સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૫.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજન તેમજ તા.૮.૧૦.૧૯ને મંગળવારે રાત્રે ૮ વાગે દશેરા ઉત્સવ – રાવણ દહનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205

    • મિલન ગ્રૂપ વોલિંગ્ટન મીલ્ટન રોડ, વોલિંગ્ટન SM6 9RP ખાતે તા.૧૯.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬થી ૧૧ દરમિયાન દિવાળી ડિનરનું આયોજન કરાયું છે. સંપર્ક. હસુમતીબેન પટેલ 020 8647 6176

    શ્રી સ્વામીનારાયણ ટેમ્પલના ય

    • શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ ટેમ્પલ (લંડન), કેન્ટન – હેરો, વેસ્ટફિલ્ડ લેન, હેરો, HA3 9EA - કાળીચૌદશ તા.૨૬ શનિવાર સાંજે ૭ હનુમાનજી પૂજન – દિવાળી તા.૨૭ રવિવાર સાંજે ૭ લક્ષ્મી પૂજન – તા. ૨૮ સોમવાર નૂતન વર્ષ – અન્નકૂટ દર્શન સવારે ૬.૩૦થી સાંજે ૮, અન્નકૂટ આરતી સવારે ૧૧ વાગે. સંપર્ક. 020 8909 9899

    • શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૧૦.૧૧.૧૯ને રવિવારે તુલસી વિવાહનું આયોજન કરાયું છે. તા. ૯ સાંજે ૫.૩૦ લાલજી મહારાજ મંડપ રોપણ, સાંજે ૬.૩૦ તુલસીબાઈ સાંજી અને મહેંદી નાઈટ, તા.૧૦ રવિવારે સવારે ૮થી ૧૨ વિવાહ અને બાદમાં મહાપ્રસાદ સંપર્ક. 020 8954 0205

    વિમેન ઈન કન્વર્ઝેશનઃ એશિયન વોઈસ અને EYની પહેલ

    વિમેન ઈન કન્વર્ઝેશનનો પ્રથમ ઈવેન્ટ ૨૦૧૯ની ૨૨ ઓક્ટોબરે ભારે ધામધૂમથી Eyની ઓફિસે ઉજવાયો હતો. Eyના સીનિયર પાર્ટનર ઝિશાન નુરમોહમ્મદે ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું અને સ્ટાર્ટઅપ્સ અને નાના બિઝનેસીસમાં ભાગીદારીમાં Eyની ભૂમિકા સંક્ષિપ્તમાં રજૂ કરી હતી. એશિયન વોઈસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યત્વે આર્ટ્સ, ફેશન, કોર્પોરેટ વર્લ્ડ, એન્ટ્રેપ્રીન્યોર્સ જેવાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓ અને થોડી સંખ્યામાં પુરુષો તેમજ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતી મહિલાઓનો સમાવેશ થયો હતો.

    સરદાર નિર્વાણ દિન નિમિત્તે વિ

    ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદાર પટેલ મેમોરિયલ યુકે દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનના ફર્સ્ટ સેક્રેટરી (ઈકોનોમિક) શ્રી રોહિતભાઈ વઢવાણા મુખ્ય વક્તાપદેથી ચાવીરૂપ વક્તવ્ય આપશે. 

    • પૂરામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧.૧૨.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ,નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

     પૂરામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૧૯.૧.૨૦ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર એક ભક્ત છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310

    BAPS ચેરિટીઝ દ્વારા બ્રીટલ બોન સોસાયટી અને my AFKને £૧૦,૦૦૦નું ડોનેશન

    BAPS ચેરિટીઝ દ્વારા ૧૨ જાન્યુઆરીને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્રીટલ બોન સોસાયટીને ૫,૦૦૦ પાઉન્ડ અને my AFK ખાતે (અગાઉ એક્શન ફોર કીડ્ઝ તરીકે ઓળખાતી)ને ૫,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. મીશા પટેલના પરિવાર દ્વારા તેની દસમી પૂણ્યતિથિ નિમિત્તે આ ડોનેશન અપાયું હતું.

    લેસ્ટરમાં વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો

    ૫ જાન્યુઆરીને રવિવારે યુકેના લેસ્ટરમાં આવેલા રામ મંદિરમાં પરમ પૂજ્ય શ્રી જલારામ બાપા સ્થાપિત વીરપુર અન્નક્ષેત્રનો દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક અને ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો. સવારે ૧૦થી બપોરે ૧ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ ભજન અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ ‘ફ્રેન્ડ્સ ઓફ ખંભાળિયા’ દ્વારા શોભાવવામાં આવ્યું હતું.