જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિધ્ધ તીર્થધામ વડતાલ ખાતે ચૈત્ર સુદ એકાદશીના શુભ દિને વડતાલ ગાદીપતિ આચાર્ય પૂ. રાકેશપ્રસાદજી મહારાજે ગોપાળાનંદ સ્વામીના આસને સાત પાર્ષદો પૈકી બે પાર્ષદોને બ્રહ્મચારી તથા પાંચ પાર્ષદોને ભાગવતી દીક્ષા આપી હતી. પૂ. આચાર્ય મહારાજ ગાદી આરૂઢ થયા બાદ આજદિન સુધી કુલ 899 પાર્ષદોને ભાગવતી દીક્ષા અપાઇ છે.
ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.
દુનિયાભરમાં આજે અનેક દેશ યુદ્ધોમાં અટવાયેલા છે ત્યારે ભારતીય તીર્થંકરોના ઉપદેશ વધુ પ્રાસંગિક બન્યા છે. દુનિયાએ તેમને અનુસરવાની જરૂર છે. આજે વિભાજિત વિશ્વમાં ભારત ‘વિશ્વ બંધુ' તરીકે પોતાની જગ્યા બનાવી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે 2024ના વર્ષમાં 1,161 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ (એફડી) જમા કરાવી છે, જે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી એક વર્ષમાં કરાયેલી સૌથી વધુ રકમની એફડી છે.
જ્યોર્જિયા સ્ટેટમાં એસજીવીપી ગુરુકૂળ દ્વારા કળશયાત્રા યોજાઇ હતી, જેમાં 500થી મહિલાઓએ રંગેચંગે ભાગ લીધો હતો, અને અત્રે સાકાર કરાયેલા માનસરોવરનું પૂજન કર્યું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા ચાર દાયકામાં વિસ્તરેલી નિઃસ્વાર્થ સેવા અને કોમ્યુનિટી વિકાસ ભાવના કામગીરીની નોંધપાત્ર યાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટ 31 માર્ચ 2024ના રોજ બકિંગહામશાયરમાં ગેરાર્ડ્સ કોમ્યુનિટી એસોસિયેશન ખાતે યોજવામાં આવ્યો હતો.
એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 27 એપ્રિલ 2024ના શનિવારે વ્યાપક કોમ્યુનિટી સાથે એઈલ્સબરીમાં રંગોના વસંતોત્સવ હોળીની રંગીન ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુઓ વસંતઋતુના આરંભની યાદ તરીકે એકબીજા પર સુકા રંગો નાખી આનંદપૂર્વક તેની ઉજવણી કરે છે. હોળી પ્રેમ અને ખુશીનો તહેવાર છે.
ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરના મહાવીર જન્મ કલ્યાણક તરીકે ઓળખાતા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. યોગાનુયોગે આ વર્ષનો ઈવેન્ટ વિશિષ્ટ હતો કારણકે ભગવાન મહાવીરે નિર્વાણ પ્રાપ્ત કર્યું તેની 2,550મી વર્ષગાંઠ પણ આ જ દિવસે હતી.
