સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના...

ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા...

પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવા, બ્લૂ અને...

લાલપર પાસે સિરામિક સિટીમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા અંચલભાઇ કુસ્વાહ (ઉં ૨૯)નો ૪થીએ જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી માટે તેમણે વીસીપરામાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતા મિત્રો અને સંબંધી દિવ્યરાજ કુસ્વાહ અને તેના મોટાભાઇ અરુણભાઇ કુસ્વાહને...

મૂળ મેરીયાણા, રાજુલાનો અને ડેડકડી ગામમાં આવેલી લોકશાળા સંસ્થામાં રહીને ધો. ૧૨માં અભ્યાસ કરતો કુલદીપ બાવકુભાઈ જાજાડા (ઉ.૧૬) વિદ્યાર્થી આઠમીએ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ગામ પાસે આવેલા તળાવમાં સાંજના ૪.૩૦ કલાકે નહાવા માટે...

હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી યુવતી વૈશાલી પ્રેમજીભાઇ ખોખરે ચોથીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સિવણકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ યુવતીની સગાઇ ત્રણેક માસ પહેલાં લોધીડા ગામે કરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું...

ગ્રીનલેન્ડ ચોકડી પાસે બ્રહ્માકુમારી ભવનમાં રહેતા મયૂરીબબેન મુંગપરા ત્રીજી સપ્ટેમ્બરે સવારે તેમનું ટુવ્હિલર લઈને બેંકના કામે જવા નીકળ્યા હતા. ત્યારે કુવાડવા રોડ પર પહોંચતા રોડ પર ઊભેલી કારના ચાલકે અચાનક પાન-ફાકીની પિચકારી મારવા દરવાજો ખોલ્યો...

શંકર ટેકરી વિસ્તારમાં રહેતો મનસુખ થડેકિયા (ઉ.૪૩) ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારની શોધખોળ દરમિયાન, ૮મીએ તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપરાંત રણમલ તળાવમાંથી પાણીમાં અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડના...

રણજીતનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓની ધુંવાવ ગામે આવેલી રૂ. ત્રણ કરોડની ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન ઘડવા અંગે શહેરના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરના પુત્ર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ સહિત નવ જેટલાં માણસો...

સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter