શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
• નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર – ઈન્ડિયા તેમજ નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા તા.૧૬.૭.૨૦૧૯ બપોરે ૧થી ૩ દરમિયાન ભજન અને સત્સંગનું VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 07404 564 196
• શાંતિધામ દ્વારા શ્રી વિપુલકૃષ્ણ શાસ્ત્રીજીની વાણીમાં ‘દ્વાદશ જ્યોતિર્લિંગ શિવકથા’નું રવિવાર તા.૨૧.૭.૧૯થી શનિવાર તા.૨૭.૭.૧૯ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 290 421
હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની રચના કરનારા ઋુષિ વેદ વ્યાસની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં વસતા લોકો તેમના જીવનમાં આધ્યાત્મિક ભૂમિકા ભજવવા બદલ પોતાના ગુરુ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે.
માંચેસ્ટરમાં પવિત્ર શ્રાવણ માસે પૂ.ભાઇશ્રીના મુખેથી "રાધા શ્યામ કી કથા ભાગવતી" વહેતી રહી છે. ભાગવતી કથાના પાંચમા દિવસે કૃષ્ણજન્મોત્સવ માણવાનો અમને અવસર સાંપડ્યો. રવિવારે ઇવેન્ટ સિટીના ભવ્ય હોલમાં માંચેસ્ટર સહિત લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન, મિલ્ટનકિન્સ, બર્મિંગહામ, કોવેન્ટ્રી તથા લંડનથી લગભગ ૩૦૦૦થી વધુ હિન્દુધર્મપ્રેમીઓ કથાશ્રવણ કરવા ઉમટ્યા હતા. શ્રી સંજયભાઇ તથા એમના વડેરા પરિવાર આયોજિત આ ભાગવત કથામાં યુવા પેઢીની હાજરી ધ્યાનાકર્ષક રહી. ભાગવતકથામાં સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચાર સાથે સાથે પૂ.ભાઇશ્રી યુવાનો-બાળકોને અંગ્રેજી-હિન્દીમાં અર્થ સમજાવતા. રવિવારે પાંચમા દિવસે રાધાભક્તિ, યુગે યુગે વિવિધ રૂપે ઇશ્વરના અવતારોની કથા, કૌરવો-પાંડવોના મહાભારતની કથા અને એના પાત્રો સાથે ભગવાન શ્રીકૃષ્ણના સંબંધોના કેવા તાણાવાણા ગૂંથાયેલા હતા એની સુંદર રજૂઆત કરી હતી. પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, કૃષ્ણનો અર્થ બ્રહ્મ. કૃષ અર્થાત્ સત્તા. સત્તાનો અર્થ પાવર અહીં અર્થ છે એકઝીસ્ટંટ. ‘ણ'નો અર્થ આનંદ.
