મહેસાણાના પટેલ પરિવારમાં જન્મેલા આચાર્ય દોલતસાગરજી 103 વર્ષની વયે કાળધર્મ પામ્યા

 સંઘસ્થવીર, સૌભાગ્ય-તિલક સાગર સમુદાયના આઠમા ગચ્છાધિપતિ આચાર્ય દોલત-સાગરસૂરીશ્વરજી મહારાજ 103 વર્ષની વયે પૂણે ખાતે કાળધર્મ પામ્યા છે. તેઓ કાળધર્મ પામતાં જિનશાસને એક વિરાટ શિરછત્ર ગુમાવ્યું છે.

શ્રદ્ધાળુઓ સુખડી પણ બહાર નથી લઈ જતા તે મહુડી મંદિરમાંથી બે ટ્રસ્ટીએ રૂ. 45 લાખનું સોનું ચોર્યું

મહુડીના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં રૂ. 45 લાખના સોનાનું વરખ અને સોનાની ચેઇન ચોરવાના આરોપમાં બે ટ્રસ્ટીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ટ્રસ્ટીની ધરપકડ કરીને સોનાની ચેઇન રિકવર કરી છે.

ગુજરાતના આદિવાસી ગામ ટાઢીમાં છેલ્લા છ મહિનાથી એક યુવકનું શબ લીમડાના ઝાડ પર લટકેલું છે. ચાદરમાં લપેટાયેલું આ શબ ભાતિયાભિયા ગામર નામના યુવકનું છે. જાન્યુઆરીની...

બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂડા ગામે ૨૧મીએ વહેલી સવારે ભરઊંઘમાં જ પત્ની, બે પુત્રો અને પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોની તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા મારી હત્યા કરાયેલાં મૃતદેહો મળ્યાં હતાં. આ ઉપરાંત ઘરના મોભી નજીકમાંથી ઝેરી દવા પીધેલી...

ઊંઝા માર્કેટયાર્ડના ચેરમેનપદે દિનેશ પટેલ અને વાઇસ ચેરમેન પદે શિવમ રાવલ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા. આ સ્ક્રિપ્ટ ભાજપે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ તૈયાર કરી હતી. જેમાં સૌપ્રથમ ભાજપના પાંચ વખતના ધારાસભ્ય નારાયણ કાકાને પરાજય આપી કોંગ્રેસમાંથી...

સાબરકાંઠાના પોશીના ગામમાં વર્ષોથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દાદા અને દાદીના તાજેતરમાં લગ્ન થયાં છે. આ લગ્નમાં દીકરા, દીકરી, પૌત્રો અને પૌત્રીઓ પણ જાનમાં...

એશિયાના સૌથી મોટા અને વર્ષે રૂ. ૪૦૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા ઊંઝા માર્કેટયાર્ડમાં ૨૧ વર્ષથી એકહથ્થુ શાસન ભોગવતા ભાજપના પાંચ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા નારાયણ પટેલ (કાકા)ના શાસનનો અંત આવ્યો છે. તેમનો ભાજપી જૂથે જ સફાયો બોલાવ્યો છે. તાજેતરમાં...

 વડગામ તાલુકાના ભલગામના સિપાઈ પરિવારના ૩૫થી વધુ સભ્યો મહોલ્લાના પિકઅપ વાહનમાં દાંતા તાલુકાના અંતરશા પીરની દરગાહે દર્શન કરીને અંબાજી ગયા હતા.

મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં બનેલા ફોસિલ પાર્ક- ડાયનાસોર મ્યુઝિયમનું ૮મી જૂને મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઉદ્દઘાટન કર્યું હતું. આ ડાયનાસોર મ્યુઝિયમનો...

બનાસકાંઠાના વાવમાં તળજાભાઈનો દોઢ વર્ષનો પુત્ર બીમાર પડતાં તેને ભૂવા પાસે લઈ જઈને ડામ અપાવાયા. જોકે બાળક અસ્વસ્થ જ રહેતાં તેને સારવાર માટે અમદાવાદ લવાયું, પણ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. ભૂવાએ બાળકને ચીપિયા વડે ડામ દીધા હતાં. ડામ...

મોડાસાના દધાલિયા ગામ નજીક પ્રતાપસિંહ હિંમતસિંહ બિહોલાના ખુલ્લા ખેતરમાં બાવળની ઝાડીમાં ૫૦ વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ હોવાની માહિતી દધાલિયાના સરપંચ બાનુભાઈ પંડ્યાને થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

 જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં શનિવારે વૈશાખી પૂનમે રાજ્યભરમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ મા અંબાના દરબારમાં શિશ નમાવ્યું હતું. અંબાજી મંદિરને વૈશ્ખી પૂનમે ગાદી પર ૧,૩૩,૩૩૭ની આવક, સુવર્ણશિખર માટે રોકડ દાન ૨૩,૬૦૧, સોનાનું દાન ૩૫ ગ્રામ (૧,૧૬,૨૦૦),...



to the free, weekly Gujarat Samachar email newsletter