અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે.

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું શૂટિંગ શરૂ કર્યું

રાણી મુખર્જીએ ‘મર્દાની-3’નું એકશન દ્રશ્યોથી શૂટિંગ શરૂ કરી દીધું છે. પહેલાં તેણે મુંબઇના પરામાં એક સ્થળે એક અઠવાડિયા સુધી શૂટિંગ કર્યુ હતું. હવે તે યશરાજ સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી છે જેમાં તેણે થોડા ફાઈટ દ્રશ્યો શૂટ કર્યા છે.

આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરથી જાણીતા બનેલા યુવા અભિનેતા દેવ પટેલ તેની નવી હોલીવૂડ ફિલ્મના શૂટિંગ માટે ઉજ્જૈનમાં છે.

અભદ્ર કોમેડી શો એઆઈબી નોકઆઉટમાં ભાગ લેનાર બે અભિનેતા અને એક દિગ્દર્શક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કોમેડી શોમાં એકદમ અશ્લીલ શબ્દોના પ્રયોગ કરાયા હતા એને યુ-ટયુબ પર મુકાયા હતા.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતના મુખ્ય સૂત્રધાર અરવિંદ કેજરીવાલના જીવન આધારિત એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.



to the free, weekly Gujarat Samachar email newsletter