સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ૮ વર્ષથી પથારીવશ યુકેના મહિલા...

    અગાઉ ૮ વર્ષથી પથારીવશ રહેલા યુકેના ૬૫ વર્ષીય સેલ્મા હાર્બ શેલ્બી હોસ્પિટલ અમદાવાદ ખાતે ૯ કલાક લાંબી સ્પાઈન સર્જરી કરાવ્યા બાદ સીધા ઉભા રહી શકે અને ચાલી શકે છે. તેઓ ઓક્સફર્ડના રહેવાસી અને ફાર્મસિસ્ટ છે. તેમણે પોતાની ફાર્મસી સ્થાપી છે. તેમનું આયોજન એક્ટિવ લાઈફ સાથે રિટાયર થવાનું હતું. તેમના પતિ ફૌઝી હાર્બ ફૂડ કેટરિંગનો બિઝનેસ કરે છે. તેમને ચાર સંતાનો છે જેમાંથી એક ડોક્ટર છે.

    એઇલ્સબરીમાં  દિવાળીની શાનદાર

    શનિવાર ૧૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ એઇલ્સબરીના "ડિસ્કવર બક્સ મ્યુઝીમ" ખાતે ભવ્ય દિવાળી કાર્યક્રમનું આયોજન બપોરના ૧૨ થી ૫ કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ૫૦૦ જેટલા ઉત્સવપ્રિય નાના-મોટા સ્થાનિક ભાઇ-બહેનો સજી-ધજી શિયાળાની ઠંડીને અવગણી ઉપસ્થિત રહ્યાં હતાં.

    પૂ. મહંત સ્વામીનું ગોંડલમાં વિ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ગોરાણા ખાતે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. ૨૦ નવેમ્બરને શનિવારે વરણા અને જાયવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં પધરાવવાની મૂર્તિઓની તેમણે પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તે ઉપરાંત, રાજકોટમાં નૂતન હરિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તિરુપતિ પાર્ક ખાતે પધરાવવાની મૂર્તિઓની પૂ. મહંત સ્વામીએ પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તેમણે અક્ષર દેરીની મુલાકાત લઈને સ્વામીનારાયણ ધૂન પણ કરી હતી.

    • VYOE દ્વારા ઈંગ્લિશમાં હિંદુ ધર્મ વિશે મફત ક્લાસીસ - વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન એજ્યુકેશન (VYOE) દ્વારા ૬થી ૧૬ વર્ષના બાળકો માટે હેરોમાં હેરો હાઈ સ્કૂલ અને વેમ્બલીમાં શ્રી સનાતન હિંદુ મંદિર ખાતે ઈંગ્લિશમાં હિંદુ ધર્મ વિશે મફત ક્લાસીસ શરૂ થઈ રહ્યા છે. ક્લાસીસમાં સંપૂર્ણપણે ટ્રેઈન્ડ ટીચર્સ અતિ આધુનિક અને સંવાદાત્મક શિક્ષણ પદ્ધતિ દ્વારા બાળકોને ભણાવશે. અભ્યાસમાં રોજબરોજના જીવનમાં ધાર્મિક અને સાંસ્કૃતિક સિદ્ધાંતોને કેવી રીતે અમલમાં મૂકવા તેના પર પણ વિશેષ ધ્યાન અપાશે. VYOEનો અભ્યાસક્રમ એજ્યુકેશનાલિસ્ટ્સ અને સાઈકોલોજિસ્ટ્સ દ્વારા તૈયાર કરાયો છે. ટર્મનો સમય દર રવિવારે સવારે ૧૦.૩૦થી ૧૧ રહેશે. વધુ વિગત માટે www.VyoEducation.org જુઓ. સંપર્ક. નિમીષા મામતોરા 07956 857 417

    સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પ

    સાઉથ ઓક્સી અને કાર્પેન્ટર્સ પાર્ક ઇન્ડીયન કોમ્યુનિટીએ શનિવાર તા.૧૩ નવેમ્બર ૨૦૨૧ની સાંજે સ્ટેનમોરમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના હોલમાં દિવાળી સંમેલનનું શાનદાર આયોજન કર્યું હતું. આ ઉજવણીનું નેતૃત્વ થ્રી રીવર ડીસ્ટરીક્ટ કાઉન્સિલના કાઉન્સિલર શ્રી શાંતિ મારૂએ સંભાળ્યું હતું. જેમાં ૪૦૦ જેટલા ભાઇ-બહેનો અને ભૂલકાંઓએ ઉત્સાહભેર ભાગ લઇ  લીધો હતો.

