સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદ

    શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્યશ્રી જિતેન્દ્રિપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિ આગળ પતંગનો શણગાર કરાયો હતો.

    કુમકુમ મંદિર દ્વારા  શ્રી આનંદ...

    ૧૭ જાન્યુઆરીએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અંતર્ધ્યાન થયા તેની પ્રથમ માસિક તિથિ નિમિત્તે “દિવ્ય ભાવાંજલિ” નો કાર્યક્રમ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરુપદાસજી સ્વામીની નિશ્રામાં યોજાયો હતો. આ પ્રસંગે ધ્યાન, ભજન, કિર્તન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વચનામૃત ગ્રંથનું પઠન કરવામાં આવ્યું હતું. સંતોએ સદગુરુ સ્વામીના ગુણોનું વર્ણન કર્યું હતું.

    પૂ. મહંત સ્વામીનું અટલાદરામાં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. તેઓ નિયમિતપણે સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું વાંચન કરે છે અને યોગીવાણી વિશે પ્રવચન આપે છે.

    • બ્રહ્માકુમારીઝ UK દ્વારા ઓનલાઈન કાર્યક્રમ  

    શું આપ જાણો છો કે સૃષ્ટિ પર સર્વ પ્રથમ મનુષ્ય - આદિ દેવ - કોણ હતા ? એમની રચના કેવી રીતે થઇ અને એમણે શું કાર્ય કર્યું ? આ બાબતે વિશ્વના અનેક ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. અનેક માન્યતાઓ વચ્ચે સત્ય શું છે તે જાણવા માટે બ્રહ્માકુમારીઝ UK દ્વારા તા.૨૯.૧.૨૨ને શનિવારે બપોરે ૪ વાગે ઝૂમના માધ્યમથી (Zoom ID: 942 4034 3810 Passcode: 223676) ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    SPMS યુકે દ્વારા નેતાજી સુભાષચંદ...

    ભારતની આઝાદીના ૭૫મા વર્ષમાં આપણી બહુસ્તરીય સ્વાતંત્રની ચળવળમાં સુભાષચંદ્ર બોઝ સૌથી મહત્ત્વના નેતા રહ્યા છે. ભારતને આઝાદ કરાવવા માટે અહિંસા અને સત્યાગ્રહને બદલે લડાઈના માર્ગની તરફેણ કરનારા બોઝ ૧૧ વખત જેલની સજા ભોગવ્યા પછી યુદ્ધમેદાનમાં હુકુમત – એ – બ્રિટાનીયા સામે સંઘર્ષ કરનારા પ્રથમ ભારતીય નેતા બન્યા હતા. તેમણે એક ધ્વજ, એક લશ્કર, એક નેતા, એક કીચન અને એક સૂત્ર ‘દિલ્હી ચલો’ હેઠળ ભારતને સંગઠિત કર્યું તે ખરેખર આશ્ચર્યજનક છે. બોઝે લીધેલાં પગલાંથી ભારતમાં હુકુમત – એ – બ્રિટાનીયાના ક્રૂર શાસનને હંમેશને માટે ઉથલાવી નાખ્યું, તેટલું જ નહીં બ્રિટિશ શાસનનો પણ અંત લાવી દીધો.

    કેનબેરામાં નવા BAPS મંદિરનો શિલા...

    ગઈ ૧૫ જાન્યુઆરીને શનિવારે ઓસ્ટ્રેલિયાના પાટનગર કેનબેરામાં નવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો હતો. તેમાં ૨૫૦થી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તોએ પરમચિંતનદાસ સ્વામી અને અન્ય સ્વામીઓ દ્વારા આયોજીત વેદિક મહાપૂજામાં ભાગ લીધો હતો.

    કરોડો દેશવાસીઓ બલિદાન અને કર્

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થાના આબુરોડ આંતરાષ્ટ્રીય મુખ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની વર્ચ્યુઅલ શરૂઆત કરાવી હતી. આ સાથે સાત વિવિધ અભિયાનોને પણ ફ્લેગ ઓફ કરાયા હતા. આ અવસરે વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે કરોડો દેશવાસીઓ તેમના બલિદાન અને કર્તવ્ય વડે આજે સ્વર્ણિમ ભારતનો પાયો નાખી રહ્યા છે. આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિને લીધે છે. આ લાગણી એક બળ બની રહી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’ દેશનો મૂળ મંત્ર બની રહ્યો છે. તેમણે ઉમેર્યું, ‘અમે ભેદભાવને કોઇ સ્થાન ન હોય એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ. બ્રહ્માકુમારી સંસ્થાનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં છે. મને આશા છે કે આવનારા સમયમાં આ અભિયાનમાં નવી ઊર્જા સંચાર થશે.’

    ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલ

    ભારતીય હાઈ કમિશન દ્વારા આ વર્ષે ૩૦ જાન્યુઆરી, ૨૦૨૨ને ગાંધી નિર્વાણ દિને પુષ્પાંજલિના ટૂંકા કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તે પ્રમાણે સવારે ૧૧ વાગે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન ખાતે હાઈ કમિશનર ગાયત્રી ઈસ્સાર કુમાર અને કેમડનના મેયરની સાથે હાઈ કમિશનના કેટલાંક અધિકારીઓ પૂ. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પશે.

    અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે જ બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ અટલાદરા ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે. ૨૬ જાન્યુઆરીને બુધવારની પૂજામાં પૂ. મહંત સ્વામીએ ભારતના ૭૩મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરી હતી.

    ઓસ્ટ્રેલિયાના ન્યૂકાસલમાં નૂ...

    ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ પૂ. મહંત સ્વામીના આશીર્વાદ સાથે પરમચિંતનદાસ સ્વામી અને પ્રિયચિંતનદાસ સ્વામીએ ન્યૂકાસલના કાર્ડિફ પરાંવિસ્તારમાં પવિત્ર મૂર્તિ સ્થાપન વિધિ અને નવા હરિ મંદિરની ઉદઘાટન વિધિ કરી હતી. ત્યારપછી, મંદિરમાં બિરાજમાન મૂર્તિઓ સમક્ષ શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.