* BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧ વેવર સ્ટ્રીટ, લીડ્ઝ LS4 2AU ખાતે અધિક માસ નિમિત્તે ભાગવત પુરાણ – કથાનું આયોજન તા. ૧૭-૭-૧૫થી તા. ૧૯-૭-૧૫, સાંજના ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. પૂ. આત્મતૃપ્ત સ્વામીજી (MA, PhD) કથાનું રસપાન કરાવશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: આરસી પટેલ 07900 355 191.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. દરરોજ તેઓ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.
પૂ. મહંત સ્વામીએ પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલા હાફેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત કરાનારા શિવલિંગની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તેમની સાથે મહાદેવના નર્મદાદાસ બાપૂ પણ જોડાયા હતા.
• BAPS લંડન મંદિરમાં મહા શિવરાત્રિ નિમિત્તે મહારુદ્રાભિષેક - અન્નકૂટઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા તા.૧.૩.૨૦૨૨ને મંગળવારે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું છે. મંદિરમાં સવારે ૯થી રાત્રે ૮ સુધી મહારુદ્રાભિષેક તથા સવારે ૯થી રાત્રે ૮ સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે. દર્શનાર્થીઓને ભગવાન મહાદેવના શિવલિંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક મહારુદ્રાભિષેક કરવાનો તથા અન્નકૂટ દર્શનનો લાભ મળશે. આ પર્વે મંદિરની હવેલીમાં ભગવાન શ્રી અમરનાથના પ્રતિક સ્વરૂપે બરફના શિવલિંગના દર્શન પણ થશે. સંપર્ક. 020 8965 2651
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી. આપણને આપણી માતાનું ગૌરવ હોય, આપણા ગુરુનું પણ ગૌરવ હોય છે, તેમ દરેક ગુજરાતીને આપણી ગુજરાતી માતૃભાષાનું પણ ગૌરવ હોવું જોઈએ તેમ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની આપણે સૌએ ઉજવણી કરવી જોઈએ. માતૃભાષાનો અર્થ થાય છે કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા. માતૃભાષા એટલે માતા સમાન ભાષા.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ 24 ફેબ્રુઆરીએ અટલાદરાથી કનાડ (સુરત) પધાર્યા હતા. સુરતના સંતો તથા હરિભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના માનમાં સ્વાગત સભા પણ યોજાઈ હતી.સભામાં પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે હાફેશ્વર મહાદેવ મંદિરમાં સ્થપાનારી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
• BAPSની સિરીઝના 11મા એપિસોડનું ઈન – પર્સન સ્ક્રિનિંગ - લંડન મંદિર અને તેના સર્જક વિશેની અગાઉ ન કહેવાયેલી ગાથાઓેને રજૂ કરતી ‘The First of its Kind’ સિરીઝમાં 11મા એપિસોડ ‘Vision Fulfilled’માં મંદિર મહોત્સવના પ્રારંભની વાતો છે. તેના સ્પેશિયલ ઈન – પર્સન સ્ક્રિનિંગનું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન (લંડન) ખાતે તા. 5 અને તા. 6 માર્ચ 2022ના રોજ આયોજન કરાયું છે. અઢી કલાકના આ ખાસ એપિસોડને માણવા સૌને આમંત્રણ છે. બન્ને દિવસોએ સવારે 10 થી રાત્રે 11 સુધી પાંચ શો દર્શાવવામાં આવશે. શો નિહાળવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે.
હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. તેમાં ભારતના નાગરિકો હેરાન થઈ રહ્યા છે. તેઓ સુરક્ષિત રહે તે માટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ સંતો- હરિભક્તો હરિજાપ, પ્રાર્થના કર્યા હતા .
આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એશિયન વોઈસ દ્વારા રોયલ એરફોર્સના સહયોગથી ‘Women In Conversation’ - charting the UNKNOWN Breaking STEREOTYPESકાર્યક્રમનું આયોજન કરાયું છે. અગ્રણી મહિલાઓએ કેવી રીતે રુઢિગત પ્રણાલિ તોડી, કેવી રીતે પોતાની કારકિર્દીમાં વિદ્વત્તા મેળવી અને કેવી રીતે સંગઠિત થઈને મહિલાઓ એકબીજાને મદદ કરી શકે તેના વિશે પોતાની અંગત ગાથાઓ કાર્યક્રમમાં રજૂ કરશે.
ટ્વીકનહામમાં યોર્ક હાઉસની સામે Prosperity નામે યુક્રેનિયન કાફે આવેલી છે. તેઓ ફર્સ્ટ એઈડ સપ્લાય, નેપીઝ, બેડીંગ, સ્લિપિંગ બેગ્સ અને ટોઈલેટરીઝ સહિતની વસ્તુઓ સાથે એક ટ્રક લીવ ખાતે મોકલી રહ્યા છે. તેમાં આપ પણ આ સાથે જણાવેલી કોઈપણ વસ્તુનું ડોનેશન કરી શકો છો.
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે.VYO દ્વારા લંડન, લેસ્ટર ખાતે દિવ્ય પાવન વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં ‘હોલી રસિયા અને વચનામૃત'ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 માર્ચ, શુક્રવારે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ હોલ (રમણભાઇ ગોકલ હોલ)માં સાંજે 5.30 થી 6.45 વાગ્યે મહાપ્રસાદ ત્યારબાદ 7.00થી 9.30દરમિયાન વચનામૃત અને રસિયાનો કાર્યક્રમ. વધુ વિગત અને બ્રહ્મસંબંધ લેવા માટે પ્રતિભાબેન લાખાણીનો સંપર્ક 07956 454644 કરવો.
