સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂ

    ૨૩ ઓક્ટોબરની સવારે સાઉથોલના શ્રી રામ મંદિર ખાતે પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માનમાં એક સન્માન સમારંભનું આયોજન કરાયું હતું. તેમાં ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બી.જે.પી. અને સંઘના ૩૭ જેટલા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં વિજયભાઇ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું એ વેળાની તસવીર.

    ચેરિટી ‘વેલ ફોર આફ્રિકા’ દ્વા

    યુગાન્ડામાં કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ માટે નાણાભંડોળ એકત્ર કરતી વેલ ઓફ ગ્લેમોર્ગનની ચેરિટી ‘વેલ ફોર આફ્રિકા’ના મિત્રો અને સમર્થકો માટે ૨૧ ઓક્ટોબર, ગુરુવારે ડિુનરનું આયોજન કરાયું હતું. આ ચેરિટી રાષ્ટ્રવ્યાપી વેલ્સ અને આફ્રિકા પ્રોગ્રામ સાથે સંકળાયેલી છે. વેલ ફોર આફ્રિકા ચેરિટી યુગાન્ડામાં વિવિધ આઈ કેમ્પ્સ, તબીબી સારવાર અને સર્જરી, વેલ ઓફ ગ્લેમોર્ગનની UWC એટલાન્ટિક કોલેજમાં યુગાન્ડન વિદ્યાર્થીઓને સપોર્ટ સહિતની કામગીરી બજાવે છે. આ ડિનરમાં કાર્ડિફ અને વેલની મેડિકલ કોમ્યુનિટીના ઘણા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

    ડાયાબિટીસ યુ.કે.ના લાભાર્થે ૧

    નવનાત વણિક ભગિની સમાજના આશાબેન મહેતાએ આ સમરમાં ડાયાબિટીસ યુ.કે.ને ટેકો આપવા ત્રણ મહિનામાં એક મિલિયન સ્ટેપ પૂર્ણ કર્યા છે. આ પગલાની શરૂઆત કેવી રીતે થઇ? ડાયાબિટીસ યુ.કે. તરફથી એમને જુન મહિનામાં એમને ઇમેઇલ આવ્યો કે વન મિલિયન સ્ટેપ ચેલેન્જમાં આપ જોડાવ. મનમાં થયું કે એ આસાન તો નથી પરંતુ અશક્ય પણ નથી!

    આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે બપોરે ૧.૩૦થી ૩ દરમિયાન સંકલ્પના આમંત્રણ સાથે ઉત્સવનો પ્રારંભ થશે. ૨ નવેમ્બરને મંગળવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન અભિષેક પૂજા યોજાશે. ત્રીજો કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાનો છે જે ૩ નવેમ્બરને બુધવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન યોજાશે. આ ઉજવણીનું સમાપન તા. ૬ નવેમ્બરને શનિવારે જાહેર દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. તે દિવસે દર્શન અને કાર્યક્રમ સવારે ૯થી સાંજે ૫ સુધી ચાલશે.

    ૧ નવેમ્બરથી શ્રી જગન્નાથ પરિવ

    આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે બપોરે ૧.૩૦થી ૩ દરમિયાન સંકલ્પના આમંત્રણ સાથે ઉત્સવનો પ્રારંભ થશે. ૨ નવેમ્બરને મંગળવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન અભિષેક પૂજા યોજાશે. ત્રીજો કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાનો છે જે ૩ નવેમ્બરને બુધવારે સવારે ૯થી સાંજે ૫ દરમિયાન યોજાશે. આ ઉજવણીનું સમાપન તા. ૬ નવેમ્બરને શનિવારે જાહેર દર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થશે. તે દિવસે દર્શન અને કાર્યક્રમ સવારે ૯થી સાંજે ૫ સુધી ચાલશે.

    ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્

    સ્મૃતિ વિશેષાંક લોકાર્પણવિધિ તા. ૨૯-૮-૨૧ના રવિવારે બપોરે ૨-૦૦ વાગ્યે ભોજન પ્રસાદી લીધા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. સારી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. આ અવસરે સંસ્થાના હિતેચ્છુ શ્રી સી.બી. પટેલ અને શ્રી સુરેન્દ્રભાઈ પટેલ લંડનથી હાજર રહ્યા હતા. બપોરે ૨-૦૦ વાગ્યે કાર્યક્રમ શરૂ કરવામાં સંસ્થા વતીથી મંત્રીશ્રી આશિતભાઈ જરીવાલાએ દરેક સભ્યોનું સ્વાગત કરી અતિથિ વિશેષ મહેમાનોએ દીપપ્રાગટ્ય કર્યું હતું, તેમાં સંસ્થાના પ્રમુખ શ્રી દશરથભાઈ નાયી, સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ, ઈશ્વરભાઈ ટેલર તેમજ હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થના પ્રમુખ હર્ષાબહેન શુક્લા હતા. બાળાઓ દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું તે પછી મહેમાનોને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા. મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરી સંસ્થાના પ્રમુખશ્રીએ સભાને સંબોધિત કરી હતી અને આજના આ કાર્યક્રમનો હેતુ શું છે તેથી સમજ આપી હતી. ત્યારબાદ આજના અતિથિવિશેષ સી.બી. પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષાબહેન શુક્લાએ સંબોધન કર્યું હતું.

