• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 અશ્વિનભાઈ પટેલ 07794 338 397
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુ પંડિતોની સામૂહિક હિજરત થઈ તે પછી તેમની દુર્દશા પર પ્રકાશ પાથરવા બે બ્રિટિશ ભારતીયો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેમનો હેતુ ‘Story of Kashmiri Pandits’ ડોક્યુમેન્ટરીને વિશ્વભરમાં દર્શાવવાનો છે. કાશ્મીરી હિન્દુ પંડિતો પરના અત્યાચારની મર્યાદિત અથવા જરા પણ સમજ ન હોય તેવા સાઉથ એશિયન વારસાની બીજી અને ત્રીજી પેઢીના યુવાનોને શિક્ષિત કરવા અને માહિતી આપવાનો તેમનો હેતુ છે. આ ડોક્યુમેન્ટરી સૌપ્રથમ હાઉસ ઓફ કોમન્સમાં નવ સપ્ટેમ્બર, સોમવારે દર્શાવવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન, ઈલિંગ સાઉધોલના લેબર સાંસદ વીરેન્દ્ર શર્મા, લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી દર્શાવવા ઉપરાંત, ખીણપ્રદેશમાં જાતિનિકંદનનો આઘાત સહીને દેશનિકાલ થઈ યુકેમાં ૩૦ વર્ષથી રહેતા અને કદી પોતાની માતૃભૂમિ જઈ ન શકેલા કાશ્મીરીઓની કથા વર્ણવતા પુસ્તક ‘Resilience’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં મહાત્મા ગાંધી તરીકે પ્રખ્યાત મોહનદાસ કરમચંદ ગાંધીની ૧૫૦મી જન્મજયંતી (બીજી ઓક્ટોબર ૨૦૧૯)ની ઉજવણીના થોડાં દિવસ અગાઉ જ તેમના અહિંસા અને સત્યના સંદેશની અનંત પ્રસ્તુતતા વિશેની ચર્ચા કરવા ગાંધીજીથી પ્રેરિત અગ્રણી વિચારકો અને કર્મશીલો ૨૭ સપ્ટેમ્બર શુક્રવારે લંડનમાં કોન્ફરન્સ યોજી રહ્યા છે.
ગુજરાત હિંદુ સોસાયટી (GHS) દ્વારા ૨ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન દસ દિવસના ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લાં દિવસે એટલે કે ૧૨મીએ ભગવાન ગણેશજીની મૂર્તિનું લીવરપૂલ ખાતે રિવર મર્સીમાં વિસર્જન કરાયું હતું. ગણેશજીની મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હતી જે માટીમાંથી બનાવવામાં આવી હતી.
આ વર્ષ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ હોવાથી સમગ્ર યુકેમાં સંખ્યાબંધ કાર્યક્રમો યોજાશે. દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી બીજી ઓક્ટોબરને બુધવારે લંડનના ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ભારતીય હાઈ કમિશન અને ઈન્ડિયા લીગ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ, મેયર ઓફ કેમડન, સ્થાનિક કાઉન્સિલર્સ, એશિયન સાંસદો અને પીઅર્સ, કોમ્યુનિટી અગ્રણીઓ અને સંસ્થાઓના વડા હાજરી આપશે. આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખૂલ્લો છે. હાઈ કમિશનર રુચિ ઘનશ્યામ તેમજ ઈન્ડિયા લીગના ચેરમેન અને ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સી બી પટેલ કેમડનના મેયરની સાથે ઉપસ્થિત લોકોને સંબોધશે.
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ, ગીતા ફાઉન્ડેશન તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવા ટેવિસ્ટોક સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધી ગાંધી પદયાત્રાનું આયોજન કરાયું છે. ભારતના હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘમશ્યામ આ પદયાત્રાને લીલી ઝંડી આપશે.
કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી (KPCS) એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી હિન્દુ પંડિતોના સામૂહિક સંહાર અને હિજરતની ૩૦મી વર્ષગાંઠને ૧૪ સપ્ટેમ્બરે ‘બલિદાન દિવસ’ તરીકે ઝોરોસ્ટ્રીઅન સેન્ટરમાં ઉજવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ, હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન, કાઉન્સિલર્સ તેમજ ભારતીય ડાયસ્પોરાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. કાશ્મીરી પંડિતો વર્ષોથી યુકેમાં વસવાટ કરી રહ્યા છે.
કેન્યાના મોમ્બાસાથી વર્ષો પહેલાં અત્રે આવી વસેલી બહેનોનું ગત ૧૧ સપ્ટેમ્બરે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ૧૧૫થી વધુ મોમ્બાસાની વહુ-દીકરીઓએ ખૂબ હોંશભેર ભાગ લઇ ભૂતકાળને તાજો કર્યો હતો.
• સત્તાવીસ ગામ પાટીદાર સમાજ (યુરોપ) દ્વારા શક્તિ ગ્રૂપ ૨૦૧૯ના બેન્ડ સાથે નવરાત્રિ ૨૦૧૯નું તા.૨૯.૯.૧૯ને રવિવારથી તા.૯.૧૦.૧૯ને બુધવાર સુધી સાંજે ૭.૩૦થી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, J/W ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે આયોજન કરાયું છે. શરદપૂનમના ગરબા તા.૯.૧૦.૧૯ સાંજે ૭.૩૦ વાગે. બાળકો માટે ફ્રી ગરબા તા.૫.૧૦.૧૯ બપોરે ૧૨ વાગે. સંપર્ક. પ્રફુલ પટેલ 020 8368 2161
• પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા ૨૯.૯.૧૯ સવારે ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ભોજનપ્રસાદીના સ્પોન્સર કમુબેન વછાણી પરિવાર અને માયાબેન પગરાની (દુબઈ) છે. સંપર્ક. 020 8459 5758/07973 550 310