• શિવમ ફાઉન્ડેશન દ્વારા શ્રી ગિરિબાપૂની ‘બાર જ્યોતિર્લિંગ કથા’નું તા.૨૫.૮.૧૯થી તા.૧.૯.૧૯ સાંજે પથી ૮ દરમિયાન પ્રજાપતિ હોલ લેસ્ટર, અલ્વરસ્ક્રોફ્ટ રોડ, લેસ્ટર LE4 6BW ખાતે આયોજન કરાયું છે. સંગીત સંધ્યા તા.૨૬ અને ૩૧ ઓગસ્ટના રોજ રાખેલ છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• જૈન સેન્ટર, ૬૪-૬૮ કોલીન્ડલ એવન્યુ, લંડન NW9 5DR ખાતે ૨૬ ઓગષ્ટથી ૨ સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારના ૮.૩૦ થી ૧૦સ્નાત્ર પૂજા, ૧૦.૩૦ થી ૧૨.૧૫ વ્યાખ્યાન તેમજ સાંજના ૬.૩૦ થી ૮ પ્રતિક્રમણ અને રાતના ૮.૧૫ થી ૧૦.૧૫ ભાવના, આરતી, મંગળ દીવો થશે. અન્ય કાર્યક્રમો: બુધવારતા. ૨૮ ઓગષ્ટ પાખ્ખી પ્રતિક્રમણ સાંજના ૬ થી ૮, શુક્રવાર ૩૦ ઓગષ્ટ સાંજના ૮ થી ૧૦.૧૫ મહાવીર જન્મ વાંચન ઉજવણી, રવિવાર ૧ સપ્ટેમ્બર ૯.૩૦ થી ૧૨.૩૦ પંચ કલ્યાણક પૂજા અને લંચ અને રાતના ૯ વાગે તપસ્વીઓનું બહુમાન. સોમવાર ૨ સપ્ટેમ્બરે સાંજના ૫.૧૫ થી સંવત્સરી પ્રતિક્રમણ તથા ૭ સપ્ટેમ્બરે બપોરના ૨ વાગે સ્વામી વાત્સલ્ય ભોજન. સ્થાનકવાસી પ્રતિક્રમણની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તા ૩ થી ૧૨ સપ્ટેમ્બર દસલક્ષણી પર્યુષણ પર્વ પણ ઉજવાશે. વધુ વિગત માટે સંપર્ક: જૈન સેન્ટર 020 8200 0828 .
પ. પૂ. પ્રમુખ સ્વામીએ નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ ઉદઘાટન કર્યું હતું. છેલ્લાં ૨૪ વર્ષ દરમિયાન ભારત બહારના આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મંદિર દ્વારા લોકલ કોમ્યુનિટીની ખૂબ સેવા કરવામાં આવી હતી અને દુનિયાના લાખો લોકોમાં પૂજા, ઉજવણી, શાંતિ અને આધ્યાત્મિક સંવાદિતાના સ્થાન તરીકે મંદિરે પ્રેરણા પૂરી પાડી હતી.
• કરમસદ સમાજ યુકે દ્વારા ૪૮મા વાર્ષિક સ્નેહમિલન સમારોહનું તા.૧૫.૯.૨૦૧૯ને રવિવારે બપોરે ૨.૩૦ વાગે નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ, TW13 7NA ખાતે આયોજન કરાયું છે. બપોરે ૨.૩૦ વાગે મીટ એન્ડ ગ્રીટ, ૪ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજની પ્રવૃત્તિઓનો અહેવાલ અને બાદમાં બુફે ડિનર રાખેલ છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ 07956 458 872 અશ્વિનભાઈ પટેલ 07794 338 397
અગાઉ ૧૮૮૬માં ત્રણ અઠવાડિયાની દરિયાઈ સફર બાદ ઈંગ્લેન્ડ પહોંચેલી પારસી ટીમ શેફિલ્ડના પ્રવાસ દરમિયાન તેની પ્રથમ મેચ અર્લ ઓફ શેફિલ્ડ્સ ઈલેવન સામે રમી હતી. તે સમયે પારસીઓ એક માત્ર મેચ જીત્યા હતા અને તે પણ નોર્મનહર્સ્ટ સામે મર્યાદિત ઓવરની વન-ડે મેચ હતી. પારસીઓના ૧૮૮૬ના આ ઐતિહાસિક સાહસની સોનેરી ક્ષણોને પુનઃજીવંત કરવા અને તેને યાદ કરવા માટે ક્રિકેટ જગતમાં અતિ લોકપ્રિય ‘૧૮૮૬ ટ્રોફી’ નું આયોજન કરાયું હતું. જેમાં ૨૩ ઓગસ્ટ,૨૦૧૯ના રોજ લંડનના ઓવલ ખાતે રમાયેલી મેચમાં પારસી જીમખાનાની ટીમે સરે કાઉન્ટી ક્રિકેટ ક્લબની ચાર્લ્સ અલકોક ઈલેવનને ૬૮ રને હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
