ધનુર્માસનો પ્રારંભ થયા પછી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને ગરમ વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. ધનુર્માસમાં કડકડતી ઠંડી પડતી હોવાથી તાપણાં માટે ભગવાન સમક્ષ સગડી પણ મૂકવામાં આવી છે. હાલ ભગવાનને બ્લેન્કેટ, રજાઈ, ગરમ ટોપી જેવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે. શિયાળો હોવાથી મંદિરમાં ભગવાનને વિવિધ સુહાગ પાક તેમજ ગરમ મસાલાથી તૈયાર કરાયેલો થાળ ધરાવવામાં આવે છે તેમજ પ્રસાદમાં ખીચડો આપવામાં આવે છે. મહંત દિલીપદાસજીના જણાવ્યા અનુસાર ખુદ ભગવાને કહ્યું છે કે, ધનુર્માસમાં જપ - તપ અને વ્રતનું વિશેષ મહત્ત્વ છે. આ માસમાં કરેલા વ્રત, દાન, જપનું અનેકઘણું ફળ મળે છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
૧૯ ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર - હીરાપુર ખાતે કરવામાં આવ્યો હતો. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૧૦૧ વર્ષના વરિષ્ઠ સંત હતા. આ પ્રસંગે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (BAPS), શાહીબાગ, SMVS સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા તથા જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટીના સંતો પધાર્યાં હતાં.
SDM & HCC, કાર્ડિફ તરફથી ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને અભિનંદનઅમે સનાતન ધર્મ મંડળ અને હિંદુ કોમ્યુનિટી સેન્ટર (SDM & HCC) તરફથી સીબી પટેલ તથા તેમની ટીમને ૫૦મા સ્થાપના દિને ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને અભિનંદન પાઠવતા ખૂબ આનંદ અને આદરની લાગણી થાય છે. ખરેખર, આ એક અદભૂત સિદ્ધિ છે.
અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના સીઈઓ તરીકે ભારતીય અમેરિકન એકઝિક્યુટિવ નવીન ગોયલની વરણી કરવામાં આવી હતી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના ચેરમેન શિવા શિવરામે તેમની નિમણુંકની ૯ ડિસેમ્બરે જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું કે ભૂખને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાના મિશનને આપણે આગળ વધારવા પ્રયત્નશીલ છીએ ત્યારે તેમના નેતૃત્વનો અનુભવ અને ફિલાન્થ્રોપી માટે તેમનો ઉત્સાહ આપણી ભાવિ સફળતામાં ઉપયોગી પૂરવાર થશે તેમાં કોઈ શંકા નથી.
ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન મંદિરના આદરણીય વડીલ શ્રી છોટાલાલ મગનલાલ લિંબાચિયાનો ટૂંકી માંદગી ભોગવી તા. ૧૬-૧૨-૨૧ના ગુરુવારના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે ૮૮ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. આ દુઃખદ સમાચારથી ગુજરાત હિન્દુ સોસાયટી તેમજ યુ.કે.ના સમગ્ર હિન્દુ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
અનુપમ મિશન-યુકેએ બકિંગહામશાયરના ડેનહામ ખાતેની જમીન પર અત્યાધુનિક ક્રિમેટોરિયમ - સ્મશાનગૃહના નિર્માણ મુદ્દે સીમાચિહ્ન પ્લાનિંગ અપીલમાં વિજય પ્રાપ્ત કર્યો છે. આ સ્થળ વર્તમાન હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની નજીક આવેલું છે. યુકેમાં આ સૌપ્રથમ ખાસ હેતુસરનું હિન્દુ ધર્મનું સ્મશાનગૃહ બની રહેશે. આ વિજય લેન્ડમાર્ક અપીલ માટે સંઘર્ષ કરનારા અનેક હિસ્સેદારોની સતત ધીરજ અને મક્કમ નિર્ધારના છ વર્ષની લડતનું પરિણામ છે જેના વિના આ વિજય અશક્ય રહ્યો હોત.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને સૌ સાથે મળીને ભોજનનો આનંદ ઉઠાવીશું.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે તેમની પ્રાતઃપૂજાનો લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી દરરોજ ધનુર્માસનો સંદેશ લખે છે. તેઓ નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે. પૂ. મહંત સ્વામીએ વાઘોડિયા, અંતોલી, પીપળીયા, ઈટોલા, શ્રદ્ધાપાર્ક (રાજકોટ), રાજુપુરા, કાશીપૂરા, અંબાલી, લુણાદ્રા વસાહતના BAPSમંદિરોમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તે ઉપરાંત, અંબામાતા - વેરાઈમાતા મંદિર અને બંટી ફળિયા (જંબુસર) ખાતે નિર્માણ પામનારા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર માટે ઈષ્ટશિલા પૂજન પણ કર્યું હતું.
ર૬ ડિસેમ્બરને રવિવારે સાંજે કુમકુમ સેવા કેન્દ્ર - હીરાપુર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક આનંદપ્રિયદાસજી સ્વામીની શ્રદ્ધાજંલિ સભા યોજાઈ હતી. તેના અધ્યક્ષપદે હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામી હતા. આ પ્રસંગે ધૂન, ધ્યાન,ભજન, કીર્તન કરવામાં આવ્યા હતા. સભામાં વિવિધ સંપ્રદાયના સંતો. મહંતો અને રાજકીય મહાનુભાવોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
૨૬ ડિસેમ્બરને રવિવારે સાંજે અમદાવાદમાં ક્લબ O7 ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ વ્યક્તિ વિશેષોના સન્માનનો સમારંભ યોજાઈ ગયો. આ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય વિશેષ અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.
