સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કોમ્યુનિટીની નિઃસ્વાર્થ સેવા બદલ સીબીને બિરદાવતા બ્રહ્મવિહારીદાસ સ્વામી

    અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના વડા અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના ઈન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર બ્રહ્મવિહારીદાસ લંડનની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમના વ્યસ્ત સમયપત્રકમાં પણ પહેલી એપ્રિલના રોજ તેઓ ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી. પટેલને મળ્યા હતા અને કોમ્યુનિટીની નિઃસ્વાર્થ સેવા બદલ સીબી પ્રત્યે વિશેષ આભારની લાગણી વ્યક્ત કરી હતી. નિસ્ડન ટેમ્પલ અને યુકેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના કોઠારી સ્વામી યોગવિવેકદાસ સ્વામી અને પરમતત્વ સ્વામીની સાથે પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ સી.બી. પટેલની કોલમ ‘જીવંત પંથ’ની પ્રશંસા કરી હતી જેમાં સી.બી.એ અબુધાબી મંદિર, તેના વિઝન, લોકો અને પ્રયાસો વિશે લખેલું છે.

    શ્રદ્ધા - સંસ્કૃતિ - સંવાદઃ અબુ

    રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે યોજાયેલો ‘ઓમસિયાત’ - ઇન્ટરફેઇથ કલ્ચરલ ઇવનિંગ કાર્યક્રમ ખરા અર્થમાં વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક બન્યો હતો. 

    ‘ઓમસિયાત’ઃ પવિત્ર રમઝાન માસમ

     વૈશ્વિક સંવાદિતાના આધ્યાત્મિક રણદ્વીપ બની રહેલા અબુ ધાબીના બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરમાં પવિત્ર રમાદાન મહિનામાં બીજી એપ્રિલ મંગળવારની સાંજ ઈન્ટરફેઈથ સાંસ્કૃતિક સાંજ ‘ઓમસિયાત’નું આયોજન કરાયું હતું. જેના થકી, આસ્થા, મિત્રતા, એકતા અને આત્મમંથનની ભાવનાને બળ પ્રાપ્ત થયું હતું. વિવિધ ધર્મ અને પશ્ચાદભૂના 200થી વધુ નેતાઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અને સભ્યો આ પ્રણેતારુપ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં 14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને યુએઈના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયેલા હિન્દુ મંદિરની પશ્ચાદભૂમાં આસ્થા, સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

    સંસ્થા સમાચાર (અંક 13 એપ્રિલ 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો - સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    અયોધ્યાની અનોખી ઇન્ટરનેશનલ શ

    રામજન્મભૂમિમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ રામનગરમાં એક બેન્ક એવી છે જ્યાં એક નયા પૈસાની લેવડદેવડ થતી નથી, છતાં તેના ખાતેદારો દુનિયાભરમાં ફેલાયેલા છે.

    નવનાત સેન્ટર હેઈઝ ખાતે 28 એપ્રિલે સમર્પણ મેડિટેશનનું આયોજન

    ભારતીય આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી આ મહિને યુકેની મુલાકાતે આવી રહ્યા છે. ગુરુજીની નિશ્રા હેઠળ નવનાત સેન્ટર હેઈઝ ખાતે રવિવાર 28 એપ્રિલ, 2024ના રોજ બપોરના 3.00થી સાંજના 6.00 વાગ્યા સુધી સમર્પણ મેડિટેશન-ધ્યાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

    વિશ્વ કાવ્ય દિને લોર્ડ ધોળકીઆના યજમાનપદે જલાંજલિ કાર્યક્રમ

    વિશ્વ કાવ્ય દિન અને વિશ્વ જળ દિન નિમિત્તે હાઉસ ઓફ લોર્ડ્સમાં જલાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કવિતા અને કળાના સંગમ સ્વરૂપે ભારત અને સાઉથ એશિયાની 20 ભાષાઓમાં ભાષાકીય અને સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી. હાઉસ ઓફ લોર્ડ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકીઆના યજમાનપદે આ જોશીલા ઈવેન્ટનું આયોજન સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા કરાયું હતું. આ સંસ્થા યુકેમાં કળાવારસા અને પરફોર્મિંગ આર્ટ્સની રજૂઆત અને જાળવણીમાં મોખરે રહે છે.

    ગુજરાતના સુપ્રસિધ્ધ લેખક, શાયર અને સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણી શ્રી ચીનુભાઇ મોદી સાથે સાહિત્ય ગોષ્ઠિના એક કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ બપોરના ૨થી ૫ દરમિયાન સંગત સેન્ટર, સેન્ક્રોફ્ટ રોડ, હેરો HA3 7NS ખાતે કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે ડો. ચીનુ મોદીના વાર્તાલાપ અને સાહિત્ય સત્સંગ થશે. સ્થાનિક કવિઓના તરફથી પણ વિશિષ્ટ કૃતિઓ રજૂ થશે. તો આ કવિમિલન દ્વારા ચતુરંગી લાભ મળશે.

    BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૫-૯-૧૫ શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવારે ૯થી રાતના ૮ દરમિયાન અન્નકૂટ ઉત્સવ, રાત્રે ૭-૩૦થી ૧૦ ઉત્સવ સભા અને રાત્રે ૧૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આરતીનો લાભ મળશે. ભગવાનના દર્શન અને પંચાજીરીનો લાભ આખો દિવસ મળશે. સંપર્ક: 020 8965 2651.

    કરમસદ સમાજ યુકેનો વાર્ષિક મિલ

    કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે.