ગુરુ નાનક જયંતી નિમિત્તે લેસ્ટરમાં આયોજિત શોભાયાત્રામાં હજારો શીખ ભાઈ-બહેનો જોડાયા હતા. ૧૯૯૨થી નીકળતી શોભાયાત્રાનો પ્રારંભ ગુરુદ્વારા બહાર પરંપરાગત પ્રાર્થના- કીર્તન સાથે થયો હતો. નગર કીર્તન ધાર્મિક યાત્રા ઈસ્ટ પાર્ક રોડસ્થિત ગુરુ તેગબહાદૂર ગુરુદ્વારાથી નીકળી, શહેરમાં ફરીને હોલી બોન્સમાં ગુરુ નાનક ગુરુદ્વારા પહોંચી હતી.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
મહાન કર્ણાટકી ગાયક પદ્મવિભૂષણ ડો. મંગલમપલ્લી બાલામુરલીકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પવા વાયોલિન કલાકાર એલ. નાગરાજુ અને પ્રભાકર કાઝા દ્વારા શનિવાર, ત્રીજી ડિસેમ્બરે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જેમાં ૧૨૫થી વધુ લોકો ઉપસ્થિત હતા. ડો. બાલામુરલીકૃષ્ણનું ૨૨ નવેમ્બરે ચેન્નાઈમાં નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા.
લંડનઃ ભારતની બહાર ભારતીય શાસ્ત્રીય કળા અને સંસ્કૃતિના સૌથી મોટા કેન્દ્ર ધ ભવન દ્વારા બુધવાર, ૩૦ નવેમ્બરે સ્વિસ કોટેજ નજીક લંડન મેરિયોટ હોટેલ ખાતે ભંડોળના એકત્રીકરણ માટે બેન્ક્વેટ સહિત દિવાળી ઉત્સવની ઊજવણીનું આયોજન કરાયું હતું. આ ચેરિટી સંસ્થા દ્વારા ભંડોળ એકત્ર કરવાનો ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધ કળા અને સાસંસ્કૃતિક ધરોહર જીવંત રાખવા અને તમામ માટે તે પ્રાપ્ય બનાવવાની ચોકસાઈનો હતો. ભવ્ય કાર્યક્રમમાં કોમ્યુનિટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ આરંભે નેટવર્કિંગ સેશન અને રાગાસન દ્વારા તૈયાર કરાયેલી ભારતીય વાનગીઓ અને ડ્રિન્ક્સની લિજ્જત માણી હતી અને તે પછી બેસીને શાકાહારી ભોજનનો આસ્વાદ લીધો હતો.
નેશનલ ડાયાબિટીસ ઓડિટમાં ડાયાબિટીસના દર્દીઓની શ્રેષ્ઠ સંભાળ માટે બ્રોડહર્સ્ટ સ્ટ્રીટ સર્જરીના ડો. કિશોરચંદ્ર મોરજરીઆ અને ડો. હેમલતા મોરજરીઆને પ્રથમ સ્થાને પસંદ કરાયા હતા. કિંગ પાવર સ્ટેડિયમ ખાતે ગત ૨૧ સપ્ટેમ્બરે આયોજીત કાર્યક્રમમાં ડો. થાનના હસ્તે ડો. મોરજરીઆ અને તેમના પત્નીને એવોર્ડ ફોર ડાયાબિટીસ કેર ૨૦૧૬ એનાયત કરાયો હતો.
ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્કૂલટીચર્સ સહિત લગભગ ૧૧૦ લોકોએ લિજ્જતદાર વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. કાઉન્સિલના વડા ટોની ન્યુમેન, સ્ટીવ રીડ MP અને કાઉન્સિલરો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. ટોની ન્યૂમેન અને સ્ટીવ રીડે કહ્યું હતું કે ક્રોયડનની ભારતીય કોમ્યુનિટી તમામ સમુદાયોમાં મિત્રતાના પ્રસારમાં ભૂમિકા ભજવે છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય દ્વારા ૧ ડિસેમ્બરે શર્લી રોડસ્થિત ઓએસીસ એકેડમી ખાતે પ્રાર્થનાસભા યોજાઈ હતી.
સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો હતો.
ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન કરાવતી ગ્રુનવીક સ્ટ્રાઈક ૪૦ વર્ષ બાદ પણ ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી અને તેને યાદ કરવા માટે ‘વી આર ધ લાયન્સ’ દ્વારા વિલ્સડન લાઈબ્રેરી ખાતે એક પ્રદર્શન યોજાયું છે. બે વર્ષ ચાલેલી હડતાળ વખતના ન જોયા હોય તેવા ફોટોગ્રાફ્સ, બેનરો, પોસ્ટરો, આર્ટવર્ક્સ, સાઉન્ડટ્રેક્સ, ફિલ્મ્સ અને વર્કરો દ્વારા તેમની વાતો રજૂ કરાઈ છે. આ પ્રદર્શન યુકેમાં ગુજરાતી ઈતિહાસનું એક અલગ સ્વરૂપ દર્શાવે છે.
૩૫૦મા પ્રકાશપર્વ અથવા ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતીના પાવન પ્રસંગે યુકેના જ નહિ પરંતુ, સમગ્ર યુરોપના સૌથી જૂના અને ઐતિહાસિક ગુરુદ્વારા શેફર્ડ્સ બુશ ગુરુદ્વારા સાહિબ ખાતે પ્રાર્થના સભાનું આયોજન થયું હતું. તેમાં હાઈ કમિશનર વાય કે સિંહા, ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ કે પટનાયક અને હાઈ કમિશનના અન્ય સિનિયર અધિકારીઓએ અન્ય શ્રદ્ધાળુઓની સાથે ભાગ લીધો હતો. આ પ્રસંગે ગુરુદ્વારા કમિટી દ્વારા વાય કે સિંહાને ‘શિરોપા’ અપાયો હતો.
સેન્ટ્રલ લંડનમાં યોજાયેલી ન્યુ યર્સ ડે પરેડમાં લંડનની ૧૭ બરોમાં ત્રીજા સ્થાન સાથે હેરોએ £૮,૦૦૦નું જંગી ઈનામ જીતીને નવા વર્ષની શાનદાર શરૂઆત કરી હતી. પરેડમાં દર વર્ષે લંડનની બરો દ્વારા રજૂ થતાં ફ્લોટ્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા રહે છે. હેરો દ્વારા ચાર્લી ચેપ્લિનમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયેલા મૂવી સેટમાં પરેડ નિહાળવા શેરીઓમાં એકત્ર થયેલા હજારો દર્શકોની કલ્પનાને ધ્યાનમાં લઈને સેન્ટ્રલ લંડનના મહત્ત્વના સ્થળો દર્શાવાયા હતા. કોમેડી સ્ટાર ચાર્લી ચેપ્લિનની ઉમદા પળોને મૂર્તિમંત કરવા માટે ડાન્સરો અને રોલર સ્કેટર્સ મોટી બોલર હેટ અને ચેપ્લિનના પરિધાનમાં સજ્જ હતા.
