ધર્મના નામે ચાલતા ધતિંગ સામે સામે અવાજ ઉઠાવનાર પંકજ ત્રિવેદીને અંજલિ આપવા સોમવારે લંડનમાં ઓનલાઇન પ્રાર્થનાસભા યોજાઇ હતી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરનાર વિનુભાઇ સચાણીયાએ જણાવ્યું હતું કે ૧૫મી જૂન એટલે એક વીર પંકજ ત્રિવેદીનો શહાદત દિન. સ્વાધ્યાય પરિવારના કચ્છ ૨૦૦૧ના દાન ભ્રષ્ટાચાર, અમદાવાદ ભાવનિર્જરના મંદિરના દરવાજા પ્રજા માટે કાયમી ધોરણે ખોલવા, અંધ અનુયાયીઓને માફિયા બનાવીને ગુનાહીત કૃત્યો માટે પ્રેરવા સહિતના મુદ્દે જોરદાર વિરોધ કરનાર અને સુપ્રીમ કોર્ટ સુધી જીતી જનાર પંકજ ત્રિવેદીની અમદાવાદમાં દગાથી હત્યા થઈ હતી.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનની સામાજિક સંસ્થાઓના કાર્યક્રમોની રૂપરેખા...
બ્રિટનના વિખ્યાત ઉદ્યોગપતિ અને ઉદારમના શ્રેષ્ઠી ધામેચા પરિવાર દ્વારા દિવંગત પિતૃઓના પૂણ્યાત્માના સ્મરણાર્થે શ્રી જલારામ મંદિર, ગ્રીનફર્ડ ખાતે ૨૮ જૂન, રવિવારથી શનિવાર ૪ જુલાઇ દરમિયાન શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારીને કારણે સોશ્યલ ડીસ્ટન્સ રાખવાની સરકારી પ્રતિબધ્ધતાને ધ્યાનમાં રાખીને ધામેચા પરિવારે આ ભાગવત સપ્તાહનું પ્રસારણ "આસ્થા" ટી.વીના માધ્યમ દ્વારા વિશ્વભરમાં પ્રસારણ થઇ શકે એવું આયોજન કર્યું છે જેથી સૌ સનાતન ધર્મપ્રેમી ઘેરબેઠાં બપોરે ૧ થી ૪ દરમિયાન ભાગવત કથાનું શ્રવણ કરી શકે છે.
બ્રિટનમાં કાર્યરત સામાજિક સંસ્થાઓની ગતિવિધિની ઝલક...
થોડા દિવસ અગાઉ અમે ટ્વીટ કર્યું હતું કે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશું. આખરે તે ઘડી આવી પહોંચી છે. આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦ના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરશે. કોવિડ-૧૯ મહામારી શરૂ થઈ તે પછી વિશ્વના લોકો સમક્ષ આ તેમનું પ્રથમ મુખ્ય વક્તવ્ય હશે. તેમના વક્તવ્યને વૈશ્વિક સમુદાય આતુરતાપૂર્વક નિહાળશે તેમ હું માનું છું. આ કોન્ફરન્સ માટે આપ www.indiaglobalweek.com પર રજિસ્ટ્રેશન કરાવીને નિહાળી શકશો.
• બ્રિટિશ ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન (અગાઉનું ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન) દ્વારા તા.૨૩.૦૭.૨૦૨૦ને ગુરુવારે બપોરે ૧ વાગે લંચ ટાઈમ ઝૂમ ઈવેન્ટ્ ‘બેગલ્સ એન્ડ સમોસાસ’ નવી સિરીઝ શરૂ થશે. તેમાં મુખ્ય અતિથિ તરીકે લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ મફત છે પરંતુ પ્રિ - રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, જે https://www.eventbrite.co.uk/e/bagels-and-samosas-with-lord-dolar-popat-tickets-113353352930 પર કરાવી શકાશે.
BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩જી ઓગસ્ટને સોમવારે આવી રહેલા રક્ષાબંધન પર્વ અંગે પૂજ્ય મહંત સ્વામી મહારાજે સર્વે સંતો-ભક્તોને આજ્ઞા કરી છે કે રક્ષાબંધન પવિત્ર ભાવનાઓ અને માંગલિક પ્રાર્થનાનું પર્વ છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અરસ પરસ એકબીજાના ઘરે ગયા સિવાય, પ્રાર્થનારૂપી રાખડીઓ દ્વારા આ પર્વ ઊજવવું. કુરિયર કે પોસ્ટ દ્વારા પણ રાખડી મોકલવી નહીં, તેને બદલે સ્નેહીજનોને સોશિયલ મીડિયા દ્વારા ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલી શકાય. ભગવાન સૌની રક્ષા કરે તેવી પ્રાર્થના કરવી.
• અનુપમ મિશન યુકે દ્વારા પાંચમો વાર્ષિક પાટોત્સવ અને સમૂહ શ્રાવણમાસ મહાપૂજાનું તા.૧૬.૦૮.૨૦ને રવિવારે સવારે ૧૧ વાગે (યુકે ટાઈમ) ઓનલાઈન આયોજન કરાયું છે. મહાપૂજામાં ભાગ લેવા https://anoopammission.my.webex.com/meet/hswami લીંક પર ક્લિક કરીને અને મહાપૂજામાં ન જોડાવા માગતા હો તો http://www.youtube.com/c/AnoopamMissionUK લીંક પર ક્લિક કરીને લાઈવ દર્શન નિહાળી શકશો. સંપર્ક. 01895 832 709, ઈમેલ – [email protected]
• નહેરૂ સેન્ટર, લંડનસહર્ષ યોજે છે, વાર્તાલાપ, શુક્રવાર તા.૨૧ ઓગષ્ટ ૨૦૨૦ના રોજ બપોરના ૧૨ વાગે.
વિષય: ઘર્ષણોનો ઉદય કેમ થાય છે : મહાભારતના પાનેથી..
વક્તા: જાણીતા કલાકાર, દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીન રાઇટર, ભારતીય લોકસભાના પૂર્વ સભ્ય શ્રી નીતીશ ભારદ્વાજ .
આપ એમાં ભાગ લેવા ઇચ્છતા હો તો ઇમેઇલ કરો : officeassistance@nehrucentre,org.uk
અથવા ફેસબુક પર પણ આ કાર્યક્રમ જોઇ શકો છો. http://www.facebook.com/nehrucentrelondon
• કાર્ડીફ સ્વામીનારાયણ મંદિર, ૪ મર્ચીસ પ્લેસ, કાર્ડીફ CF11 6RDના ૩૮મા વર્ચ્યુઅલ પાટોત્સવનું તા.૩૦.૮.૨૦ સુધી આયોજન કરાયું છે. દર્શનનો સમય સવારે ૮ થી ૯.૩૦ અને સાંજે ૪થી ૫.૧૫, આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૫.૩૦. તા. ૩૦ આરતી સવારે ૭.૩૦ અને સાંજે ૬. પાટોત્સવ દરમિયાન દરરોજ સાંજે ૬થી ૭ (તા.૩૦ રાત્રે ૯.૩૦) કથાનો લાભ મળશે. સંપર્ક. 02920 371 128
