સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    શ્રી સ્વામિનારાયણ - કુમકુમ - મંદિર - મણિનગર ખાતે ૭ ડિસેમ્બરે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીના ગ્રંથ ‘વચનામૃત’ની ર૦રમી જયંતી મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષપદે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે સવારે ૮ વાગે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, મહાપૂજા, વચનામૃત ગ્રંથનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું હતું. સંતોએ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટીકા ઉપર વિવેચન કર્યું હતું.

    પૂ. મહંત સ્વામીનું અટલાદરામાં...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. ચાણસદમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવમાં પૂ. મહંત સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચાણસદમાં પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે પૂ. પ્રમુખ સ્વામી વિશેના પ્રદર્શનને નિહાળ્યું હતું. બે તબક્કામાં યોજાયેલા સંત દીક્ષા મહોત્સવમાં પૂ. મહંત સ્વામીએ દીક્ષા લેનારા પાર્ષદોને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ માટે બર્થ ડે કાર્ડ પણ તૈયાર કર્યું હતું.

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે

    ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટના રોડશો માટે ૪૦ સભ્યના પ્રતિનિધિ મંડળ સાથે દુબઇની મુલાકાત માટે ગયા હતા. તે દરમિયાન પ્રતિનિધિમંડળે અબુધાબીમાં BAPS સંસ્થા દ્વારા આકાર પામી રહેલા ભવ્યાતિભવ્ય હિન્દુ મંદિર સ્થળની મુલાકાત લઇ પ્રદર્શિત મોડેલ દ્વારા બાંધકામ સહિતના વિવિધ આયોજનોની વિગતો મેળવી હતી. આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી, ઉદ્યોગ રાજ્ય પ્રધાન જગદીશ પંચાલ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે, કૈલાસનાથન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

    ચાણસદમાં ૫૫ યુવાનોએ પૂ. મહંત સ

    પાદરાના ચાણસદ ગામે બીએપીએસ પ્રાયોજિત દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે ૫૫ યુવાનોએ પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી હતી. પૂ. મહંત સ્વામી મહારાજે સ્વહસ્તે ૫૫ નવયુવાનોને દીક્ષા પ્રદાન કરી હતી. ચાણસદ ગામ પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ અને શાંતિનું ધામ ગણાય છે.

    •  બ્રહ્માકુમારીઝ વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી (યુકે) દ્વારા વિશ્વ શાંતિ માટે યોગ સાધનાનું તા.૧૯.૧૨.૨૦૨૧ને રવિવારે સાંજે ૬.૩૦ (યુકે ટાઈમ) વર્ચ્યુઅલ માધ્યમ ( Zoom ID 990 9901 2708- PASSCODE – peace) થી આયોજન કરાયું છે.  તેમાં ભારતથી ડો. શાંતનુ હિંદીમાં મેડિટેશન એન્ડ ઈન્સ્પિરેશન્સ વિશે પ્રેરક પ્રવચન આપશે. 

    કેટલાંક લોકો લોકલ ગવર્નમેન્ટની નવી પહેલ હોવાનું જણાવીને ઘરે ઘરે જઈને માસ્કનું વિતરણ કરે છે. તેઓ આ માસ્ક બરાબર ફીટ થાય છે કે નહીં તે જોવા માટે હંમેશા લોકોને માસ્ક પહેરવાનું કહે છે. તેમાં કેમિકલ્સનો ડોઝ હોય છે. તેનાથી તમે બેહોશ થઈ જશો. તમે બેભાન થશો એટલે તરત જ તે તમને લૂંટવાનું શરૂ કરશે. મહેરબાની કરીને અજાણ્યા લોકો પાસેથી માસ્ક લેસો નહીં.

    અટલાદરામાં પૂ. મહંત સ્વામીનું...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. તેમણે આફ્રિકા માટે સત્સંગ દીક્ષા સાપ્તાહિક અભિવાદન સભાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ સભામાં સત્સંગ દીક્ષા મુખપાઠના વિજતાઓનું ટ્રોફી એનાયત કરીને સન્માન કરાયું હતું. પૂ. મહંત સ્વામીએ સૌ વિજેતાઓને, સંતોને તથા હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે આફ્રિકાના સંતો સાથે ચર્ચા પણ કરી હતી.

    નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે.ન

    નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે. અને લાઇફ ગ્લોબલ યુ.કે. ના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા.૨૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદના મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે સવારના ૧૦.૩૦ વાગે ગરીબી રેખા હેઠળની ૨૫૦ મહિલાઓને રોજગારી ઉપલબ્ધ કરાવવા વોકેશનલ ટ્રેનિંગનું ઉદ્ઘાટન ભારતના ૭૫મા આઝાદી દિનના ઐતિહાસિક પ્રસંગે કરવામાં આવ્યું હતું.

    • VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે લેડીઝ સત્સંગ - સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471

    લંડનમાં પૂ. પ્રમુખ સ્વામી મહાર...

    ૧૧ અને ૧૨ ડિસમ્બરે સંખ્યાબંધ કાર્યક્રમો સાથે પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરમાં મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ સાથે ૧૦૦ વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરમાં વીડિયો અને સ્વામીઓ દ્વારા વર્ણન સાથે જ્ઞાનવર્ધક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને લાઈવ વેબકાસ્ટ દ્વારા યુકે તેમજ યુરોપના તમામ મંદિરો અને સેન્ટરોમાં તેનું સ્ટ્રીમીંગ કરાયું હતું.