મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર મુલોજ (ડેરા ડુંગરી) પરિવારના સદસ્યો પ્રાંતિજ સલાલ ગામે માતાજીના દર્શન કરી ઈકો કારમાં પરત ફરતા હતા ત્યારે રસુલપુર-મહાદેવપુરા નજીક કારને દૂધના ટેન્કરે ટક્કર મારતાં કારમાં સવાર કાકા ભત્રીજા સહિત નાનજીભાઈ ભુરાભાઇ...

ઉત્તર ગુજરાતના ડીસામાં સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં રોડ શો યોજ્યા બાદ જંગી સભા યોજાઈ હતી. જેમાં અમિત શાહે કોંગ્રેસ પર પાકિસ્તાન...

હિંમતનગરને અડીને આવેલા વીરપુર ગામના ૨૪ વિસ્તારોને ૨૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ આપવામાં આવ્યા છે અને દરેક પાર્કમાં રહેતા પરિવારોના નામ પણ બોર્ડ પર લગાવાયા છે. આમ ૨૩મી એપ્રિલે ‘૨૪ રાજ્યો’ના મતદારો વીરપુર ગામમાં મતદાન કરનાર છે.

મહેસાણા ખાતે દૂધસાગર ડેરીના પરિવાર દ્વારા રવિવારે પશુપાલકો અને સહાયકોની બોલાવેલી એક બેઠકમાં ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો પ્રચાર કરવા નિર્ણય લેવાયો હતો. 

કડીના સ્ટેશન રોડ સ્થિત ભાગ્યોદય ચોકડી ઉપર છઠ્ઠી એપ્રિલે મધરાતે અચાનક નાની કડીના એક યુવાને સિગારેટ પીતાં પીતાં જાતે શરીરે પેટ્રોલ છાંટીને સિગારેટથી પોતાને  આગ ચાંપી દીધી હતી.

બનાસકાંઠાના ખેડૂતો હવે ઉનાળામાં નવી ખેતી તરફ વળ્યા છે. શક્કર ટેટી અને તરબૂચની ખેતી બનાસકાંઠામાં આધુનિક પદ્ધતિથી થઈ રહી છે અને આ વર્ષે પાંચ હજાર હેક્ટરથી...

પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપ હાઇ કમાન્ડે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ટિકિટ કાપીને લુણાવાડાના અપક્ષ ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરતાં જ પ્રભાતસિંહે બળવાનો બૂંગિયો પીટ્યો હતો. તેમણે જોશભેર જાહેરાત કરી હતી કે પક્ષે તેમને ટિકિટ ન આપીને ભૂલ...

અમરાપુર-ગ્રામભારતી સંસ્થામાં દસમો રાષ્ટ્રીય ભૂમિગત તકનિકી સંશોધન અને ઉત્સકૃષ્ઠ પરંપરાગત જ્ઞાન પુરસ્કાર સમારોહ તેમજ ફેસ્ટિવ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ...

સતલાસણાથી ૧૦ કિ.મી. દૂર આવેલા નેદરડી ગામેથી બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની પ્રતિમાનો માથાનો ભાગ મળી આવ્યો છે. જે ૪થી ૫મી સદીનો હોવાનું અનુમાન છે. અડધી...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી. એ. પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ આચરી હોવાનો તપાસ રિપોર્ટ લોકાયુક્ત દ્વારા સરકારને સોંપાતાં તેમને કુલપતિના હોદા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. પ્રજાપતિના ૨૬ મહિનાના...



to the free, weekly Gujarat Samachar email newsletter