ખોજા શિયા ઈસ્નાઅશરી મુસ્લિમ કોમ્યુનિટીઝની યુકે સ્થિત ચેરિટેબલ સંસ્થા વર્લ્ડ ફેડરેશનના ખોજા હેરિટેજ પ્રોજેક્ટ (કેએચપી) હેઠળ ખોજા હેરિટેજ ટૂર શરૂ કરવામાં આવી છે. આ ટૂર દ્વારા ખોજા શિયા ઇસ્નાઅશરી સમુદાયના વિદેશમાં વસતા લોકોને ભારતમાં તેમના ઐતિહાસિક વારસા સાથે જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
‘નાસા’ અને સ્પેસએક્સના સંયુક્ત ઉપક્રમે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર લેન્ડિંગ કરનાર આઈએમ-1ની કોમર્શિયલ લેન્ડરની ડિસ્કમાં પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય અને જીવન ભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો.
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી નવેમ્બરમાં બ્રિટનની મુલાકાતે આવે તેવી શક્યતા છે ત્યારે શ્રી મોદીજીને એક આવેદન પત્ર અર્પણ કરવામાં આવશે. આ અંગે અમે ગત તા. ૮ અોગસ્ટ ૨૦૧૫ના રોજ પાન નં. ૫ ઉપર આપના પ્રતિભાવ માંગી ચૂક્યા છીએ. જેમાં આપ નીચેના વિષયો પર આપના સૂચનો કમલ રાવને ઇમેઇલ [email protected] અથવા તો ટપાલ કે ફેક્સ 020 7749 4081 ઉપર લખી શકો છો. આવેદનપત્રને આખરી ઓપ આપી સપ્ટેમ્બર માસની શરૂઆતમાં વડા પ્રધાન મોદીને મોકલી અપાશે. તમારા પ્રતિભાવો સોમવાર, ૩૧ ઓગસ્ટ, ૨૦૧૫ સુધીમાં મોકલી આપવા આમંત્રણ છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કર્ણાટકના વેનુર ખાતે નવ દિવસીય મહામસ્તકાભિષેક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે.
સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ રહ્યું છે. મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 અને 3 માર્ચ 2024ના રોજ સવારના 9.00 કલાકથી યોજાનાર છે જેમાં સર્વ ભક્તોને હાજરી આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગર ખાતે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ કિશોરો અને યુવાનોએ સમૂહમાં ગુજરાતી ભાષામાં લખાયેલા ધર્મગ્રંથોનો પાઠ કર્યો હતો.
ઝી ટીવીના વિશિષ્ટ કોમ્યુનિટી શો ‘આઉટ એન્ડ એબાઉટ’ સાથે વધુ એક રોમાંચક વીકએન્ડ માટે તૈયાર થઈ જાઓ!
* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવ્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6SE ખાતે તા. ૩૦-૮-૧૫ રવિવાર બપોરે ૩થી ૫ દરમિયાન સુધાબેન અને ભુપેન્દ્રભાઇ પરિવાર તરફથી સંત સંઘનું આયોજન કરાયું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: મફતભાઇ શાહ 020 8998 4686.
પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ પ્રસંગે તા. ૧૪-૯-૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે મા ચેરીટી ટ્રસ્ટ દ્વારા સર્વધર્મીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીજી દીદીમા પૂ. સાધ્વી ઋતંભરાજીના વિવિધ કાર્યને ખૂબજ આદરપૂર્વક સહયોગ આપે છે અને તાજેતરમાં જ મોદીજીએ ગુજરાતના ડાકોર ખાતે આવેલા વાત્સ્લય ગ્રામ પ્રોજેક્ટનું શીલારોપણ કર્યું હતું.
