• પંકજ સોઢા પ્રસ્તુત દિવાળી શોપિંગ બજાર ૨૦૨૧ - ગેલેક્સી શોઝ લંડન અને લાયકા ગોલ્ડ બોલિવુડ ક્લાસિક્સ દિલસે તથા સિટીબોન્ડ ટુર્સના સહયોગથી પંકજ સોઢા પ્રસ્તુત દિવાળી શોપિંગ બજાર ૨૦૨૧નું તા.૩૧.૧૦.૨૧ને રવિવારે સવારે ૧૦થી રાત્રે ૧૦ દરમિયાન સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, j/wધ એવન્યુ વેમ્બલી HA9 9PE ખાતે આયોજન કરાયું છે. શશી રાણા અને લાયકા ગોલ્ડના કાજલ તેમજ જીમિશા, હેતલ અને રોશની સુમધુર બોલિવુ઼ડ ગીતો રજૂ કરશે. વધુમાં, ડાન્સ પર્ફોર્મન્સ પણ રજૂ થશે. ફૂડ સ્ટોલ્સ, રંગોળી, સ્વીટ્સ, ફેશન સ્ટોલ્સ, મેંહદી, જ્વેલરી અને વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેવા આમંત્રણ છે. સંપર્ક. વીડિયોરામા - 0208 907 0116 બોલિવુડ પાન - 020 8204 7807 દીપા - 07947 561 947
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વંશીય લઘુમતી ગ્રૂપના વધુ લોકો વેક્સિન લઈને સુરક્ષિત બને તે માટેના પ્રયાસમાં ફાર્મસી ગ્રૂપ લફબરોના મોર્નિંગસાઈડ ફાર્મસી ગ્રૂપના ભાગરૂપ પટેલ્સ કેમીસ્ટે લેસ્ટરમાં નારબરો રોડ પર આવેલા જલારામ કોમ્યુનિટી સેન્ટરમાં NHS Covid-19 વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરની ક્ષમતા દર વીકે ૩,૦૦૦ વેક્સિનના ડોઝ આપવાની છે. તેનો મુખ્ય હેતુ લેસ્ટરમાં અને ખાસ કરીને વેસ્ટકોટ્સ એરિયાની લોકલ કોમ્યુનિટીને આ સેવા પૂરી પાડવાનો છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા વિવિધ સંસ્થાઓના સંતો, મહંતોએ શુભેચ્છા પાઠવી હતી. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ (આફ્રિકા વર્ષ ૧૯૪૮) પર પહોંચનારા પ્રથમ સંત હતા.
દિલ્હીમાં આવેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, દિલ્હીના ૪૩ મા પ્રતિષ્ઠા ઉત્સવની પૂર્વ સંધ્યાએ શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત થઈ હતી. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, તેમણે આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા, શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી તથા શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ એમ ત્રણ પેઢીઓના દર્શન, આશીર્વાદ મેળવ્યા છે.
BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીસ્વામીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મુલાકાત લઇને તેઓને આશીર્વચન, અભિનંદન પાઠવ્યા હતા. આ અભિવાદન દરમિયાન તેઓએ વિશ્વકલ્યાણની ભાવના વ્યક્ત કરવા સાથે ગુજરાતના સર્વાંગી ઉત્કર્ષ અંગે સૌને સતત પ્રયાસરત રહેવાનો સંદેશો પાઠવ્યો હતો તેમજ ગુજરાત અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓના કલ્યાણ અંગે ચર્ચા કરી હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૦ ઓક્ટોબરે શરદપૂનમ નિમિત્તે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સભા યોજાઈ હતી. ગાદી પર બિરાજમાન પૂ. મહંત સ્વામી સાધુઓ સાથે રાસ રમ્યા હતા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જન્મજયંતિ નિમિત્તે વિશેષ સભા પણ યોજાઈ હતી. તેમાં વરિષ્ઠ સંતોએ પ્રેરક પ્રવચનો કર્યા હતા.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે ૧ નવેમ્બર, ૨૦૨૧થી બીજી સુચના ન અપાય ત્યાં સુધી મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471
• BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુકે અને યુરોપ
દિવાળી દર્શન – દિવાળી અને નૂતનવર્ષના તહેવાર દરમિયાન યુકેના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરો ખૂલ્લા રહેશે અને દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. તા.૪ નવેમ્બર ગુરુવાર સવારે ૯.૦૦થી રાત્રે ૮, તા.૫ નવેમ્બર શુક્રવાર સવારે ૧૦થી રાત્રે ૯, તા. ૬ નવેમ્બર શનિવાર સવારે ૯થી રાત્રે ૮, તા.૭ રવિવાર સવારે ૯ થી સાંજે ૬ દર્શન માટે અગાઉથી neasdentemple.org પર બુકિંગ કરાવવું જરૂરી છે. સંપર્ક. 020 8965 2651
બાંગ્લાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ૨૩ ઓક્ટોબરને શનિવારે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયસનેસ (ઈસ્કોન)એ તેના ૧૭૦ દેશના ૭૪૦ મંદિરો ખાતે દેખાવો યોજ્યા હતા. ઈસ્કોને તેને 'ગ્લોબલ કિર્તન પ્રોટેસ્ટ' જણાવીને સોશિયલ મીડિયા પર #Globalkirtanprotest કેમ્પેન પણ ચલાવ્યું હતું.
બાંગ્લાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ૨૩ ઓક્ટોબરને શનિવારે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયસનેસ (ઈસ્કોન)એ તેના ૧૭૦ દેશના ૭૪૦ મંદિરો ખાતે દેખાવો યોજ્યા હતા. ઈસ્કોને તેને 'ગ્લોબલ કિર્તન પ્રોટેસ્ટ' જણાવીને સોશિયલ મીડિયા પર #Globalkirtanprotest કેમ્પેન પણ ચલાવ્યું હતું.
