સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (નવરાત્રિ વિશેષ)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સનાતન ધર્મપરંપરામાં શિક્ષાપત...

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો અધ્યાપકો - શોધછાત્રોએ રિસર્ચ પેપર સાથે ભાગ લીધો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ‘સનાતન ધર્મ અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત અને શિક્ષાપત્રી ગ્રંથમાં પ્રાપ્ત ભારતીય જીવનમૂલ્ય’ વિષય પર વડતાલ મંદિર દ્વારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં દિલ્હીસ્થિત ભારતીય તત્વાનુસંધાન પરિષદ સહિત 18 જેટલી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય યુનિવર્સિટીઓ સાથે મળીને 500થી વધુ સારસ્વતો જોડાયા હતા.

    મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી...

    ઇન્ડિયા લીગ અને ભારતીય હાઇ કમિશન દ્વારા આગામી તા. ૨ અોક્ટોબર ૨૦૧૫ શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી ટેવિસ્ટોક સ્ક્વેર, ગાર્ડન્સ, લંડન WC1H 9LD ખાતે કરવામાં આવશે.

    શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ

    શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિય દાસજી મહારાજની ઉપસ્થિતીમાં ધામધૂમપુર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે એમપી બેરી ગાર્ડીનર, બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ, ભારતીય હાઇકમિશનના કાઉન્સેલર શ્રી જ્ઞાન સિંઘ, સ્થાનિક કાઉન્સિલર્સ, સેંકડો હરિભક્તો અને અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આખાય સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક, મનોરંજક અને અન્ય કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું હતું. સ્થાપનાના એક જ વર્ષ દરમિયાન શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી લંડન અને બ્રિટનના હિન્દુઅો અને સ્થાનિક લોકોમાં વ્યાપક આર્કષણનું કેન્દ્ર બન્યું છે.

    નવરાત્રિ વિશેષ સંસ્થા સમાચાર (...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 12 ઓક્ટોબર 2024)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કુમકુમ મંદિર દ્વારા મુક્તિજી

    સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 117મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ શર્કરા, પૂંગીફલ, શ્રીફળ, ફુલ અને ગોળથી કરાઇ હતી. આ મહોત્સવ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પ્રગટ થઈને અદ્ભૂત દ્રુત કાર્યો કર્યા છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)

    માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એ

    ગુજરાતી ભાષા-સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે સમર્પિત માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિએશન દ્વારા 19 ઓક્ટોબરના રોજ ગુજરાતી શાળાના બાળકો માટે લક્ષ્મીપૂજનનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. દિવાળીનું ધાર્મિક મહત્ત્વ સમજાવવાની સાથેસાથે પંડિતજીએ પૂજાવિધિના કારણો અને અર્થ અંગે પણ સરસ જાણકારી આપી હતી. 

    LCNL દ્વારા રવિવારે મેડિકલ આઇ કે

    એલસીએનએલ દ્વારા પહેલી વખત માત્ર આંખો માટે મેડિકલ કેમ્પ યોજાયો છે. જેમાં મૂરફિલ્ડ આઇ હોસ્પિટલમાં કામ કરતાં ડો. મીરા રાડિયા અને ભરત રુઘાની ઉપરાંત એસેક્સના કન્સલ્ટન્ટ ઓપ્થેલ્મિક સર્જન ડો. નિરલ કારિયા સેવા આપશે.