સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    FICCI UKઅને HCI દ્વારા TechXchange 2024 ઈવેન્ટ

     FICCI UKઅને ભારતીય હાઈ કમિશન દ્વારા TechXchange 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતીય ટેક બિઝનેસીસ માટે વિપુલ તક દર્શાવવા માટે આ વિસ્તૃત સત્ર કેનરી વ્હાર્ફના વન કેનેડા સ્ક્વેરમાં લેવલ 39 ખાતે યોજાયું હતું. ઈન્ટરનેશનલ વિમેન્સ ડે અને મહાશિવરાત્રિની ઉજવણીની સાથોસાથ આયોજિત ઈવેન્ટમાં પ્રિયા ગુહા MBE દ્વારા અદ્ભૂત પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

    અમેરિકામાં છવાયો અયોધ્યા મંદ

    અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને ગત 22 જાન્યુઆરીએ આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયાની ખુશીમાં અમેરિકામાં સોમવારથી રામમંદિર રથયાત્રાનો શુભારંભ થયો છે. શિકાગોથી શરૂ થયેલી આ રથયાત્રા બે મહિનામાં અમેરિકાના 48 સ્ટેટના 851 મંદિરો સુધી પહોંચશે અને લગભગ 13 હજાર કિમીથી વધુ અંતર કાપશે, તેમ રથયાત્રાના આયોજકોએ જણાવ્યું છે.

    લેખક પ્રફુલ્લ કાનાબારના વાર્

    અમદાવાદમાં યોજાયેલા અચલા ફાઉન્ડેશનના વાર્ષિક કાર્યક્રમ અને એજ્યુકેશનલ સેમિનારમાં કેરળના ગવર્નર આરીફ મોહમદ ખાનના હસ્તે લેખક પ્રફુલ્લ કાનાબારના પુસ્તક ‘વાર્તાવિહાર’નું વિમોચન થયું હતું.

    અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિર

    A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ - ઉદારતા, સંસ્થાનો સર્વધર્મ સમભાવનો અભિગમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતા અને પ.પૂ. મહંત સ્વામી મહારાજની આધ્યાત્મિક તથા સમર્પિત પવિત્રતાનું પ્રતીક છે. 

    અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ

    10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ચર્ચાનો એક વિષય હતો મંદિર પ્રોજેક્ટ. 

    જીવનભરનું ભાથું બની રહ્યાો છે...

    અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી નિહાળવાના મને અસંખ્ય અમોલા અવસર પણ સાંપડ્યા છે. જરાક ભૂતકાળમાં ડોકિયું કરીએ તો...

    બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને

    A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

    ‘કવિતા ઉત્સવ’ થકી ઋતુરાજ વસંત

    વેમ્બલીના માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશનની ગુજરાતી શાળાના બધા જ વિદ્યાર્થીઓએ શનિવાર 23 માર્ચના રોજ ઋતુરાજ વસંતને આવકારતો ‘કવિતા ઉત્સવ’ આનંદઉલ્લાસથી ઉજવ્યો હતો. શાળાના અધ્યક્ષ પ્રભાબહેન જીવણે સહુને આવકાર્યા હતા તો સંસ્થાના પ્રમુખ મિનલબહેન કુંદનભાઇ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓએ સમૂહમાં ભાવથી પ્રાર્થના ગાઈ હતી.

    ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સે...

    ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

    ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્કવેરમા

    અમદાવાદના સીમાડે જાસપુરમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્ક્વેર બિઝનેસ પાર્કની ઈમારતો પર દર્શાવાઈ હતી. આ પહેલાં 500થી વધુ એનઆરઆઈએ ટાઇમ્સ સ્ક્વેર પર એકત્રિત થઈને મા ઉમિયાનો જય જયકાર કર્યો હતો ત્યાર બાદ ગરબે ઘૂમ્યા હતા.