• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૨૮.૦૪.૧૯ સાંજે ૫.૩૦થી ૭.૧૫ દરમિયાન સુંદર કાંડ પાઠનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તથા બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગ યોજાય છે. સંપર્ક. 020 8553 5471
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે રવિવાર તા.૫.૫.૧૯ સાંજે ૬થી ૭.૩૦ દરમિયાન સત્સંગનું આયોજન કરાયું છે. સંસ્થામાં દર શનિવારે સવારે ૧૦.૩૦થી બપોરે ૩.૩૦ હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદુધર્મ ક્લાસીસ તેમજ બપોરે ૧૨.૩૦થી ૧ દરમિયાન ફેમિલી યોગા યોજાય છે. સંપર્ક. 020 8553 5471
• પૂ.ગિરી બાપૂની વ્યાસપીઠે શિવમ ફાઉન્ડેશનદ્વારા આયોજીત શિવ મહાપુરાણની કથાના કાર્યક્રમો - તા.૧૧.૫.૧૯ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ અને તા.૧૨.૫.૧૯ સવારે ૯થી ૧૧.૩૦ દરમિયાન કેન્ટન હોલ, જહોનબિલામ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, વુડકોક હિલ, કેન્ટન, હેરો HA3 0PO - તા.૧૧ કથા બાદ સંગીત નાઈટ – કથા તા.૧૨.૫.૧૯થી તા.૧૮.૫.૧૯ સાંજે ૫થી ૮, ગુર્જર હિંદુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, આઈફિલ્ડ એવન્યુ, આઈફિલ્ડ ક્રોલી RH11 0AF- ૧૭ કથા બાદ સંગીત નાઈટ
૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં હિંદુ સમાજ ઉપરાંત વિવિધ ધર્મ, ઈન્ટરફેઈથ અને ગ્રેટર માન્ચેસ્ટર ફેઈથ કોમ્યુનિટી લીડર્સ ગ્રૂપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) યુનિટ ૬, બાઉમેન ટ્રેડિંગ એસ્ટેટ, વેસ્ટમોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RLના પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામી ૧૩ જૂન સુધી વિચરણ માટે યુકે પધાર્યા છે. તેમના સાનિધ્યમાં સવારની સભાનું તા.૨૭.૫.૧૯થી તા.૧.૬.૧૯ સુધી અને તા.૬.૬.૧૯થી તા.૧૨.૬.૧૯ સવારે ૭.૩૦થી ૮.૩૦ દરમિયાન કેયૂરભાઈ પટેલ, ૪૬૦, હનીપ્લોટ લેન HA7 1JWખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 3630 0032 – 07430 712 345
• સરે ગુજરાતી હિંદુ સોસાયટી દ્વારા ગ્રેટ ઓર્મોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ચીલ્ડ્રન્સ ચેરિટીના લાભાર્થે ‘ભૂલી બિસરી યાદે ચેરિટી ઈવેન્ટ’નું તા.૮.૬.૨૦૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે આયોજન કરાયું છે. ડિનર સાંજે ૭ વાગે. વધુ માહિતી માટે સંપર્ક. ઘનશ્યામ પટેલ 07932 781 163
• શ્રી શ્રીનાથજી હવેલી, પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે તા.૧૪.૬.૧૯થી તા.૧૬.૬.૧૯ સાંજે ૪થી ૬.૩૦ દરમિયાન ત્રિદિવસીય સત્સંગ સત્રમાં પૂ.અક્ષયકુમારજીના મુખે ‘વલ્લભ ચરિત્ર’ રસપાનનું આયોજન કરાયું છે. પ્રવચન પછી આરતી અને પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8902 8885
જૈન નેટવર્કના ઉપક્રમે રવિવાર તા.૧૬ જુન ૨૦૧૯ના બપોરે ૩ થી ૮ સંગીત સમ્રાટ શિરોમણી શ્રી નરેન્દ્ર વાનીગોટાની સંગીત સંધ્યાનો કાર્યક્રમ નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR ખાતે યોજવામાં આવ્યો છે.
હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયાએ લેસ્ટરના કન્સલ્ટન્ટ પીડિઆટ્રિશિયન ડો. સંજીવ નિચાની અને લંડનમાં હીલિંગ લિટલ હાર્ટ્સના એમ્બેસેડર ડો. ધર્મેશ દોશી સહિતના મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડો. નિચાનીએ ચિરિટી જે મહત્ત્વના કાર્યો સાથે સંકળાયેલી છે તેના વિશે મહેમાનોને જણાવ્યું હતું.
• શ્રી વિલ્સડન સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી ૧૩થી ૨૧ જુલાઈ, ૨૦૧૯ દરમિયાન શ્રી હરિકૃષ્ણ મહોત્સવ ઉજવાશે. તે દરમિયાન રિજનરેશન પ્રોજેક્ટનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી ૫૦ જેટલાં સંતો અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો પધારશે. વધુ માહિતી આવતા સપ્તાહે.