    પૂ. મહંત સ્વામીની ગોંડલ સ્થિત BA...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. ૨૯ ઓક્ટોબરે તેઓ સારંગપુરથી ગોંડલ પધાર્યા હતા. ગોંડલ સ્થિત BAPS અક્ષર મંદિરે મંહત સ્વામીની પધરામણી થવાની જાણ થતાં જ ભક્તોની ભીડ મંદિરના માર્ગો પર જમા થવા લાગી હતી. દિવાળીના પર્વ નિમિત્તે મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમના આગમન નિમિત્તે સાંજે સ્વાગત સભા યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પૂ.મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામી દરરોજ અક્ષર દેરીના દર્શન કરે છે. અગાઉ તેમણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિરના નિર્માણ માટેના કોતરણીવાળા પ્રથમ સ્તંભની પૂજન વિધિ પણ કરી હતી.

    સાઉથોલમાં શ્રી જગન્નાથ પરિવા

    ભગવાન શ્રી જગન્નાથ મહાપ્રભુની સેવા કરવા માટે લંડનમાં અથવા તેની આસપાસના વિસ્તારમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાના ઉદ્દેશથી શ્રી જગન્નાથ સોસાયટી (SJS) યુકેની સ્થાપના થઈ હતી. યુકેમાં રહેતા ભગવાન જગન્નાથના ભક્તોની આ ઈચ્છા હતી. SJS તેના સભ્યોની નોંધણી તથા મંદિરના નિર્માણ માટે યોગ્ય સાઈટ નક્કી કરવા માટે અથાગપણે પ્રયત્નશીલ છે. દરમિયાન, તેઓ લંડનના સાઉથોલમાં આવેલા શ્રી રામ મંદિર, 23 કિંગ સ્ટ્રીટ સાઉથોલ UB2 4DA ખાતે ભગવાન જગન્નાથનું કામચલાઉ મંદિર સ્થાપી રહ્યા છે. શ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJS)નો ઉદ્દેશ સનાતન ધર્મના પ્રચાર – પ્રસારનો છે.  

    • વણિક કાઉન્સિલના નવા પ્રોજેક્ટના શુભારંભ નિમિત્તે રવિવાર તા. ૭ નવેમ્બર ૨૧ના રોજ  રાજીવ શર્મા અને વેદાના સંગીતનો કાર્યક્રમ તેમજ સુવિખ્યાત વક્તાઓના વક્તવ્યનો ઝૂમ કાર્યક્રમ રાતના ૮ થી ૯.૩૦ રાખવામાં આવ્યો છે.  Zoom ID / pass word :974 078308
    નવા પ્રોજેક્ટ અન્વયે જૈન અને હિન્દુ વણિકોને નીચે મુજબ વિશિષ્ઠ સેવા સાદર કરવામાં આવશે.
    *એકલા રહેતા વડીલોને નિયમિત સામાજિક સંપર્ક સેવા 'લાંબા સમયની માંદગીનો શિકાર બનેલાઓની સામાજિક અને ધાર્મિક દેખરેખ' 'સાઇન પોસ્ટ માનસિક બિમારીવાળા લોકોને સહાય સેવા' નિ:સહાય શોષિત, ઉપેક્ષિત વયસ્કોને રક્ષણ આપવું.
    વધુ વિગત માટે સંપર્ક : શ્રી મનહર મહેતા : 07775 523 233 www,vanikcouncil.uk

    • અનુપમ મિશન, The Lea, Western Ave, અક્સબ્રીજ, ડેનહામ UB9 4NA – તા. ૪ નવેમ્બર લક્ષ્મી પૂજન અને શારદાપૂજન વિધિ - સાંજે ૬થી ૭.૩૦ મહાપ્રસાદ – ૭.૪૫ આરતી અને ૮ વાગે લક્ષ્મી પૂજન અને શારદાપૂજન – તા. ૫ અન્નકૂટ દર્શન – બપોરે ૧૨ થાળ, ૧૨.૩૦ નૂતન વર્ષ મિલન સભા - બપોરે ૧.૩૦ પહેલી અન્નકૂટ આરતી. તે પછી સાંજે ૫ સુધી દર અડધા કલાકે આરતી - સાંજે ૬ છેલ્લી આરતી - આ કાર્યક્રમ દરમિયાન મહાપ્રસાદની વ્યવસ્થા છે.