બ્રિટનમાં વસતાં વિવિધ ભારતીય સમાજ - સંસ્થાનોના કાર્યક્રમોની વિગત...
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
• શીતલ – શીરડી સાઈબાબા ટેમ્પલ એસોસિએશન ઓફ લંડન દ્વારા શીતલ – શીરડી મંદિરના દસમા સ્થાપના દિનની ઉજવણીનું તા.૩૧.૧.૨૦૨૦ને શુક્રવારે બપોરે ૩થી ૫ દરમિયાન યુનિયન હોલ, યુનિયન રોડ, વેમ્બલી HA0 4AU 020 8902 2311
ધર્મ સંબંધિત તિરસ્કારના ગુનાઓમાં થયેલા વધારા વિશે ચર્ચા વિચારણા કરવા લંડનના મેયરપદની સ્પર્ધામાં રહેલા અપક્ષ ઉમેદવાર રોરી સ્ટુઅર્ટ ગત ૨૮મી જાન્યુઆરી, મંગળવારે હિંદુ કોમ્યુનિટીના કેટલાંક સભ્યો અને પેટ્રન્સને મળ્યા હતા. તેમણે ઈસ્કોન અને SHYAM, સિટી હિંદુ નેટવર્ક (CHN), નેશનલ હિંદુ સ્ટુડન્ટ્સ ફોરમ (NHSF), હિંદુ મેટર્સ ઈન બ્રિટન અને ઓપરેશન ધાર્મિક વોટ સહિત અગ્રણી હિંદુ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. લંડનના મેયરપદની ચૂંટણી મે ૨૦૨૦માં યોજાઈ રહી છે.
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા. ૨૩.૨.૨૦ સવારે ૧૧થી ૫દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર જીજ્ઞાસુ સત્સંગ મંડળના બહેનો છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
કોરોના વાયરસની આશંકાના કારણે ગયા સપ્તાહે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલું ભક્તિવેદાંત મેનોર મંદિર બુધવાર - ૧૧ માર્ચથી ફરી ખુલ્લું મૂકાયું છે. ઉલ્લેખનીય છે કે ભક્તિવેદાંત મેનોર (ધર્મમાર્ગ, વોટફર્ડ, WD25 8EZ) ખાતેના તમામ કાર્યક્રમ ગત સપ્તાહે રદ જાહેર કરાયા હતા.
તાજેતરમાં યુકે અને યુરોપમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના રોગચાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ હરિભક્તો તથા મુલાકાતીઓ (ખાસ કરીને વૃદ્ધો અને સંવેદનશીલ વ્યક્તિઓ)ના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે આયોજીત તમામ સભાઓ તથા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગ્રુપ અને સ્કૂલ વિઝિટ પણ રદ કરી દેવાઈ છે.
મહાકાળી મંડળ, યુકે દ્વારા સત્તાવિશ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ ૪૦ એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે ચૈત્ર નવરાત્રીના ગરબા, ૨૫ માર્ચ બુધવારથી બીજી એપ્રિલ ગુરુવાર સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી, આઠમ પહેલી એપ્રિલ, બુધવારે. સંપર્ક. 020 8907 0385/ 020 7274 1039
BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો, સંતો તેમજ સૌ કોઈના સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષમાં લઈને, પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતો એક જ સ્થાનમાં રહેશે.
VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. મંદિર રાબેતા મુજબ દર્શન માટે દરરોજ સવારના ૮થી સાંજના ૮ સુધી ખુલ્લું રહેશે.
બ્રિટનમાં વસતા ગુજરાતી અને ભારતીય સમુદાયના લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે યોજાનારા પાંચમા 'આનંદ મેળા'ના ભવ્ય કાર્યક્રમમાં સેવા આપવા માટે ચેરીટી સંસ્થા સેન્ટ લ્યુક્સના વોલંટીયર્સ ઉત્સાહિત બની રહ્યા છે.
