સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    જાસપુર સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને ગુજરાતની પ્રથમ ISO 9001:2015 પ્રમાણિત સંસ્થાનું સન્માન મળ્યું છે. આ સાથે જ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ ISO: 2015 પ્રમાણિત સંસ્થા બની છે.

    જૈનાચાર્ય લોકેશ મુનિને અમેરિ

    અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક તથા જૈન સમાજના આચાર્ય લોકેશ મુનિનું વોશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ ખાતે અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરાયું હતું. અમેરિકન પ્રેસિડેન્ટ એવોર્ડથી સન્માન પ્રાપ્ત કરનારા લોકેશ મુનિ સૌ પ્રથમ ભારતીય સંત બન્યા છે. સન્માનના ભાગરૂપે તેમને પ્રેસિડેન્ટ એવોર્ડ, એક ગોલ્ડન શિલ્ડ અને રાષ્ટ્રપતિ જો બાઈડેનના હસ્તાક્ષરવાળું સન્માનપત્ર, પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

    શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ યુકે દ્વારા વાંઝા કોમ્યુનિટી સેન્ટર ખાતે તાજેતરમાં જ પ્રીતિભોજન યોજાયું હતું. આ પ્રસંગે સમાજના સદસ્યોના નામ સરનામા તેમજ અન્ય માહિતી ધરાવતી ડીરેક્ટરી પણ પ્રકાશીત કરાઇ હતી. આર એન્ડ આર પ્રોડક્શન દ્વારા નૃત્ય રજૂ કરાયું હતું તેમજ સમાજના સદસ્યોએ ગીત, સંગીત રજૂ કર્યા હતા અને ગરબાનો લાભ લીધો હતો. 

    સીએ વિવેક સારાઓગીએ ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષનું પદ સંભાળ્યું

    સીએ વિવેક સારાઓગી ICAI UK ચેપ્ટરના નવા અધ્યક્ષ બન્યા છે. અધ્યક્ષની સાથોસાથ વાઈસ ચેરપર્સન મીનલ સામ્બ્રે, કમિટી એડવાઈઝર અને સેક્રેટકી કૃષ્ણ પ્રસાદ દહલ, ટ્રેઝરર તબસ્સુમ નાથાણી, પીઆરઓ નેહા ભીમરાજકા અને કમિટી મેમ્બર વીનીત જૈન વર્ષ 2024-25ની મેનેજિંગ કમિટીમાં પદભાર સંભાળશે.

    પાનસડા ગામે પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ

    ગુજરાતના પાનસડા ગામની પ્રાથમિક શાળા તેની સ્થાપનાની લગભગ એક સદી પછી ઐતિહાસિક રૂપાંતરની સાક્ષી બની છે. ભારતના ગુજરાતના રાજકોટસ્થિત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અવિરત પ્રયાસો થકી આ રૂપાંતર શક્ય બન્યું છે. હર્ષદભાઈ લાખાણી અને પરિવાર સાથે પરોપકારી પાર્ટનરશિપના પરિણામે, આ પ્રોજેક્ટ વંચિત વર્ગના બાળકો માટે આશાની દીવાદાંડી તરીકે સેવારત છે.

    ભવન્સમાં નવ ઉત્સવઃ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની ભવ્ય આભાનું પ્રદર્શન

    ઉત્સાહપૂર્ણ વસંત ઋતુ નવા આરંભોનું પ્રતીક બને છે ત્યારે ભવન્સની યુથ કાઉન્સિલ કલાક્રિતી દ્વારા સમગ્ર ભારતમાં નવા વર્ષની વૈવિધ્યપૂર્ણ ઉજવણી દર્શાવતા ‘નવ ઉત્સવ’નું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ શનિવાર, 13 એપ્રિલ 2024ના રોજ વેસ્ટ કેન્સિંગ્ટનમાં ધ ભવન ખાતે યોજાયો હતો જેમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ભાવના ઉજાગર કરાઈ હતી.

    LCNL દ્વારા રામનવમીની આધ્યાત્મિકતા સાથે ઉજવણી

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા બુધવાર 17 એપ્રિલ 2024ના રોજ રામ નવમીના પવિત્ર દિને ભવ્ય ઉજવણી કરાઈ હતી. સ્વર્ગસ્થ શ્રી હિરજીભાઈ ઠકરારના પરિવારના યજમાન સભ્યો, પ્રકાશભાઈ, રાજુભાઈ, ભરતભાઈ, સંજયભાઈ અને સમગ્ર ઠકરાર પરિવાર ગત પાંચ વર્ષથી આ ઉજવણીના ઈવેન્ટમાં અગ્રેસર રહેલ છે. ખાસ કરીને આ વર્ષે ભારતના અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન ધ્યાનમાં રાખી આ વખતે ઉજવણીમાં એકતા અને સમર્પણની ભાવના આગળ રહી હતી. દંતકથારૂપ રઘુવંશી અને ભગવાન રામે જીવેલા દયા, કરુણા, નમ્રતા અને ન્યાયના શાશ્વત મૂલ્યોને આ ઈવેન્ટમાં હાઈલાઈટ કરવામાં આવ્યા હતા.

    પ્રાચીન હિમાલયન સમર્પણ ધ્યાનયોગ થકી જીવનોમાં સુધાર લાવતા શિવકૃપાનંદ સ્વામી

    હિમાલયના યોગી અને પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીનું તેમના લાંબા સમયથી રાહ જોવાતા 26 એપ્રિલથી 8 મે 2024 સુધીના યુકે પ્રવાસ માટે આગમન થઈ રહ્યું છે. તેમના આ પ્રવાસમાં ઉપદેશો થકી આપણે આ વૈશ્વિક પડકારરૂપ સમયગાળામાં આવશ્યક ધ્યાન અને આધ્યાત્મિક રીતરસમો દ્વારા કેવી રીતે વ્યાપક સમજણ અને સહકાર કેળવી શકીએ તેના પર ભાર આપવામાં આવશે.

    ચિગવેલમાં પ્રથમ વૈશાખીની ઉજવણી

    સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો. 150થી વધુ લોકોએ પંજાબી સંસ્કૃતિ અને ઉજવણીના પ્રસંગે રંગબેરંગી વસ્ત્રો, વીરસા પંજાબ દ્વારા ભાંગડા નૃત્યો અને જાસ ભાકર દ્વારા પંજાબી લોકગીતોની રમઝટને માણી હતી.