સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ૯ વર્ષીય નીયા નેશનલ રિસાઈકલીં

    ઓર્ગન ડોનેશન વિશે જાગ્રતિ લાવવામાં મદદરૂપ થવા માટે યોજાયેલી નેશનલ આર્ટ્સ કોમ્પિટિશન ‘Bringing Light Into Life’માં ૯ વર્ષીય નીયા વિજેતા બની હતી. આ નવતર સ્પર્ધાનું આયોજન જૈન એન્ડ હિંદુ ઓર્ગન ડોનેશન સ્ટીયરીંગ ગ્રૂપ દ્વારા NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT)ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

    નવનાત ભવનમાં સમાજના ગ્રેજ્યુ

    નવનાત વણિક એસોસિએશને સમાજના ગ્રેજ્યુએટ થયેલ દિકરા-દિકરીઓના સન્માનનો એક શાનદાર સમારોહ રવિવાર તા.૧૨ ડીસેમ્બર ૨૦૨૧ના રોજ હેઝમાં નવનાત ભવનમાં યોજ્યો હતો જેના સ્પોન્સરર હતા શ્રી જયંતિલાલ વિઠ્ઠલદાસ દોશી અને પરિવાર.

    અટલાદરામાં પૂ. મહંત સ્વામીની ન...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે તેમની પ્રાતઃપૂજાનો લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી દરરોજ ધનુર્માસનો સંદેશ લખે છે. તેઓ નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે.

    આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિય...

    પ. પૂ. આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકે વિદેશમાં તેમના પ્રથમ વિચરણનો પ્રારંભ કરવા શનિવાર ૨૦ નવેમ્બર ૨૦૨૧ના રોજ યુકે પધાર્યા હતા. જુલાઈ ૨૦૨૦માં પ.પૂ. શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અક્ષરધામગમન બાદ આચાર્ય સ્વામીજી મહારાજને શ્રી સ્વામિનારાયણ ગાદી સિંહાસન પર આરૂઢ થયાને લગભગ ૫૦૦ દિવસ થયા છે.

    • સંગમ ૨૧૦ બર્ન્ટ ઓક બ્રોડવે, એજવેર, મીડલસેક્સ HA8 OAP ખાતે તા.૧૮.૧.૨૨ને મંગળવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન ફૂડ બેંકનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8962 7062

    BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વ...

    ૧ જાન્યુઆરી, ૨૦૨૨ને નવા વર્ષે યોજાયેલી ઓનલાઈન પારિવારિક શતાબ્દી મહાપૂજામાં ૨,૪૦૦થી વધુ પરિવારો જોડાયા હતા. BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડનના રેસિડેન્ટ સ્વામીઓ દ્વારા આ પૂજાનું સંચાલન કરાયું હતું અને સમગ્ર યુકે અને યુરોપમાં લાઈવ વેબકાસ્ દ્વારા તેનું સ્ટ્રીમીંગ કરાયું હતું. મહાપૂજા વિશેષ પ્રાચીન પવિત્ર વિધિ છે જે શક્તિશાળી વેદિક મંત્રોના ઉચ્ચારણ સાથે કરવામાં આવે છે અને ભગવાનની સ્તુતિ અને પ્રશંસા કરાય છે.

    નાદુરસ્ત તબિયતને લીધે પૂ. મહંત...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી વિચરણ માટે સુરત જવાના હતા. પરંતુ, સ્નાયુના દુખાવાને કારણે તેમનું પ્રસ્થાન મુલતવી રાખવામાં આવ્યું હતું. તેથી તેઓ હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન રહેશે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામીએ ધનુર્માસ દરમિયાન દરરોજ સંદેશ લખ્યા હતા.

    અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર

    યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર આકાર લઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય ૨૦૨૩ના અંતમાં પૂર્ણ થશે. તે યુએઈમાં સૌથી મોટું હિંદુ મંદિર બનશે. મંદિરના ચેરમેન અને મંદિરના નિર્માણકાર્યની દેખરેખ રાખી રહેલા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે હાલ મંદિરના પાયાનું કામકાજ પૂરું થઈ ગયું છે. તેના પ્રથમ ત્રણ સ્તરના કોતરણીકામવાળા પથ્થર પણ લગાવી દેવાયા છે. ભારતથી મોકલવામાં આવેલા નક્શીકામવાળા પથ્થર ભેગાં કરીને મંદિરમાં લગાવવામાં આવશે જે એક મોટા જીગ્સો પઝલ જેવા દેખાશે. આ પ્રથમ હિંદુ મંદિર સંકુલમાં પ્રાર્થના હોલ, કોમ્યુનિટી સેન્ટર, લાઈબ્રેરી, ચીલ્ડ્રન પાર્ક અને ફૂડ કોર્ટની સુવિધા ઉપલબ્ધ થશે.

    • સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે દ્વારા ઝૂમ (Meeting ID: 813 6151 3846 Passcode: 220122) ના માધ્યમથી નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણીનું તા.૨૨.૧.૨૨ને રવિવારે બપોરે ૪ વાગે (ભારત રાત્રે ૯.૩૦) વાગે આયોજન કરાયું છે.

    અનુપમ મિશન દ્વારા સાઈન બોર્ડ મ...

    લંડન તરફ જતાં A40 પર આવેલા અનુપમ મિશન, The Lea, Western Avenue, Denham UB9 4NAના પ્રવેશ પાસે સાઈન બોર્ડ ન હોવાથી ઘણાં હરિભક્તો અને મુલાકાતીઓ ત્યાંથી પ્રવેશવાનું ચૂકી જાય છે. આ જગ્યાએ સાઈન બોર્ડ હોય તે તમામ મુલાકાતીઓ માટે તાકીદની જરૂરીયાત છે. વધુમાં, વાહનચાલકો ખૂબ ઝડપથી પસાર થતા હોવાથી તેઓ પ્રવેશદ્વાર ચૂકી જાય છે તેથી તે રોડ સેફ્ટીનો પણ પ્રશ્ર છે.