સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અનુપમ મિશનના આંગણે આનંદનો ઓચ્

    અનુપમ મિશનના આંગણે શ્રી યોગી આજ્ઞા મંત્ર દીક્ષા હીરક મહોત્સવ નિમિત્તે પાંચ દિવસનો આધ્યાત્મિક ઉત્સવ ધર્મોલ્લાસભર્યા માહોલમાં યોજાઇ ગયો. 15થી 19 જુલાઇ દરમિયાન યોજાયેલા આ ઐતિહાસિક ધાર્મિક કાર્યક્રમમાં યુકે ઉપરાંત વિશ્વભરમાંથી ભક્તો, પૂજનીય સંતગણ, યુવાનો અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી અને શ્રદ્ધા, નિઃસ્વાર્થ સેવા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણીમાં સામેલ થયા હતા.

    અટલાદરા સ્વામિનારાયણ મંદિરનો...

    વડોદરા શહેરના અટલાદરામાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 81મો પાટોત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે યોજાઇ ગયો. આ ભવ્ય મંદિર છેલ્લા આઠ દસકાથી જિલ્લા અને શહેરના હરિભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. આ મંદિર બીએપીએસ સંસ્થાના આરંભકાળમાં નિર્મિત ચોથા મંદિર તરીકે આગવી ઓળખ ધરાવે છે.

    કુમકુમ મંદિરના સંતોની લંડન પધ

    સાધુતાની મૂર્તિ સદ્ગુરુ પૂ. શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગરના સંતો ભારતીય સંસ્કૃતિના પ્રચારાર્થે 30 જુલાઇના રોજ લંડન પધારી રહ્યા છે. 17મી ઓગસ્ટ સુધીના લંડન રોકાણ દરમિયાન તેઓ સ્ટેનમોરના પાર રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ - યુકે ખાતે નિવાસ કરશે.

    સંસ્થા સમાચાર (અંક 25 જુલાઇ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    શ્રી જગન્નાથ સોસાયટી યુકે આયોજિત રથયાત્રામાં હજારો ભક્તજનો ઉમટ્યા

    શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) આયોજિત રથયાત્રા 2026માં હજારો ભક્તજનો ઉમટવા સાથે સમગ્ર લંડનમાં આધ્યાત્મિક સ્વર્ગ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. આ નિમિત્તે 16 જુલાઈ ગુરુવારની પવિત્ર અષાઠી બીજની તિથિએ સાઉથોલના શ્રી રામ મંદિરમાં તેમજ 18 જુલાઈ, શનિવારે લંડન, હેઈઝના નવનાત સેન્ટર ખાતે ભવ્ય જાહેર ઉજવણી કરાઈ હતી, જેમાં હજારથી વધુ ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

    ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્સિયસનેસ (ISKCON) નાઈરોબી દ્વારા ISKCON 60 ઈનિશિયેટિવના ભાગરૂપે આયોજિત યુથ ફેસ્ટ 2026માં 500થી વધુ યુવા લોકો એકત્ર થયા હતા. વર્તમાન યુવા વર્ગ સામે સૌથી ગંભીર પડકારોમાં એક ડિજિટલ એડિક્શન અને અનંત સ્ક્રોલિંગનું વિષચક્રના નિવારણ પર કેન્દ્રિત પ્રેરણાદાયી સાંજનું આયોજન કરાયું હતું.

    ગુરુવાર 16 જુલાઈ, 2026ની અષાઢી બીજના પવિત્ર દિવસે નકુરુના 100 વર્ષ જૂના કૃષ્ણ મંદિર (CGHU)માં લોર્ડ બાલાજી- શ્રીવેંકટેશ્વરાની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવા સાથે હિન્દુ સમુદાયનું લાંબા સમયનું સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાયું હતું. મંદિરના ઈતિહાસમાં સીમાચિહ્ન સ્થાપના પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહનું મુખ્ય યજમાનપદ રમેશભાઈ ઠક્કર અને પરિવારે સંભાળ્યું હતું, જેમના સમર્પણ અને પ્રતિબદ્ધતાએ આ ઐતિહાસિક પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

    પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 થકી વન કાઈન્ડ એક્ટ ચેરિટી માટે £50,000નું ફંડ એકત્ર કરાયું

    નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે ગુરુવાર 2 જુલાઈ 2026ના રોજ યોજાએલા 14મા વાર્ષિક પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ 2026 દરમિયાન વન કાઈન્ડ એક્ટ One Kind Act ચેરિટી માટે 50,000 પાઉન્ડનું વિક્રમજનક ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી સફળ ફંડરેઈઝિંગ ઈવેન્ટ બન્યો હતો. ચેરિટીની મદદ માટેના ઈવેન્ટમાં પ્રોપર્ટી ઈન્ડસ્ટ્રીના ક્લાયન્ટ્સ,પાર્ટનર્સ અને સમર્થકો ઉપસ્થિત હતા. આ સાથે પ્રાઈડવ્યૂ ક્રિકેટ કપ દ્વારા યુકે અને દરિયાપાર હેલ્થકેર અને એજ્યુકેશન ઈનિશિયેટિવ્ઝ થકી ગરીબીનો સામનો કરવાના પ્રોજેક્ટ્સને સપોર્ટ કરવા અત્યાર સુધીમાં 400,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.

    SKLP સંકુલની મુલાકાતે SGVPના વડા સ્

    એસજીવીપી (સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્)ના વડા પૂ. સ્વામી માધવપ્રિયદાસજીએ લંડનમાં નિર્માણાધીન શ્રી કચ્છી લેવા પટેલ (SKLP) સમાજના ભવનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ માવજીભાઇ સહિત સમિતિના સભ્યોએ સ્વામીજીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

    જર્સીસિટીમાં SMVS મંદિરનો પાટોત

    અમેરિકાના જર્સીસિટીમાં SMVS મંદિરનો 23મો પાટોત્સવ ઉજવાયો અમેરિકામાં જર્સીસિટી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS)નો 23મો પાટોત્સવ સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામી (પૂ. બાપજી) તથા સદ્ગુરુ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (પૂ. સ્વામીશ્રી)ના આશિર્વાદ સાથે પૂ. ધરમ સ્વામી તથા સંતવૃંદ દ્વારા ઉજવાયો હતો.