સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ABPL ગ્રુપના નિયમિત પત્રલેખકોનુ

    ગુજરાત સમાચાર અને એશિયન વોઈસએ ૨૬ માર્ચ ૨૦૨૧ના રોજ પત્ર લેખકોના વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું. જાણીતા અને નિયમિત પત્ર લેખકોના યોગદાન બદલ તેમનો આભાર માનીને તેમનું સન્માન કરાયું હતું.

    1928 Institute બ્રિટિશ – ભારતીય થીંક ટેન્ક છે. તેની રચના ઓક્સફર્ડ સ્થિત થોડાંક ભારતીય એકેડેમિક્સ દ્વારા ૨૦૨૦માં કરવામાં આવી હતી. તેમનો હેતુ યુકેના સાંસદો અને મીડિયા સમક્ષ બ્રિટિશ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનો છે. તેઓ આપણી કોમ્યુનિટી વિશે વધુ સમજ ફેલાવવા માગે છે. તેઓ રચનાત્મક લેખન સ્વરૂપે અને વિઝ્યુઅલ મીડિયાના માધ્યમથી આપણી કોમ્યુનિટી વિશેના કોલોનિયલ નિરુપણોને દૂર કરવા માગે છે. આ શબ્દોને સરળતાપૂર્વક સમજાવવાની જરૂર છે. તે બીન – ભાગલાવાદી, સમાવેશી, આંતરરાષ્ટ્રીયવાદી અને પાયાના સ્થાપક હોઈ શકે. તેમને મોટાભાગે સ્થાપકો જ ફંડ આપે છે. તેમને આંશિક ફંડિંગ લીનાક્રે કોલેજ, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા કરાય છે.

    • VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે તા.૫.૨.૨૨ને શનિવારે વસંત પંચમીની ઉજવણી થશે. સવારે ૧૧ વાગે સરસ્વતી પૂજા, સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજા અને સત્સંગ - સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને સૌ સાથે મળીને ભોજનનો આનંદ ઉઠાવીશું.

    ગુજરાતનાં જાણીતા ભજનિક હેમંતભાઇ ચૌહાણને હેરો ઇસ્ટના એમપી શ્રી બોબ બ્લેકમેનના હસ્તે અગ્રણી મહેમાનો અને સંગીતપ્રેમીઓની હાજરીમાં સંગીત ભૂષણ એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયું હતું.

    • બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા હિંદીમાં યોગ સાધના કાર્યક્રમ
    વિશ્વશાંતિ માટે હિંદી ભાષામાં એક કલાક યોગ સાધનાના કાર્યક્રમનું તા.૨૦.૨.૨૦૨૨ને રવિવારે સાંજે ૬.૩૦થી રાત્રે ૮ દરમિયાન ઝૂમના માધ્યમથી (Zoom meeting ID: 990 9901 2708 | Passcode: peace) બ્રહ્માકુમારીઝ યુકે દ્વારા આયોજન કરાયું છે.

    અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. તેમની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. દરરોજ તેઓ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.

    દેશ-વિદેશના અસંખ્ય ભક્તો-ભાવિકો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉજવાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે. આ મહોત્સવ ૨૦૨૨માં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં અમદાવાદ ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાશે.

    BAPS ચેરિટીઝ નાઈરોબી દ્વારા હોસ્...

    ૧લી ફેબ્રુઆરીએ BAPS ચેરિટીઝ નાઈરોબી દ્વારા નાઈરોબીની મથારી નેશનલ ટીચીંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં લેડીઝ ગારમેન્ટનું ડોનેશન કરવામાં આવ્યું હતું.
    આ હોસ્પિટલની સ્થાપના ૧૯૧૦માં બ્રિટિશ કોલોનિયલ ગવર્નમેન્ટ દ્વારા પાગલોના આશ્રયસ્થાન તરીકે કરાઈ હતી. ૧૯૨૪માં તેને મેન્ટલ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે મૂળ આફ્રિકનોને દાખલ કરાતા હતા.

    ૪૨ વર્ષો બાદ બુલોપાવાસીઅોનું

    યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર પ્રસંગ બની રહ્યો. સાઉથ હેરોમાં અાવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં ૪૫૦થી ૫૦૦ જેટલા ભાઇ-બહેનોએ એકબીજાને મળી વર્ષોની યાદોંનો ખજાનો ખોલતા અાનંદ - અાનંદ વરતાઇ ગયો હતો.