આજે વાત કરીએ આપણા માદરે વતનની એક અત્યંત પ્રાણવાન સંસ્થાની. વર્ષ 1895માં ‘૨૭ ગામ પાટીદાર પંચ’ની સ્થાપના થઇ. બંધારણીય સ્વરૂપમાં આ સંસ્થા 1987માં ‘શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થા’ના નામે ઓળખાઇ. સમૂહલગ્ન, કેળવણી અને આરોગ્ય ક્ષેત્રે માતૃસંસ્થાએ અગત્યની સેવાસિદ્ધિઓ મેળવી છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ રવિવારે સવારે કણાદ (સુરત) ખાતે યોજાયેલી રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં યુવાનોએ સ્કીટ તથા પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંતો અને હરિભક્તોને પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વ્યારા (સાંકરી) અને કકલુર (ચેન્નાઈ)માં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરો માટેની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગર તથા આર્ષશોધ સંસ્થાન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આણંદ ખાતે 12 માર્ચને શનિવારે ‘માનવજીવનના કુશળ શિલ્પીઃ પ્રમુખસ્વામી મહારાજ’ વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો. પ્રમુખ સ્વામીના જીવન વિશે ગ્રંથ શ્રેણીના લેખક ડો. પૂ. આદર્શજીવનદાસ સ્વામીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે જેમ ભારતમાં દેખાતો સૂર્ય, ચંદ્ર વગેરે ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે તેમ ભાગવત, ઉપનિષદો વગેરે ગ્રંથોમાં જે વિવિધ ગુણો વર્ણવ્યા છે તે તમામ ગુણોના ધારક પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં હતા. આથી જ સ્વામીશ્રી માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના નહીં પરંતુ સમગ્ર વિશ્વના હતા.
રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણને પગલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકો પડોશી દેશોમાં આશ્રય લેવા માટે નાસી છૂટ્યાં હતા. ભારતીય નાગરિકો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ આ સંઘર્ષમાં અટવાઈ પડ્યા હતા. BAPS સંસ્થાના યુકે, આયર્લેન્ડ, ફ્રાંસ, સ્વીત્ઝર્લેન્ડ, ઈટાલી, જર્મની, ઓસ્ટ્રિયા અને પોલેન્ડના વોલન્ટિયર્સ રાહત અભિયાનમાં મદદરૂપ થવા જોડાઈ ગયા હતા. તેમાં પોલેન્ડના દક્ષિણ - પૂર્વમાં આવેલા ઝેસ્ઝો શહેરમાં મોબાઈલ કીચનનો સમાવેશ થતો. તેમાં તમામ ધર્મ અને રાષ્ટ્રીયતાના શરણાર્થીઓ માટે દરરોજ 1,000હોટ વેજિટેરિયન મીલ તૈયાર કરીને અપાતા હતા.
વણિક કાઉન્સિલ યુકેના નવા ચેરમેન તરીકે મનહર એલ મહેતા અને જનરલ સેક્રેટરી તરીકે પૂર્ણિમા મહેતાની વરણી થઈ છે. નેહલ મહેતા રિજનલ વાઈસ ચેર નોર્થ તરીકે, રજનીકાન્ત શાહ (રિજનલ વાઈસ ચેર મીડલેન્ડ્સ), વિજય શેઠ (રિજનલ વાઈસ ચેર લંડન), પ્રકાશ મહેતા (રિજનલ વાઈસ ચેર સાઉથ) તરીકે નીમાયા છે. ટ્રેઝરર તરીકે જયકુમાર શાહ, ડેપ્યૂટી સેક્રેટરી તરીકે અનુપ મહેતા, કમિટી મેમ્બર્સ તરીકે ભરત મહેતા, કિરીટ બાટવીયા, મહેશ ગાંધી, રેણુકા મહેતા, જયશ્રી વોરા, સરોજ વારીયા અને પ્રિયેશ મહેતાની વરણી થઈ છે.
• OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્કઃ રંજનબહેન માણેક 88660288 વર્ષાબહેન દાળીયા - 07930 524238
• હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા તા. 17.3.22 ને ગુરુવારે સાંજે 6 થી રાત્રે 9 દરમિયાન રોગ્રીન પાર્ક કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 9 PG ખાતે હોળી પ્રગટાવવામાં આવશે. તેમાં પરિવાર સાથે ભાગ લેવા સૌને આમંત્રણ છે. સંપર્ક. જયંતીભાઈ પોપટ07967481 467
ગુજરાતમાં રહેતા જયેશ ઉપાધ્યાયને માટે 1991માં એક સમસ્યા ઉભી થઈ. તેમની પડોશમાં રહેતા વૃદ્ધ મહિલાને પગે ઈજા થઈ. તેઓ સાજા થાય તે પછી તેમને ચારથી છ અઠવાડિયા સુધી વોકરની મદદ લેવા જણાવાયું હતું. તેમને ઘરના બજેટમાંથી થોડાં વીક પછી બિનઉપયોગી થઈ જાય તેવું સાધન ખરીદવાનું પોષાય તેમ ન હતું. અચાનક જ જયેશ ઉપાધ્યાયને વિચાર આવ્યો કે થોડાં વીક કે મહિનાઓ પછી બિનઉપયોગી થઈ જાય તેવા તબીબી સહાય સાધનની આવી સમસ્યા વેઠતાં અન્ય હજારો લોકો હશે. દર્દીઓ તબીબી સારવાર માટે નાણાં ખર્ચતા હોય જ ત્યારે થોડા સમય માટે જરૂરી સાધનો પાછળનો તેમનો ખર્ચ બચી શકે તે માટે તેમણે આવા સાધનો પૂરા પાડતી ચેરિટી સ્થાપવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના વતન રાજકોટમાં જ બોલબાલા ટ્રસ્ટ નામે ચેરિટીની સ્થાપના કરી.
શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ સંતવૃંદ સાથે મેંદીપુરા મુકામે શ્રી મુક્તજીવન સ્વામીબાપા કન્યા વિદ્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું.
એપ્રિલથી મિલાપની ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’ કોન્સર્ટ સિરીઝનો પ્રેક્ષકો આનંદ માણી શકશે. આ અદભૂત કોન્સર્ટ મિલાપનો મહત્ત્વનો કાર્યક્રમ છે. તે નિહાળીને પ્રેક્ષકો ભારતીય કલા અને સંસ્કૃતિથી પરિચિત થશે.
