ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) યુકે ચેપ્ટર દ્વારા મે 15 અને 16 તારીખોએ ઉત્સાહી અને માહિતીપ્રદ એકાઉન્ટેક્સની સફળતાના પગલે 17 મેએ વિશિષ્ઠ નેટવર્કિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં SMEs અને સ્ટાર્ટઅપ્સના સશક્તિકરણ તેમજ ભારતમાં આઉટસોર્સિંગ કામગીરીને સંબંધિત પેનલચર્ચા યોજાઈ હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
તાજેતરમાં કેન્યામાં આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં 11 લોકોનાં મોત થયાં છે જ્યારે બે હજારથી વધુ લોકો ઘરવિહોણાં થઈ ગયા છે. આ સમયે મુશ્કેલીમાં મુકાયેલા માનવ સમૂહને સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અનુજ્ઞાથી નારોક સાઉથના રહેવાસીઓ અને આફતપીડિતો માટે ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર-નૈરોબીથી ટ્રક ભરીને રાહત સામગ્રી મોકલાઈ છે
લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) દ્વારા બિઝનેસ અને પ્રોફેશનલ્સ ઈવેન્ટ- LCNL Link નું આયોજન 13 જૂન 2024ના રોજ ધામેચા લોહાણા સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો થીમ – ‘બિઝનેસ, ઈઝ ઈટ ઓલ એ ગેમ્બલ’ હતો. આ ઈવેન્ટ થકી વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સ નેટવર્કિંગ, સમજસભર ચર્ચા અને કનેક્ટિવિટીના સંદર્ભે એકત્ર થયા હતા.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની 14 જૂને રાજકોટમાં પધરામણી થતાં હરિભક્તોએ રંગેચંગે તેમને આવકાર્યા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સ્ટેનમોર કોમન ખાતે વોક ફોર ચિલ્ડ્રન (Walk 4 Children) યોજાશે. વોક ફોર ચિલ્ડ્રન શિશુકુંજના ટુક ટુક કેમ્પેઈનના ભાગરૂપે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો હિસ્સો છે.
NHS વેલ્સમાં વેઈટિંગ ટાઈમ્સની સમસ્યા હલ કરવા બાબતે બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 1 જૂન 2024ના રોજ આ પ્રકારના સૌ પ્રથમ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે લંડનસ્થિત ભારતીય હાઇ કમિશન દ્વારા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે ૧૬ જૂન રવિવારે યોગ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. ભારતીય હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામી સહિત ૭૦૦થી વધુ લોકોએ વરસતા વરસાદમાં પણ યોગ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વાર્ષિક ઉજવણીમાં સમગ્ર વિશ્વમાં લૈંગિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણને આગળ વધારવામાં યોગની ભૂમિકાને દર્શાવવા આ વર્ષનું થીમ ‘યોગ ફોર વિમેન એમ્પાવરમેન્ટ’ રખાયું છે.
અમેરિકાની ધરતી પર અત્યાર સુધી કુલ સાત શિખરબદ્ધ મંદિર હિન્દુ ધર્મની ધજા લહેરાવી રહ્યા હતા, હવે તેમાં આઠમા મંદિર તરીકે ઉમિયા મંદિરનું નામ ઉમેરાયું છે. નેશવિલ શહેરમાં 22 એકર જમીનમાં સાકાર થયેલા આ શિખરબદ્ધ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ 21થી 23 જૂન દરમિયાન રંગેચંગે યોજાયો હતો.
