13 માર્ચને રવિવારે હેઝમાં નવનાત સેન્ટર ખાતે નવા ડાઇનિંગ હોલના એક્સટેન્શનના ઉદઘાટન નિમિત્તે રીબન કટિંગ સેરીમની યોજાઈ હતી. આ પ્રસંગે વિશેષ અતિથિઓ તેમજ કોમ્યુનિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ સ્વામીવાત્સલ્ય પ્રીતિ ભોજનમાં સૌએ સ્વાદિષ્ટ વાનગીઓની લિજ્જત માણી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સ્વામિનારાયણ ગુરુકુલ સુરતના સંતો લંડન સહિત યુકેની સત્સંગ યાત્રાએ છે. આ દરમિયાન લંડનમાં પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હરિભક્તોની સાથે સંતોએ ભાગ લીધો હતો. હિંડોળા કિર્તન ભક્તિ તથા ભગવાનને અભિષેક થયા થયાં હતાં.
બ્રિટનમાં વિવિધા સામાજિક - ધાર્મિક - સેવાભાવી સંસ્થાનો હાથ ધરાયેલા આયોજનો...
યુગાન્ડાના ડિક્ટેટર ઇદી અમીને એશિયનોને દેશનિકાલનો હુકમ 1972માં કર્યો. 26,000થી વધારે એશિયનો યુકે રહેવા આવ્યા. ઘણા લોકો હેરોમાં આવીને સ્થાયી થયા. હેરોમાં શોપિંગ કરતા અમુક મોટી વયના લોકોને એક પબ્લિક બેન્ચ ઉપર બેઠેલા જોઈને શ્રી કાંતિ નાગડાએ તેમની યુગાન્ડાની ઓળખાણ કાઢીને વાતચીત શરૂ કરી.
શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ અનુસાર "જે જન્મે છે એનું મૃત્યુ ચોક્કસ છે"; કોઇનું અકાળે, અણધાર્યું મૃત્યુ થાય છે તો કોઇનું દિર્ઘાયુ ભોગવી મૃત્યુ થાય છે.
ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા યુકેમાં કોમેડી નાટક ‘સાસુમા તુસ્સી ગ્રેટ હો’ના શ્રેણીબદ્ધ શોનું આયોજન થયું છે.
લોહાણા કોમ્યુનિટી - સાઉથ લંડન દ્વારા ક્રોયડનમાં સાકાર થયેલા મંદિરમાં વિઘ્નહર્તા ગણપતિ, શિવ-પાર્વતી, રાધા-કૃષ્ણ, શ્રીનાથજી, રામ-લક્ષ્મણ-જાનકી, જલારામબાપા, અંબાજી માતા, હનુમાનજીની સુંદર પ્રતિમાઓ બિરાજમાન છે.
‘છેલ્લા 45 વર્ષથી મસ્કત ગુજરાતી સમાજ ભારતથી આટલે દૂર રહીને પણ ગુજરાતની અસ્મિતા ટકાવી રાખવાના સંનિષ્ઠ પ્રયાસો કરે છે. ગુજરાતી સમાજના માધ્યમથી ગુજરાતી ભાષા અને અસ્મિતાનું ગૌરવ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહ્યું છે તેનો યશ આ સંસ્થાને ફાળે જાય છે.’ મસ્કત ગુજરાતી સમાજ ઈન્ડિયન સોશિયલ ક્લબના 45મા વર્ષની મસ્કત ખાતે યોજાયેલી ઊજવણીના કાર્યક્રમમાં સંજોગોવશાત્ ઉપસ્થિત ન રહી શકેલા ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ મુજબ સંદેશો પાઠવીને સંસ્થાના સંસ્થાપક મહામંત્રી ચંદ્રકાંત ચોથાણીને વિશેષ અભિનંદન આપીને તેઓના માધ્યમથી ગરવી ગુજરાતનું ગૌરવ વધ્યું હોવાનું જણાવ્યું હતું.
વૈશ્વિક મહામારી કોવિડ-19ને લીધે 2020માં સંપૂર્ણ વિશ્વ થંભી ગયું. આપણું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, એકમાત્ર હેલ્થ કેર વર્કર અને ક્રિટિકલ કી વર્કર્સ રોકાયા ન હતા, જેમણે આ મુશ્કેલ સમયે મદદ કરી. સેવાકાર્ય સતત ચાલુ રહ્યાં. ઘણા લોકોએ પ્રિયજનોને ગુમાવ્યા, પરંતુ આ કપરા સમયે માનવતા મહેંકી ઉઠી અને અમે જોયું કે કરુણા અને કાળજી હજી સમુદાયોમાં અસ્તિત્વમાં છે.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસડન દ્વારા પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવાનું આયોજન થયું છે.
