મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં રહેતા દરેકની અટક એક જ હોય છે. ૭૦૦ લોકોના આ ગામમાં દરેકની અટક ચરવડિયા છે. આ ગામનું નામ બોકાડથંભા છે. કહેવાય છે કે...

બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે...

ગિરનાર પાછળના વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ વરસાદના પાણીથી જ ભરાય છે. તેમાં કોઈ નદી-નાળાનું પાણી આવતું નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ ૧૪મીએ...

 વર્ષ ૨૦૧૦માં ગીરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને તાજતેરમાં ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કેસ અંગેની...

શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના...

ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા...

પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવા, બ્લૂ અને...

લાલપર પાસે સિરામિક સિટીમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા અંચલભાઇ કુસ્વાહ (ઉં ૨૯)નો ૪થીએ જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી માટે તેમણે વીસીપરામાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતા મિત્રો અને સંબંધી દિવ્યરાજ કુસ્વાહ અને તેના મોટાભાઇ અરુણભાઇ કુસ્વાહને...

મૂળ મેરીયાણા, રાજુલાનો અને ડેડકડી ગામમાં આવેલી લોકશાળા સંસ્થામાં રહીને ધો. ૧૨માં અભ્યાસ કરતો કુલદીપ બાવકુભાઈ જાજાડા (ઉ.૧૬) વિદ્યાર્થી આઠમીએ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ગામ પાસે આવેલા તળાવમાં સાંજના ૪.૩૦ કલાકે નહાવા માટે...

હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી યુવતી વૈશાલી પ્રેમજીભાઇ ખોખરે ચોથીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સિવણકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ યુવતીની સગાઇ ત્રણેક માસ પહેલાં લોધીડા ગામે કરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું...



to the free, weekly Gujarat Samachar email newsletter