સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    HFB દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં ૨૦મ...

    હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) એ ત્રીજી નવેમ્બરે હાઉસ ઓફ કોમન્સ ખાતે પાર્લામેન્ટરી હોસ્ટ બોબ બ્લેકમેન (MP) અને લોર્ડ નવનીત ધોળકિયા સાથે ૨૦મા દિવાળી ઈવેન્ટની વર્ચ્યુઅલ ઉજવણી કરી હતી. કોવિડ -૧૯ના નિયંત્રણોને લીધે કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીમાં વેબીનાર પ્લેટફોર્મ પર ૫૫ પેનલિસ્ટ અને ૯૪થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઘણાં લોકોએ આ કાર્યક્રમ ફેસબુક લાઈવ નિહાળ્યો હતો.

    લેસ્ટરમાં જંગલ ક્લબ ખાતે ૧૪ નવેમ્બરને રવિવારે જલારામ મંદિર, લેસ્ટરની ઓર્ગન ડોનર ટીમે જલારામ બાપાની ૨૨૨મી જન્મજયંતી નિમિત્તે વિવિધ મનોરંજન પર્ફોર્મન્સીસના માધ્યમથી તેમને સાંસ્કૃતિક કાર્યક્રમના સ્વરૂપે અંજલિ અર્પી હતી.se

    સંસ્થા સમાચાર...

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૫-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    સેવા અને સંવાદિતાનું ધામઃ શિવ...

    ભારતીય પ્રજા પ્રવાસ શોખીન છે. પ્રવાસે નીકળેલો ગુજરાતી યુરોપ આખું ઘૂમી વળે પણ લિસ્બનનું શિવ મંદિર ના જુએ તો હીરો ઘોઘે જઈને ડેલે હાથ દઈને પાછો ફરે તેવું થાય? ભારતમાં દરિયારસ્તે પ્રથમ આવનાર યુરોપીય પ્રજા તે પોર્ટુગીઝ. એક જમાનામાં તેમણે ખ્રિસ્તી ધર્મ ફેલાવવા વર્તાવેલો ત્રાસ અને આજે કેથોલિક પોર્ટુગલની સરકારે લિસ્બનમાં શિવ મંદિર સ્થાપવા કરેલી મદદ એ સમયની બલિહારી છે. યુરોપમાં ઠેર ઠેર વૈષ્ણવ, સ્વામિનારાયણ, ગણેશ મંદિર મળે પણ ધાર્મિક-સામાજિક-સામુદાયિક પ્રવૃત્તિઓથી ધમધમતું શિવ મંદિર જોવું હોય તો લિસ્બન જવું પડે.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સર્વે વડિલોનું સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કરવામાં આવશે અને સૌ સાથે મળીને ભોજનનો આનંદ ઉઠાવીશું.

    પૂ. સ્વામી પરમાત્માનંદજી સરસ્

    પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઇને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના લેક્ચર દ્વારા શિક્ષણ આપનાર પૂ. સ્વામી પરમાત્માનંદજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7EX ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રારંભે સ્નેહમિલન બાદ સાંજના ૭-૩૦થી ૮-૪૫ ભક્તો યોગ વિષે વાર્તાલાપ કરશે અને તે પછી રાતના ૯ સુધી શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે. જતીન્દર કુમાર દ્વારા આયોજીત આ 'પ્રેયરફુલ લિવીંગ – ભક્તિ યોગ' પ્રવચનમાં પધારવા સૌને નિમંત્રણ છે.

    'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' અને સંગત સેન્ટર દ્વારા આગામી તા. ૧ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સંગત સેન્ટર, ૨૨ સેનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

    પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૨જીએ ગોંડલથી રાજકોટ ગયા હતા અને ત્યાંથી વિચરણ માટે વડોદરાના અટલાદરા પહોંચ્યા હતા. ૭ ડિસેમ્બરને મંગળવારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદમાં પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં સંત દીક્ષા મહોત્સવ યોજાયો હતો. પૂ. મહંત સ્વામીએ દીક્ષા લેનારા સંતોને આશીર્વચન પાઠવ્યા હતા.

    • ઝૂમ પર ‘ભજનસંધ્યા’માં જોડાઓ 
    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO), ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન (GCS) તથા ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૭.૩૦થી "ભજન સંધ્યા"નો કાર્યક્રમ ઝૂમ (zoom)ઉપર યોજાયો છે. ઝૂમ ઉપર જોડાવા પાસવર્ડની જરૂર નથી આપ Meeting ID: 812 2236 3050 દ્વારા જોડાઇ શકશો. વધુ માહિતી માટે સંપર્ક ધીરૂભાઇ ગઢવી 07780 667160.

    VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ખાતે શ્રદ્ધાળુઓ, સભ્યો અને વોલન્ટિયર્સની મદદતી મહત્ત્વના સુધારા કરાયા છે.. શિવાજી હોલઃ શિવાજી હોલના બે રૂમના રૂફમાં લીકેજ હતું અને તેને લીધે રૂમોમાં ખૂબ ભેજ આવતો હતો. રૂમોને રિપેર કરાયા છે અને કલર કરીને તેમાં નવી કારપેટ્સ મૂકીને રૂમોને  ભેજપ્રૂફ બનાવાયા છે.  
    ઈન્ટરનેટ અને વાઈફાઈઃ હવે મંદિર હોલ અને શિવાજી હોલમાં ઈન્ટરનેટ અને વાઈફાઈ સર્વિસ ઉપલબ્ધ કરાઈ છે. નવા વર્ષે તે કોમ્યુનિટી બિલ્ડીંગમાં પણ શરૂ કરાશે.