સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    હાર્મની કોન્ફરન્સની તારીખ નજીક આવતી જાય છે. લંડનના વેમ્બલી ખાતે 8 જૂન, 2024ના રોજ આયોજિત હાર્મની કોન્ફરન્સમાં વિવિધ પ્રકારના વર્કશોપ્સ યોજાશે જેમાં, ઘરેલું શોષણ વિશે જાગરૂકતા, રાજકીય સંપર્ક, આપણી સંસ્કૃતિની જાળવણી, ગ્રૂમિંગ અને બળજબરીથી ધર્માન્તરણ, હિન્દુ શિક્ષણમાં વૃદ્ધિ, મંદિરોને ભંડોળમાં સહાય, મંદિરોમાં પૂજારીઓને મદદ સહિતનો સમાવેશ થાય છે.

    યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજ ખાતે શુક્રવાર 31 મે 2024ના રોજ સંસ્કૃત પરંપરાઓ વિશે 40મા પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદમાં આધુનિક વિશ્વમાં સંસ્કૃત પરંપરાઓનો ઈતિહાસ, પ્રાચીન વાલ્મિકી રામાયણ તેમજ અન્ય રામકથાઓનું વર્ણન કરતા પેઈન્ટિંગ્સ અને ચિત્રો, ઉનિઆરા રામાયણની હસ્તપ્રત, બંગાળમાં સંસ્કૃત ભાગવતના શ્રીકૃષ્ણવિજય અને રાસલીલાના વર્ણનની મધુર કથાનો સમાવેશ થનાર છે. પ્રોફેસર જ્હોન બ્રોકિંગ્ટોન (ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ), પ્રોફેસર કિયોકાઝુ ઓકિટા (સોફિયા યુનિવર્સિટી, જાપાન), પ્રોફેસર ક્રિસ્ટોફે વિએલે (યુસીલાઉવેઈન, બેલ્જિયમ), વિશાલ શર્મા (ઓક્સફર્ડ યુનિવર્સિટી યુકે) સહિતના વિદ્વાનો આ વિચારગોષ્ઠીમાં ભાગ લેશે.

    ગોંડલના અક્ષર મંદિર ખાતે 90મા પ

    ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ અક્ષર મંદિરના 90મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી. 90 વર્ષ પૂર્વે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીં ત્રિશિખરીય મંદિરનું નિર્માણ કર્યું હતું ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિર દ્વારા અનેક લોકોને જીવન ઘડતરની શીખ પ્રાપ્ત થઈ છે. વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહેતાઃ ‘મનને સ્થિર કરે તે મંદિર. પરમાત્માને પામવાનું સ્થાન એટલે મંદિર.’ ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા આ અક્ષરમંદિરને આ વર્ષે 90 વર્ષ પૂર્ણ થતા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

    નવનાત વણિક એસોસિએશનની નવનિયુ

    નવનાત વણિક એસોસિએશન (એનવીએ)ની 12 મેના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી, જેમાં 500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2024-26ની મુદત માટે નવી એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરાઇ હતી. જેમાં પ્રમુખપદે જશવંતરાય રતિલાલ દોશી અને ઉપપ્રમુખપદે કિશોરચંદ્ર છોટાલાલ વોરા ચૂંટાયા છે.

    સંસ્થા સમાચાર (અંક 25 મે 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    માયસોર વાસુદેવાચારને શ્રદ્ધાંજલિ અર્પવા ક્લાસિકલ મ્યુઝિક ઈવેન્ટ

    કેબીસી આર્ટ્સ દ્વારા રવિવાર 19 મેએ લંડનના મહાલક્ષ્મી મંદિરના ઓડિટોરિયમમાં 20 સદીના સંગીતકાર/ ગીતલેખક પદ્મભૂષણ માયસોર વાસુદેવાચાર (1865-1961)ના જીવન-કવનને ઉજવવા ક્લાસિકલ મ્યુઝિકના ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વાસુદેવાચારે મુખ્યત્વે સંસ્કૃત અને તેલુગુમાં 200થી વધુ ગીતો લખ્યા હતા. તેમની મોટા ભાગની રચના ભગવાન રામની ભક્તિ વિશે હતી.

    તેરાપંથ આચાર્ય મહાશ્રમણજીના 50મા દીક્ષા દિવસના પવિત્ર પ્રસંગની ઉજવણી

    જૈન વિશ્વ ભારતી (JVB) લંડન દ્વારા 19 મેએ બોરહામવૂડના એલમ હોલ ખાતે તેરાપંથ જૈન સમાજના મુખ્ય પ્રણેતા પરમ પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના 50મા દીક્ષા દિવસના પવિત્ર પ્રસંગની ઉજવણી સન્યામ ચેતના દિવસ તરીકે કરવામાં આવી હતી. પૂજનીય સમાણી મલય પ્રજ્ઞાજી અને સમાણી નીતિ પ્રજ્ઞાજીના આશીર્વાદ અને પ્રેરણા સાથે JVB લંડન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સંયમ અને ચેતનાના આદર્શોથી પ્રેરિત આ પ્રસંગમાં લંડનના જ નહિ, યુરોપ સહિત જૈન સમુદાયના સભ્યો, મિત્રો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રીજીના ગુણોને 36 ગુણ સ્કિટ, મહાશ્રમણ સ્કિટ, ભક્તિગીતો અને ઉપસ્થિત મહાનુભાવોની અંજલિઓ થકી પ્રદર્શિત કરાયા હતા.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ચિન્મય કીર્તિ મંદિરને લેબરની હેન્ડોન હબ વિકાસયોજનાથી ખતરો

    તાજેતરમાં નવી સજાવટ કરાયેલું ચિન્મય કીર્તિ મંદિર લંડનના મેયર સાદિક ખાનની આગેવાની હેઠળ હેન્ડોન હબ વિકાસયોજનાના કારણે ખતરામાં આવી ગયું છે. બાર્નેટની લેબર કાઉન્સિલ દ્વારા સુપરત કરાયેલા પ્લાન્સથી લંડનના સૌથી પ્રખ્યાત હિન્દુ મંદેરોમાં એક ચિન્મય મિશનના સંચાલનમાં મુશ્કેલી સર્જાઈ છે. હેન્ડોનનું ચિન્મય કીર્તિ મંદિર વેદાંતના સાર્વત્રિક ડહાપણને આગળ વધારતું અભ્યાસ કેન્દ્ર છે.