    ભારતના લાખો જરૂરતમંદ યુવાનોન

    અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પોતાની ઉજ્જવળ કારકિર્દી અને વૈભવશાળી જીવનને ત્યજી યુવા વયે માનવસેવાનો ભેખ ધારણ કરનાર ગુજરાતનો તરવરીયો યુવાન આજે લાખ્ખો જરૂરતમંદોના જીવનમાં અજવાળાં પાથરી રહ્યા છે જેનું નામ છે અમિતાભ શાહ જેઓ ટૂંક સમય માટે લંડન પધાર્યા છે.

    નવનાત વણિક એસોસિએશન ઓફ યુ.કે. અને લાઇફ ગ્લોબલ યુ.કે. ના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તા.૨૩ નવેમ્બર ૨૦૨૧ના રોજ અમદાવાદના મહેંદી નવાઝ જંગ હોલ, પાલડી ખાતે સવારના ૧૦.૩૦ વાગે ગરીબી રેખા હેઠળની ૨૫૦ મહિલાઓને રોજગારી ઉપલબ્ધ કરાવવા વોકેશનલ ટ્રેનિંગનું ઉદ્ઘાટન ભારતના ૭૫મા આઝાદી દિનના ઐતિહાસિક પ્રસંગે કરવામાં આવ્યું છે.

    પૂ. મહંત સ્વામીનું ગોંડલમાં વિ...

    BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. તેમણે ગોંડલમાં BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિરના નવા મકાનનું તેમજ નવનિર્મિત સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી ગુરુકુળનું ઉદઘાટન કર્યું હતું. તેમણે યુવા તાલીમ કેન્દ્રના પદવીદાન સમારોહમાં ભાગ લઈને સૌને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ જૂનાગઢના મધુરમ મંદિર તથા હિંગતીયા, પીપળીયા, ચિત્રોડી તથા ગોંડલના સ્વામી શ્રી ઘનશ્યામજી ગુરુકુળમાં પધરાવવામાં આવનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ પણ કરી હતી. આ ઉપરાંત, સંતોકપુરા, કસુંબાડ, રાવપુરા (ઝોરાલ) ખાતે તૈયાર થનારા મંદિરોની ઈષ્ટશિલાનું પૂજન પણ કર્યું હતું.

    • ભારતીય રાજદૂતને મળવાની NCGOની માગ

    NCGO એ છેલ્લાં બે વર્ષ દરમિયાન યુકેના ગુજરાતીઓને વિઝા, પાસપોર્ટ, ઓસીઆઈ વગેરે સેવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે યુકેમાં ભારતના રાજદૂતને મળવાની માગ કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરાએ ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે NCGO સાથે સંકળાયેલી સંસ્થાઓના સભ્યોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તે બાબત અમે રાજદૂત સમક્ષ મૂકીને આ મુશ્કેલીઓને દૂર કરવાના રસ્તાઓ વિશે વાટાઘાટો કરવા માગીએ છીએ જેથી યુકેમાં વસતા ગુજરાતીઓના પ્રશ્રોના ઉકેલ મેળવી શકીએ. સંસ્થા સ્વીકારે છે કે કોરોનાની મહામારીમાં રાજદૂત તેમજ તેમના વતી કાર્ય કરતી કચેરીઓ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ, મુશ્કેલીઓને હલ કરવાનું કાર્ય પણ રાજદૂતે કરવું સારું.

    ISSW દ્વારા BAPIO વેલ્સને ડોમેળન મા

    ઈન્ડિયન સોસાયટી ઓફ સાઉથ વેસ્ટ વેલ્સ (ISSW) યુકે દ્વારા ૬ નવેમ્બરને શનિવારે ગાલા ડીનર દિવાળીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ISSWના સભ્યો/ટ્રસ્ટીઓએ BAPIO વેલ્સ (બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજીન) માટે સંસ્થાના સેક્રેટરી પ્રો. હેસ શાહ BEMને ભારતમાં કોવિડ – ૧૯ના અસરગ્રસ્તોને મદદ માટે ૭,૮૫૧ પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. અસરગ્રસ્તોને મદદમાં ખોરાક, ઓક્સિજન પૂરો પાડતા સાધનો, દવાઓ અને મેડિકલ એક્સપર્ટાઈઝ (ટેલીમેડિસિન, સીટી સ્કેનનો રિપોર્ટ કઢાવવો વગેરે) નો સમાવેશ થાય છે.