.
યુએઈના આરસના પ્રથમ હિન્દુ મંદિરને જાહેર પ્રજા માટે ખુલ્લુ મૂકાયા પછીના પ્રથમ રવિવાર, 3 માર્ચે આશરે 65,000 મુલાકાતી ભક્તો ઉમટી પડ્યા હતા. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે BAPS હિન્દુ મંદિરમાં દર્શન કરવા રવિવારની સવારે 40,000 અને સાંજે 25,000 મુલાકાતીઓ આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવવા છતાં કોઈને ભીડ નડી ન હતી. એક મુલાકાતી સુમંત રાયે ક્રાઉડ મેનેજમેન્ટની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘આટલા હજારો લોકોની હાજરીમાં વ્યવસ્થા જળવાઈ હોવાનું મેં કદી નિહાળ્યું ન હતું. મને ચિંતા હતી કે મારે કલાકો સુધી રાહ જોવી પડશે અને શાંતિપૂર્વક દર્શન કરવા મળશે નહિ. પરંતુ, અમને સુંદર દર્શન થયા ને સંતોષ મળ્યો છે.’
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતા ‘વંદુ સહજાનંદ’ના ધ્યાનના પદોને 200 વર્ષ પૂર્ણ થયાં છે તે પ્રસંગે સમયખંડમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના સંતો જે રીતે સત્સંગ સભામાં બિરાજમાન થયા હતા એ પ્રસંગને મંચ ઉપર આબેહુબ તૈયાર કરવામાં આવ્યાં હતાં, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામમંદિર સુધીની વર્ષ 2024ની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન કરાયું હતું.
વિવિધ પશ્ચાદભૂ અને વય સાથેની 1300થી વધુ મહિલાએ 9 માર્ચ 2024ના દિવસે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેની ઉજવણી નિમિત્તે નીસ્ડન મંદિર તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. દિવસનો આરંભ વિમેન ઓફ ધ વર્લ્ડ (WOW) ફાઉન્ડેશનની WOW ગર્લ્સ ફેસ્ટિવલ બસના સત્કાર સાથે કરાયો હતો. ફેસ્ટિવલ બસના સમગ્ર યુકેના પ્રવાસના આખરી તબક્કામાં ફાઉન્ડેશને નીસ્ડન ટેમ્પલની પસંદગી કરી હતી. ક્વીન કેમિલાના પ્રમુખપદના પેટ્રોનેજ હેઠળ WOW ફાઉન્ડેશન લૈંગિક સમાનતાની હિમાયત કરવા સાથે વિશ્વભરની સ્ત્રીઓ અને છોકરીઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને ઉજવતો ‘હોલિકાદહન’ ઉત્સવ સૌપ્રથમ વખત લેસ્ટર પાર્કમાં ઉજવાશે. રંગોના ઉત્સવ તરીકે પણ ઉજવાતો આ તહેવાર આ વીકએન્ડ પર રુશી મીડના રુશી ફિલ્ડ્સ ખાતે ઉજવવામાં આવનાર છે. હોલિકાદહન રવિવાર 24 માર્ચે છે. વિધિનો આરંભનો સમય 4.30pmનો છે અને સમાપન 8.30pm કલાકે થશે. હિન્દુઓ માટે હોળીનો તહેવાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. આ તહેવાર વસંતના આગમન અને શિયાળાના અંતનું પ્રતીક છે.
લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS)ના સંયુક્ત ઉપક્રમે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરના જેવી ગોકળ હોલમાં ઈન્ટરનેશનલ વિમેન્સ ડે (IWD) ઈવેન્ટનો ઉદઘાટકીય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં 300થી વધુ સન્નારી અને સદ્ગૃહસ્થો ઉપસ્થિત રહ્યાં હતાં. LCNLના સેક્રેટરી અમિત ચંદારાણા દ્વારા ભાવભીના સ્વાગત સાથે ઈવેન્ટનો આરંભ થયો હતો જે પછી પ્રેસિડેન્ટ મીનાબહેન જસાણીએ કેન્સરને પરાજિત કરવાની તેમની હિંમતપૂર્ણ યાત્રાનું પ્રેરક વર્ણન કર્યું હતું.
કુએર્ડન વેલી પાર્ક અને ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ના સંયુક્ત ઉપક્રમે રંગબેરંગી હોળી દોડ (હોળી કલર રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. 250 પુખ્ત વ્યક્તિ અને બાળકોએ આ દોડમાં ભાગ લઈ તેને ભવ્ય સફળતા અપાવી હતી. આ રંગદોડનો હેતુ હોળીના ઉત્સવને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ યજમાન સમુદાય વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિ સર્જવાનો હતો. બંને સંસ્થાઓના વોલન્ટીઅર્સે આ ઈવેન્ટને સફળ બનાવવા સાથે રહી કામગીરી બજાવી હતી.
