BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી ભારત સહિતનાં વિશ્વભરનાં ૧૧૦૦થી વધુ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં તથા ૪૦૦૦થી વધુ કેન્દ્રો દ્વારા અનેકવિધ રાહત-સહાય-ચેરીટીનાં કાર્યો થઈ રહ્યાં છે. સંતો અને સેંકડો સ્વયંસેવકો દ્વારા દરરોજ આરોગ્યપ્રદ તાજાં શાકભાજીનું વિતરણ જરૂરિયાતમંદોને થઈ રહ્યું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
નવનાત વણિક એસોસિએશન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઓનલાઇન ભક્તિભેર ઉજવણી કરાઈ હતી. સંસ્થા દ્વારા તા. ૬ માર્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનું આયોજન હતું પરંતુ કોરોના સંકટને કારણે આયોજન રદ કરાયું હતું. આખરે એસોસિએશનના પ્રમુખ દિલિપભાઇ મીઠાણી, કન્વીનર શ્રીમતી હસ્મિતાબેન દોશી તથા કમિટી સભ્યોએ આ ઉજવણી ZOOM પર કરવાનું બીડું ઝડપ્યું અને વેબ કમિટીના નીમેષભાઇ મહેતાનો સંપર્ક સધાયો હતો.
શ્રી હનુમાન ભક્ત પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ઇન્ડિયા કોરોના વાઇરસની બીમારીમાં સપડાયેલ દીન દુઃખી ગરીબોના ભોજન માટે રૂ.૧૦ લાખ (૧૧ હજાર પાઉન્ડ) મોકલાવ્યા છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા દરરોજ ૧૮ ટન જેટલા તાજા ફળ અને શાકભાજીનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈએ જણાવ્યું હતું કે બ્રિટનની ચેરીટી સંસ્થાઓને દરરોજ ૨૦ ટન જેટલાં શાકભાજી અને ફળ વિતરીત થઇ રહ્યાં છે.
કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંસ્થા દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેર દર્શન બંધ છે. જોકે સંસ્થા દ્વારા સિવાય અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા વીએચપીના 70 વર્ષ કે તેથી વધુની વયના સભ્યોની ફોનનંબર સાથેની યાદી તૈયાર કરી 50 સભ્યોનો સંપર્ક કરી તબિયત પૂછવામાં આવી. તેમને શાકભાજી, દૂધ કે અન્ય જરૂરી ખાદ્ય સામગ્રી માટે સહાયની જરૂર હોય તે અંગે પણ જાણકારી લેવામાં આવી હતી.
મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર બને એ ભય ચારેકોર ફેલાઇ ગયો છે. ચાઇનાના વુહાનથી શરૂ થયેલ આ વાયરસે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોવીદ – ૧૯ નામે ઓળખાતો આ વાયરસ એટલી ઝડપભેર ફેલાઇ રહ્યો છે કે દુનિયાભરના તમામ વ્યવહારો પર લગામ લાગી ગઇ છે. રોજ-રોજ બહાર પડતા મૃત્યુ આંક અને અને ભોગ બનેલાઓના આંકડા રૂંવાડા ખડાં કરી દે તેવા છે. અખબારો કે ટી.વી., રેડિયો આદી પ્રચાર માધ્યમોમાં કોરોના છવાઇ ગયો છે.
બ્રિટનમાં બહોળો ફેલાવો અને અસંખ્ય વાચકો ધરાવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેની સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ અવસાન નોંધ વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી રહ્યું છે. એબીપીએલ ગ્રૂપ આપના સ્વજનની ચિરવિદાય અંગે દિલસોજી પાઠવે છે અને તેમના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.
ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હિન્દી સેવી સન્માનની સ્થાપના 1989માં થઇ હતી. તેમણે જાહેરાત કરી છે કે દિવ્યા માથુરને તેમના લેખન અને પ્રવાસી મહિલા લેખકોને પ્રોત્સાહન આપવા માટે પદ્મભૂષણ મોટુરી સત્યનારાયણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા એનાયત થાય છે. 2003માં ઇંગ્લેન્ડની આર્ટ્સ કાઉન્સિલ દ્વારા તેમને કળા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાન માટે સન્માનિત કરાયા છે. તેમને અન્ય કળા પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે.
સુજ્ઞ વાંચક મિત્રો, ગત સપ્તાહે આપણે કોરોનામાં કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની રાત'દિ જોયા વગર ખડે પગે સેવા બજાવતા મેડીકલ સ્ટાફ, કેરર્સ, સફાઇ કામદારો, ફાયર બ્રીગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ સેવા આપતા કર્મનિષ્ઠ કર્મચારીઓ, દર્દીઓ, એકલા રહેતા વડિલો, અસહાય વ્યક્તિઓ, વિકલાંગો...વગેરેને ભોજન સહિતની અન્ય જીવન જરૂરિયાતની સામગ્રીઓ પૂરી પાડનાર અને આશ્વાસન તેમજ માર્ગદર્શન દ્વારા આ મહામારીમાં સપડાયેલાઓને સહાય કરનાર કેટલાક ઘર દીવડાંઓની વિગતો ગુજરાત સમાચારના પાન નં. ૧૪ ઉપર આપે વાંચી હશે. માનવતાના આ કાર્યો બ્રિટનભરમાં અનેક મહાનુભાવો અને અગણિત સંસ્થાઓ કરી રહેલ છે. અમે પ્રાપ્ય માહિતીના આધારે આપ સમક્ષ એ રજુ કરતા ગૌરવ અનુભવીએ છીએ.
