વંશીય લઘુમતી ભૂમિકાના ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓ તેમજ તેની સેવા પૂરી પાડતા લોકો માટેના પડકારોની ચર્ચા કરવા ૨૧ ફેબ્રુઆરીએ લોર્ડ જિતેશ ગઢિયાના અધ્યક્ષપદે એક વેબિનાર યોજાઈ ગયો. આ વેબિનારનું આયોજન NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (NHSBT) ના સહયોગથી નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ અલાયન્સ (NBTA) દ્વારા કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
* BAPS ચેરીટી દ્વારા શનિવાર તા. ૧૧-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૫ દરમિયાન BAPS સ્વામીનારાયણ મંદિર, બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન NW10 8LD ખાતે હેલ્થ એન્ડ વેલબીઇંગ કોમ્યુનિટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારની બીમારીઅો અંગે માહિતી સાથે તપાસ કરી આપવામાં આવશે.
અમદાવાદના પ્રસિદ્ધ કાળુપુર સ્વામીનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણી નિમિત્તે અડાલજ ખાતે 27ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ‘પર્વ’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 27ફેબ્રુઆરીને રવિવારે ભવ્ય પોથીયાત્રામાં 50 હજાર હરિભક્તો જોડાયા હતા.
બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યારે આ સંસ્થાનો કાર્યભાર શ્રી શરદભાઇ પરીખ અને પરિવારજન ઉઠાવીને સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યા છે.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. રવિવારે તેઓ રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંતો અને હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ઓનલાઈન IPDC કોર્સને પણ ખૂલ્લો મૂક્યો હતો. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. તેઓ નિયમિતપણે શિક્ષાપત્રી અને સત્સંગ દીક્ષાનું પઠન કરે છે. આ ઉપરાંત, યોગીવાણી પર તેઓ સત્સંગ કરે છે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ૨૦૦ વર્ષની ઉજવણીના પર્વની 5 માર્ચે પૂર્ણાહૂતિ થઇ હતી. છેલ્લાં દિવસે દર્શન માટે મંદિરમાં હજારો ભક્તોની ભીડ જામી હતી. પૂર્ણાહૂતિ નિમિત્તે મંદિરમાં ભવ્ય અન્નફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસ સુધી અડાલજ ખાતે ચાલેલા ‘પર્વ’માં દેશ વિદેશના મળીને આશરે 7 લાખથી વધુ હરિભક્તો ઉમટ્યા હતા.
યુક્રેન પર રશિયાએ આક્રમણ કરતાં સેંકડો - હજારો લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી પડોશના દેશોમાં આશ્રય લેવા માટે ભાગી રહ્યા છે. તેમાં હજારો ભારતીય નાગરિકો અને મુખ્યત્વે વિદ્યાર્થીઓ આ સંઘર્ષમાં અટવાઈ પડ્યા છે. 27 ફેબ્રુઆરીની મધરાતે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મવિહારીદાસ સ્વામીને ફોન કરીને યુક્રેનની પોલેન્ડ, રોમાનિયા અને હંગેરીની સરહદોથી ભારતીય નાગરિકો સહીસલામત રીતે આવે તેમાં મદદ કરવા માટે જણાવ્યું હતું.
OM SHAKTI CENTRE દ્વારા તા.23.3.2022ને બુધવારે સવારે 10 વાગે સ્નેહમિલનનું હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે આયોજન કરાયું છે. OM SHAKTI CENTRE છેલ્લાં 12 વર્ષથી મેસફિલ્ડ સ્વીટ, ક્રાઈસ્ટચર્ચ એવન્યુ, હેરો, મીડલસેક્સ HA3 5BD ખાતે કાર્યરત છે.
વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. VYO દ્વારા તા. ૪ માર્ચ, શુક્રવારે સાંજે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ હોલ (રમણભાઇ ગોકલ હોલ)માં ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં હોલી 'રસિયા અને વચનામૃત'ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૫૦૦થી વધુ વૈષ્ણવોએ હર્ષોલ્લાસ સાથે હોળી રસિયાનો લાભ લીધો અને શ્રધ્ધાભેર જેજેશ્રીના વચનામૃતનું રસપાન કર્યું.
સાઉથ લંડન ખાતે ૩૩, બાલમ હાઇ રોડ પર વલ્લભયુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે. (VYO) સંચાલિત એકમાત્ર શ્રીનાથજી હવેલી (રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ)ખાતે રવિવાર, ૬ માર્ચના રોજ સાંજે અતિભવ્ય "હોલી રસિયા અને વચનામૃત"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કડકડતી ઠંડી અને સૂસવાટાબંધ પવન હોવા છતાં બાલમ શ્રીનાથજી હવેલીનો હોલ વૈષ્ણવ ભક્તોથી ઠસોઠસ ભરાઇ ગયો હતો
