ગુજરાત સમાચાર - Asian voice દ્વારા 26 એપ્રિલના રોજ હાઉસ ઓફ લોર્ડ્સમાં સમર્પણ ધ્યાન પ્રવચનનું આયોજન કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી સોમવાર, 29 એપ્રિલ, 2024ના રોજ 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં સૌપ્રથમ વખત યોજાઈ હતી. આ ઉજવણીનું યજમાનપદ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર, ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર અને કેબિનેટ ઓફિસમાં સેક્રેટરી ઓફ સ્ટેટ ઓલિવર ડાઉડેન CBE MP એ સંભાળ્યું હતું.
સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો તાજેતરમાં અમૃતસર (પંજાબ) પાસે આવેલી વાઘા બોર્ડરે પધાર્યા હતા અને દેશ માટે ખડે પગે સેવા કરનાર સૈનિકોની સેવાને બિરદાવી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
તાજેતરમાં નવનાત ભગિની સમાજના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખપદે સરોજબેન વારિયાની અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન વોરાની વરણી કરવામાં આવી હતી.
હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા તેના બકિંગહામશાયર ચેપ્ટરનું સફળ લોન્ચિંગ કરાયું છે અને ફોરમનું વિસ્તરણ ચાલુ રહેવાની જાહેરાત પણ કરાઈ છે. બીજી મે, 2024ના રોજ આયોજિત ઈવેન્ટમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો, સ્લાઉ બરોના કાઉન્સિલરો, ઉત્સાહી વોલન્ટીઅર્સ, IDUK કમિટી સભ્યોએ સાથે મળીને હિન્દુ કોમ્યુનિટીમાં આર્થિક વૃદ્ધિના વિકાસની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી.
શ્રી સિદ્ધિ વેંકટેશ દેવસ્થાન દ્વારા આયોજિત શ્રીલંકાસ્થિત અશોક વાટિકાની યાત્રાનો 10માર્ચ, 2024ના રોજ આરંભ થયો હતો. રામાયણ સર્કિટના પવિત્ર સ્થળોને આવરી લેતી આ 10 દિવસની યાત્રામાં ટ્રેઈન, ફ્લાઈટ્સ અને લક્ઝરી કોચ થકી પ્રવાસમાં શ્રીલંકાના અન્ય મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળોને પણ સમાવી લેવાયા હતા. યાત્રિકો 8 દિવસ શ્રીલંકામાં વીતાવી 21 માર્ચે જલગાંવ પરત આવ્યા હતા.
ઉત્તરાખંડમાં 10 મે - અખાત્રીજથી શરૂ થઈ રહેલી ચાર ધામ યાત્રાનો ઉત્સાહ ઘણો વધુ જોવા મળી રહ્યો છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના ચાર જ દિવસમાં 14 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નામ નોંધાવ્યા છે. ગયા વર્ષે ચાર મહિનામાં 55 લાખ શ્રદ્ધાળુ આવ્યા હતા તે જોતાં આ વખતે વિક્રમ તૂટે તેવી શક્યતા છે.
યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું હતું. એવોર્ડવિજેતા ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂર, અભિનેતા નીલ ભૂપાલમ અને ડાયરેક્ટર જેસલ શાહ સહિત ‘બેબી ક્રાસ્ટો’ ફિલ્મની ટીમ પ્રીમિયરમાં ખાસ ઉપસ્થિત રહી હતી. પ્રીમિયર પછી ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તાજેતરમાં ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત લઈ સ્વયંસેવક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે જરુરિયાતમંદોને પોષણયુક્ત અને પર્યાવરણને મદદગાર ભોજન પુરું પાડવાના સંસ્થાના પ્રયાસોમાં સહકાર આપ્યો હતો. ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત દરમિયાન પ્રાઈમ મિનિસ્ટરે ઓછો ખર્ચાળ અને પૌષ્ટિક ભોજન વિગન ખીચડી તૈયાર કરવામાં મદદ કરી હતી. ધર્મ, સેવા, અને અહિંસાના કેન્દ્રિત સિદ્ધાંતો અને વધુ કરૂણાયુક્ત વિશ્વની રચનાના વ્યાપક વિઝન સાથેના ‘ફીડ એવરીવન’ કેમ્પેઈનના ભાગરૂપે આ ગો ધાર્મિક સંસ્થાની નોંધપાત્ર પહેલ છે.
